Wed Oct 07 2026

Logo

ચંદ્રબાબુ નાયડુના વિપક્ષ પર પ્રહાર: NDA સરકારની લોકપ્રિયતા વધી, ગુજરાતનું ઉદાહરણ આપી કહી મોટી વાત

2026-10-01 19:52:47
Author: Mumbai Samachar Team
ચંદ્રબાબુ નાયડુના વિપક્ષ પર પ્રહાર: NDA સરકારની લોકપ્રિયતા વધી, ગુજરાતનું ઉદાહરણ આપી કહી મોટી વાત

અમરાવતીઃ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વિપક્ષ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે હાલમાં એક સર્વે થયો છે જેમાં વિપક્ષમાં જે પાર્ટીઓ છે એની લોકપ્રિયતામાં ઓટ આવી ગઈ છે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ગઠબંધનના સમર્થનમાં વધારો થયો હોવાના સંકેત મળી રહ્યા છે. લોકો આ સમર્થન જાળવી રાખે અને સતત આપ્યા કરે. આવી અપીલ સાથે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીએ પોતાની વાત કહી હતી. 
આ વાત એવા સમયે સામે આવી રહી છે જ્યારે વિપક્ષ સરકાર સામે અનેક એવા વિષય પર વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. ખાસ કરીને SIRની પ્રક્રિયા અને જ્ઞાનેશકુમારના રાજીનામાને લઈ રસ્તા પર તીવ્ર વિરોધ પ્રદર્શન થયા હતા. 

NDA પર વિશ્વાસનો દાવો

આજે રેપલ્લેમાં પેડાલા સેવલો NTR ભરોસા નામના એક કાર્યક્રમમાં લોકોને સંબોધન કરતા મુખ્યમંત્રી નાયડુએ કહ્યું હતું કે, રાજ્યમાં NDA સરકાર પ્રજાના કલ્યાણ માટે કામ કરી રહી છે, આ માટે અનેક એવી યોજના પર કામ કરી રહી છે. સરકારી કામકાજને લઈને સામે આવેલા એક સર્વેમાંથી એ વાત જાણવા મળી છે કે, ગઠબંધનના પક્ષમાં લોકોનું સમર્થન મળી રહ્યું છે. જ્યારે સર્વેના આંકડાની કોઈ નક્કર જાણકારી નથી. આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં નાયડુએ સર્વેના આધાર સાથે NDA દેશમાં મજબૂત હોવાની વાતનો પણ દાવો કરી દીધો હતો. 

ગુજરાતનું ઉદાહરણ આપીને નાયડુએ ઉમેર્યું કે, રાજકીય સ્થિરતા અને સતત એક જ સરકાર રહેવા પર વિકાસના કામમાં વેગ મળે છે. કોઈ પ્રોજેક્ટને આગળ વધવા માટે મોટી મદદ મળે છે. ભાજપે ગુજરાત રાજ્યમાં સતત 5 વર્ષ જીત હાંસલ કરી છે. એટલા માટે ગુજરાત રાજ્ય દેશના બેસ્ટ પર્ફોમ કરનારા રાજ્ય તરીકે સામેલ થયું. 

નામ લીધા વગર ટોણો માર્યો

દેશમાં એક જ રાજકીય પાર્ટી દાયકાઓ સુધી સત્તા પર રહી હતી. એ પછી તેઓ દેશના આર્થિક અને વિકાસના ક્ષેત્રમાં આગળ વધી. લાંબા સમય સુધી યથાવત રહેનારી એક જ પ્રકારની સરકારથી પોલિસી અને વિકાસના કાર્યમાં સતત વેગ મળે છે તેમજ કોઈ નવી વસ્તુ લાગુ કરવાનો પણ ચાન્સ મળી રહે છે. આ વાત એવા સમયે સામે આવી છે જ્યારે INDI ગઠબંધનની બેઠકનો ધમધમાટ પૂર્ણ થયો હતો. 

આ માહોલ વચ્ચે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, INDI ગઠબંધનમાં જે કોઈ વિપક્ષની રાજકીય પાર્ટી છે એમાંથી પણ કોઈ રાહુલ ગાંધીને નેતા તરીકે સ્વીકારવા માટે તૈયાર નથી. આ પછી હવે ચંદ્રબાબુ નાઈડુએ કોઈ જ વિપક્ષની પાર્ટીનું નામ લીધા વગર શાબ્દિક વાર કર્યા હતા. આખરે કાર્યક્રમ સરકારી યોજના અંતર્ગત પેન્શન પોર્ટલનો હતો. 

પેન્શન પ્રાપ્ત કરનારા લાભાર્થીઓની નાયડુએ મુલાકાત લીધી અને જે તે યોજના સાથે ચર્ચા-વિચારણા કરી હતી. આ વાતથી હવે દક્ષિણના રાજકારણમાં ચર્ચાઓના મુદ્દાઓ ઊઠી રહ્યા છે. વિપક્ષે આ અંગે હજુ સુધી કોઈ વિપક્ષે સ્પષ્ટતા કરી નથી કે, આ મુદ્દાનો જવાબ આપ્યો નથી. હવે જોવાનું એ રહે છે કે, આખરે ક્યો રાજકીય વિપક્ષ આ વિષયને લઈ રજૂઆત કરે છે.