Wed Apr 29 2026

Logo

રમૂજી સવાલના મનમોજી જવાબ

2026-04-29 09:02:51
Author: દર્શન ભાવસાર
Article Image

દર્શન ભાવસાર

લગ્નમાં શું વાગે?
* રિસાયેલાં સગાનાં મ્હેણાંટોણાં.

એ મારું કહ્યું માનતી નથી.
* પહેલાં સ્પષ્ટ કરો કે ‘એ‘ એટલે તમારી કે પડોશીની પત્ની?

આપણને ધંધે કોણ લગાડે?
* કામધંધા ના હોય એ...

રાજા કરે તે રાજરમત તો રાણી કરે એ?
* રમણભમણ...

મોટા સાળી એટલે પાટલા સાસુ તો મોટા સાળા એટલે?
* પાટલી વીર... 

મામા મામેરું કરે તો કાકા શું કરે?
* કકળાટ...

ગૃહયુદ્ધ કેટલો સમય ચાલે?
* ગિફ્ટ આપીને રિસાયેલી પત્નીને મનાવી ન લો ત્યાં સુધી...

વહુ ઘરમાં કંકુપગલે આવે તો વર?
* (લગ્ન પછી) બિલ્લી પગલે...

પત્નીની ફ્રેન્ડ બહુ ગમે છે...
* આગામી ગૃહ જંગની તૈયારી રાખો... 

પ્રિય સાસુ વિશે મારે મન કી બાત કહેવી છે.
* તમારા સસરાની સંમતિ લીધી?

હરિનો મારગ શૂરાનો છે. તો બીજો મારગ કોનો?
* બધી વાતે પૂરા હોય એનો...

રાવણ હયાત હોત તો કેટલા મત આપે?
* માંડ એકાદ...બાકીના નવના વોટિંગ ક્યારના થઈ ગયા હોય...!
 
જાનવર પ્રેમલગ્ન કરતાં હશે?
* ના, પશુ પ્રજા ‘લીવ ઈન’માં જ માને છે!