Fri May 22 2026

Logo

આકાશમાં જ લંચ, ડિનર અને ઊંઘ! વિજ્ઞાનના તમામ નિયમો તોડીને 10 મહિના સુધી નોન-સ્ટોપ ઉડતા પક્ષી વિશે જાણો છો?

2026-05-22 17:17:32
Author: Darshana Visaria
Article Image

કુદરતે આ ધરતી પર એવા અદભુત અને અકલ્પનીય જીવોનું સર્જન કર્યું છે, જેમના વિશે જાણીને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે પક્ષીઓ થોડો સમય હવામાં ઉડ્યા પછી થાકીને ઝાડની ડાળી પર અથવા જમીન પર આરામ કરવા બેસી જતા હોય છે. પરંતુ ન્યૂઝ૧૮ (News18) ના એક રોચક અહેવાલ અનુસાર, દુનિયામાં એક એવું અદ્ભુત પક્ષી પણ છે જે જમીન પર પગ મૂક્યા વિના સતત ૧૦ મહિના સુધી હવામાં ઉડી શકે છે!

અમે અહીં જે આ અદ્ભુત પક્ષીની વાત કરી રહ્યા છીએ એનું નામ છે 'કોમન સ્વિફ્ટ' (Common Swift). દેખાવમાં તો આ પક્ષી ખૂબ જ નાનું હોય છે, પરંતુ વાત કરીએ તેની ઉડવાની ક્ષમતા અને સ્ટેમિના દુનિયાના તમામ પક્ષીઓ કરતાં સાવ અલગ છે. વૈજ્ઞાનિકોના મતે, આ પક્ષી પોતાના જીવનનો લગભગ 90 ટકાથી વધુ સમય માત્ર હવામાં ઉડીને જ વિતાવે છે.

તમને જાણની નવાઈ લાગશે કે આ કોમન સ્વિફ્ટ સતત 10 મહિના સુધી નોન-સ્ટોપ ફ્લાઇટ એટલે કે ઊડી શકે છે. કોમન સ્વિફ્ટ પક્ષી જ્યારે એકવાર ઉડવાનું શરૂ કરે છે, ત્યારે તે સતત 10 મહિના સુધી જમીન, ઝાડ કે પાણી પર ક્યાંય પણ ઉતરતું નથી. તે દક્ષિણ આફ્રિકાથી યુરોપ સુધી હજારો કિલોમીટરની સફર કોઈપણ વિરામ વિના હવામાં જ પૂરી કરે છે.

આઈ નો આઈ નો હવે તમને સવાલ એ થઈ રહ્યો હશે કે જો આ પક્ષી 10 મહિના સુધી પક્ષી ઊંઘ્યા વગર કેવી રીતે રહી શકે? વૈજ્ઞાનિકોના સંશોધનમાં બહાર આવ્યું છે કે આ પક્ષી ઉડતી વખતે જ હવામાં નાની-નાની ઊંઘ લઈ લે છે. ઉડતી વખતે તેમનું અડધું મગજ જાગતું રહે છે જે સંતુલન જાળવે છે, જ્યારે અડધું મગજ આરામ કરે છે.

કોમન સ્વીફ્ટ નામનું પક્ષીઓ હવામાં ઉડતાં ઉડતાં જ નાના-નાના જીવજંતુઓ અને મચ્છરોનો શિકાર કરીને પોતાનું પેટ ભરે છે. એટલું જ નહીં, વરસાદના ટીપાં અથવા જળાશયોની સપાટી પરથી ઉડતા-ઉડતા જ પાણી પી લે છે.

કોમન સ્વિફ્ટ પક્ષીઓ આખા વર્ષમાં માત્ર બે મહિના માટે જ જમીન પર અથવા ઊંચા ખડકો પર ઉતરે છે. આ સમયગાળો તેમનો પ્રજનન કાળ હોય છે. તેઓ માત્ર ઈંડા મૂકવા અને પોતાના બચ્ચાંઓને ઉછેરવા માટે જ માળો બનાવે છે. જેવું બચ્ચા ઉડતા શીખી જાય, કે તરત જ આ પક્ષીઓ ફરીથી આકાશ તરફ પ્રયાણ કરે છે અને આગામી 10 મહિના સુધી અદ્રશ્ય થઈ જાય છે.

છે ને એકદમ કામની અને અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો...