Tue Sep 08 2026

Logo

મુંબઈને સતત બીજી રણજી સીઝનમાં મળ્યો આ નવો કેપ્ટન

2026-09-01 17:57:11
Author: Ajay Motiwala
મુંબઈને સતત બીજી રણજી સીઝનમાં મળ્યો આ નવો કેપ્ટન

PTI


મુંબઈઃ મિડલ-ઑર્ડર બૅટ્સમૅન સિદ્ધેશ લાડને મુંબઈની રણજી ટીમના નવા સુકાની તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. રણજી ટ્રોફીની નવી સીઝન 11મી ઑક્ટોબરે શરૂ થશે. 34 વર્ષનો સિદ્ધેશ (Siddhesh) શાંત સ્વભાવનો છે અને માનસિક દબાણની સ્થિતિમાં તે ખૂબ શાંત અભિગમ સાથે સમજદારીભર્યા નિર્ણયો લેવા માટે જાણીતો છે. તેણે 2025-'26ની સીઝનમાં માત્ર આઠ મૅચમાં 77.40ની સરેરાશે 774 રન કર્યા હતા જેમાં પાંચ સેન્ચુરી અને એક હાફ સેન્ચુરી સામેલ હતી.

સિદ્ધેશ લાડ પેસ બોલર શાર્દુલ ઠાકુરનું સ્થાન લેશે. શાર્દુલ હવે કૅપ્ટન્સી હટી જતાં બોલિંગનું વર્ક-લૉડને ઓછું કરી શકશે. 2025-'26ની સીઝનમાં અજિંક્ય રહાણેના સ્થાને શાર્દુલ (Shardul)ની નિમણૂક કરવામાં આવી હતી.

શાર્દુલના સુકાનમાં મુંબઈ ત્યારે ક્વૉર્ટર ફાઇનલ સુધી પહોંચ્યું હતું. રહાણેના સુકાનમાં મુંબઈ 2023-'24માં રણજીનું ટાઇટલ જીત્યું હતું. મુંબઈ પાસે કુલ 42 રણજી ટાઇટલ છે. મુંબઈની વાઇટ-બૉલ મૅચો માટેના સુકાની તરીકેની રેસમાં સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ ઐયરનો સમાવેશ છે.

સિદ્ધેશ લાડ 2022-'23ની સીઝનમાં ગોવાની ટીમમાં જોડાયો હતો, પણ એક વર્ષની મુદત બાદ મુંબઈ પાછો આવી ગયો હતો અને એક વર્ષના કૂલ-ઑફ પિરિયડ બાદ 2024-'25ની સીઝનથી ફરી મુંબઈની ટીમમાં જોડાઈ ગયો હતો.