દુનિયામાં એવા અનેક શહેરો છે, જે રહેલામાં માટે ઉત્તર સ્થાન મનાય છે. અહીં રહેવા માટે લોકો ખૂબ જ પ્રયત્ન કરતા હોય છે. શું ભારતમાં પણ આવા કોઈ શહેરો છે, જે આ રેન્કિંગમાં પહેલી હરોળમાં આવતા હોય? વૈશ્વિક જીવંતતા સૂચકાંક (Global Liveability Index)માં દુનિયાના સૌથી સારા રહેવા લાયક શહેરોની એક યાદી આવી છે. આ યાદી પ્રમાણે રહેવા માટે વિશ્વમાં સૌથી બેસ્ટ શહેર ડેનમાર્કનું કોપેનહેગન છે. કોપેનહેગન શહેર ઓસ્ટ્રેલિયાના વિયના અને મેલબર્ન શહેરને પાછળ છોડી પહેલા સ્થાને આવી ગયું છે. ચાલો રિપોર્ટની વિગતે ચર્ચા કરીએ...
ભારતના શહેરનો વૈશ્વિક જીવંતતા સૂચકાંક નિરાશાજનક
વૈશ્વિક જીવંતતા સૂચકાંક (Global Liveability Index)માં ભારતના શહેરની વાત કરવામાં આવે તો તે નિરાશાજનક છે. કારણ કે, આ યાદીમાં નવી દિલ્હી 120માં સ્થાન પર છે. તે પછી મુંબઈ 121માં સ્થાને, ચેન્નાઈ 123માં સ્થાને અને બેંગલુરૂ 127માં સ્થાને આવે છે. એટલે કે ભારતના શહેરો ટોપ 10 તો છોડો ટોપ 100માં પણ નથી આવતા! આના પરથી એવું સમજી શકાય કે ભારતના શહેરોએ હજી પણ વધારે મહેનત કરવાની જરૂર છે. ફરવા માટે લોખોની સંખ્યામાં વિદેશીઓ ભારતમાં આવે છે. પરંતુ ભારતના શહેરનું વૈશ્વિક જીવંતતા સૂચકાંકમાં સ્થાન ખૂબ જ નબળું છે.
વિશ્વના કુલ 173 શહેરોનો અભ્યાસ કરવામાં આવ્યો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ ગ્લોબલ લાઇવેબિલિટી ઇન્ડેક્સ 2026માં વિશ્વભરના કુલ 173 શહેરોને આવરી લેવામાં આવ્યાં છે. જેમાં રહેવા અને સુવિધાઓ અંગે રેન્ક આપવામાં આવે છે. ભારતમાં નવી દિલ્હી અને મુંબઈનું સ્થાન ગત વર્ષ પ્રમાણએ યથાવત રહ્યું છે, કોઈ સુધાર આવ્યો નથી. પરંતુ ચીનના 10 શહેરોના રેન્કિંગમાં 2025ની તુલનામાં સારો એવો સુધાર આવ્યો છે.
યુરોપના શહેરોના રેન્કિંગમાં ઘટાડો થયા લાગ્યો
આ રિપોર્ટમાં પશ્ચિમ યુરોપના દરેક શહેરો રહેવા માટે સારા કહેવાય છે, પરંતુ હવે તેના રેન્કિંગમાં ઘટાડો થઈ રહ્યો છે. એશિયાઈ શહેરો હવે રહેવા માટે ઉત્તમ થવા લાગ્યાં છે. વિશ્વમાં રહેવા માટે ટોપ 10 શહેરોની વાત કરવામાં આવે તો, કોપેનહેગન (ડેનમાર્ક), વિયેના (ઓસ્ટ્રિયા), મેલબર્ન (ઓસ્ટ્રેલિયા), સિડની (ઓસ્ટ્રેલિયા), જ્યુરિખ(સ્વિટ્ઝર્લૅન્ડ), જિનેવા (સ્વિટ્ઝર્લૅન્ડ), ઓસાકા (જાપાન), એડિલેન્ડ (ઓસ્ટ્રેલિયા), વેકુવર (કેનાડા) અને ટોક્યો (જાપાન).
ભારતના રહેવા લાયક શહેરોની વાત કરવામાં આવે તો, કરિયર માટે બેંગલુરુ, નોઈડા અને ગુરુગ્રામ. તે પછી સસ્તા અને આરામદાયક જીવન માટે પુણે અને ચેન્નઈ, ત્યાર બાદ સમુદ્રથી નજીક અને શાંત શહેરમાં વિશાખાપટ્ટનમ અને પુડુચેરીનું નામ આવે છે.