Wed Sep 09 2026

Logo

ગાંધીનગરમાં સગીરાનું શારીરિક શોષણ કરનાર 'સાહિલ દેસાઈ' ઉર્ફે અલ્તાફને હિન્દુ સંગઠનોએ રંગેહાથ ઝડપ્યો

2026-03-29 17:32:07
Author: Vimal Prajapati
ગાંધીનગરમાં સગીરાનું શારીરિક શોષણ કરનાર 'સાહિલ દેસાઈ' ઉર્ફે અલ્તાફને હિન્દુ સંગઠનોએ રંગેહાથ ઝડપ્યો

ગાંધીનગરઃ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સેક્ટર-26માં રહેતો અલ્તાફ લુહાર નામનો યુવાનએ પોતાની ઓળખ છુપાવીને 'સાહિલ દેસાઈ' બનીને સેક્ટર-24ની 17 વર્ષીય વિદ્યાર્થિનીને પ્રેમના જાળમાં ફસાવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આરોપી યુવક ઇન્સ્ટાગ્રામ દ્વારા સગીરાને પ્રેમમાં ફસાવી અને પછી તેનું શારીરિક શોષણ પણ કર્યું હતું. આ મામલે હવે આરોપી યુવક સામે સેક્ટર-21 પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધીને એક તેની ધરપકડ કરી છે.

પડોશીઓએ હિંદુ સંગઠનોની માગી મદદ

અલ્તાફ લુહારે પોતાનું નામ અને ધર્મ છુપાવીને પોતાનું નામ સાહિલ દેસાઈ રાખ્યું અને ઇન્સ્ટાગ્રામ દ્વારા દસમા ધોરણની વિદ્યાર્થિનીનો વિશ્વાસ જીત્યો હતો. છ મહિના પહેલાં પરિવારને ખબર પડી ત્યારે તેને ચેતવણી આપવામાં આવી, પરંતુ આરોપી યુવક માન્યો નહોતો. અત્યારે જ્યારે પરિવાર હાજર નહોતો ત્યારે આરોપી સગીરાના ઘરે આવ્યો હોવાની પાડોશીઓને જાણ થઈ હતી, જેથી આ લોકોએ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળનો સંપર્ક કર્યો હતો. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ આરોપીને ત્રીજા માળની અટારીમાં રંગે હાથો ઝડપી પાડ્યો હતો. 

પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

આ દરમિયાન જ્યારે આરોરી અલ્તાફનો ફોન ચેક કરવામાં આવ્યો ત્યારે સગીરા સાથેના અશ્લીલ ફોટા અને વીડિયો પણ મળી આવ્યાં હતા. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ કાર્યકર્તાઓ દ્વારા પછી પોલીસ બોલાવી અને ઓરોપીને પોલીસને હવાલે કર્યો હતો. ગાંધીનગર સેક્ટર-21 પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને અલ્તાફની અટકાયત કરી લીધી છે. આ કેસમાં પોલીસ દ્વારા વધારે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે કે, આરોપીએ અન્ય કોઈ યુવતી કે સગીરાને આ રીતે ફસાવી છે કે કેમ?

પીડિતાના પરિવારે હિંદુ સંગઠનોનો આભાર માન્યો

પીડિતાના પરિવારે આ મામલે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળનો આભાર માન્યો છે. આ પહેલા પણ આવા અનેક કેસો બનેલા છે જેમાં વિધર્મી યુવકે પોતાનું નામ છુપાવીને સોશિયલ મીડિયા દ્વારા સગીર યુવતીઓને ફસાવતા હોય છે. ગુજરાતમાં આવા ઘટનાઓ વધી રહી છે. ગુજરાત સરકાર દ્વારા પણ આવા કેસોમાં કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. રાજ્ય સરકારે આવા કેસમાં પોલીસને કડક કાર્યવાહી કરવા માટે આદેશ પણ આપેલા છે.