Fri Jun 19 2026

Logo

ફિફાની સૌપ્રથમ મૅચ મેક્સિકો રમ્યું, 1000મી મૅચ રમાશે મેક્સિકોમાં!

Monterey   2026-06-19 20:26:00
Author: Ajay Motiwala
Article Image

Chat GPT Generated Image


મૉન્ટેરી (મેક્સિકો): ફૂટબૉલનો સવા મહિનાનો વર્લ્ડ કપ વિશ્વના કરોડો લોકો માટે બહુ મોટો અવસર છે અને એમાં પણ રવિવાર, 21મી જૂનનો દિવસ આ ટૂર્નામેન્ટના આયોજક ફેડરેશન ઇન્ટરનૅશનલ દ ફૂટબૉલ અસોસિયેશન (FIFA) માટે યાદગાર કહેવાશે, કારણકે એ દિવસે 96 વર્ષ જૂની આ ટૂર્નામેન્ટની 1,000મી મૅચ રમાશે.

ભારતીય સમય અનુસાર રવિવારે સવારે 9.30 વાગ્યે મેક્સિકોના મૉન્ટેરીમાં જાપાન (Japan) અને ટ્યૂનિશિયા (Tunisia) વચ્ચે જે મુકાબલો થશે એ ફિફાના વર્લ્ડ કપ ઇતિહાસની 1,000મી મૅચ કહેવાશે. નવાઈની વાત એ છે કે 1930માં દક્ષિણ અમેરિકાના ઉરુગ્વે દેશમાં સૌપ્રથમ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ યોજાઈ હતી અને ત્યારે 13મી જુલાઈએ ફ્રાન્સ અને મેક્સિકો વચ્ચે મૅચ રમાઈ હતી જે ફ્રાન્સે 4-1થી જીતી લીધી હતી.

નવાઈની વાત એ છે કે વિશ્વ કપની સૌપ્રથમ અને હવે રવિવારે રમાનારી 1,000મી મૅચ સાથે મેક્સિકોનું જબરું કનેક્શન છે. 1930ની ઐતિહાસિક પ્રથમ મૅચમાં પરાજિત થનાર મેક્સિકોને યોગાનુયોગ આ વખતે વર્લ્ડ કપનું યજમાન બનવા મળ્યું અને 1,000મી મૅચ એને ત્યાં જ રમાવાની છે. 1930ના પ્રથમ વર્લ્ડ કપમાં કુલ 13 દેશની ટીમે ભાગ લીધો હતો, જ્યારે આ વખતે 48 દેશની ટીમ ભાગ લઈ રહી છે.

1,000મી મૅચ માટે ફિફાએ કેટલીક ખાસ બાબતો નક્કી કરી છે. આ મૅચના મુખ્ય રેફરી રોમાનિયાના ઇસ્તવાન કૉવાક્સ અને તેમના સાથીઓ સુવર્ણ કિટમાં જોવા મળશે.