કકામિગહરા: ભારતની મેન્સ હૉકી ટીમે ગુરુવારે એશિયન ગેમ્સની સેમિ ફાઇનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 4-3થી હરાવીને ફાઇનલમાં એટલે કે ગોલ્ડ મેડલ માટેના મુકાબલામાં પ્રવેશ કર્યો ત્યાર બાદ જાણવા મળ્યું કે ભારતે શનિવારની ફાઇનલમાં મલયેશિયાનો સામનો કરવાનો રહેશે.
આ સિનારિયો ભારતના ફાયદામાં છે, કારણકે હૉકીના વર્લ્ડ રૅન્કિંગમાં ભારત આઠમા નંબરે અને મલયેશિયા 14મા સ્થાને છે.
મલયેશિયાએ સેમિ ફાઇનલમાં સાઉથ કોરિયાને 2-1થી હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી છે.
બીજું, ભારત (India) ફાઇનલ જીતીને ગોલ્ડ મેડલ (Gold Medal) મેળવી શકશે એ શક્ય એ માટે જણાય છે કે ભારતે કુલ 127માંથી 89 મુકાબલામાં મલયેશિયાને હરાવ્યું છે અને માત્ર 17 મૅચમાં ભારત હાર્યું છે, જ્યારે 21 મૅચ ડ્રૉમાં પરિણમી છે.
આ 127 મુકાબલામાં ભારતે કુલ 372 ગોલ કર્યા છે, જ્યારે મલયેશિયા 171 ગોલ કરી શક્યું છે.
20th Asian Games Aichi – Nagoya 2026 🏑 Hockey 🛎️ Semifinals MALAYSIA ARE INTO THE FINAL! 🔥🔥 Men’s Team 🇲🇾 Malaysia 2–1 🇰🇷 Republic of Korea Abu Kamal Azrai 40' (PC) Abu Kamal Azrori 45' (P) Kim Hyeongjin 54' Tahniah Speedy Tigers!!! #AsianGames2026 #AichiNagoya2026 #マレーシア #Hockey #TeamMalaysia
— Giarc Nibisna 🌺🇲🇾 (@craigansibin) October 1, 2026