આજના ડિજિટલ યુગમાં નેટ બેંકિંગ, યુપી અને મોબાઈલ બેંકિંગના કારણે મોટાભાગના નાણાકીય વ્યવહારો ઘરેબેઠાં થઈ જાય છે. તેમ છતાં, કેશ ડિપોઝિટ, ડીડી (DD), ચેક ક્લિયરન્સ કે કેવાયસી (KYC) જેવા મહત્વના કામકાજ માટે બેંક શાખાની મુલાકાત લેવી અનિવાર્ય બને છે. જો તમે આવતા મહિને એટલે કે સપ્ટેમ્બર ૨૦૨૬ માં બેંક સંબંધિત કોઈ કામનું આયોજન કરી રહ્યા હોવ, તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના કેલેન્ડર મુજબ તહેવારો અને રવિવાર/શનિવારની રજાઓની સંપૂર્ણ યાદી તપાસી લેવી જરૂરી છે.
સપ્ટેમ્બરમાં કઈ તારીખે ક્યાં બેંકો બંધ રહેશે?
ચોથી સપ્ટેમ્બર: જન્માષ્ટમી (વૈષ્ણવ) / કૃષ્ણ જયંતીના પાવન અવસર પર અમદાવાદ, ભોપાલ, જયપુર, લખનઉ, પટના, રાયપુર, ચંદીગઢ, ચેન્નાઈ, હૈદરાબાદ સહિત દેશના મોટાભાગના શહેરોમાં બેંકો બંધ રહેશે.
છઠ્ઠી સપ્ટેમ્બર: રવિવાર હોવાથી સાપ્તાહિક રજા - દેશભરની તમામ બેંકો બંધ રહેશે.
12મી સપ્ટેમ્બર: બીજો શનિવાર હોવાથી દેશભરની તમામ બેંકોમાં રજા રહેશે
13મી સપ્ટેમ્બર: રવિવારની રજાને કારણે દેશભરની તમામ બેંકોમાં રજા રહેશે.
14મી સપ્ટેમ્બર: ગણેશ ચતુર્થી / વિનાયક ચતુર્થી / હરતાલિકા તીજ નિમિત્તે મુંબઈ, બેલાપુર, નાગપુર, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ અને પણજીમાં બેંકોમાં રજા રહેશે.
15મી સપ્ટેમ્બર: સંવત્સરી અને ગણેશ ઉત્સવ બીજો દિવસ હોવાથી અમદાવાદ, ભુવનેશ્વર અને પણજીમાં બેંકો બંધ રહેશે.
20મી સપ્ટેમ્બર: રવિવારની સાપ્તાહિક રજાને કારણે દેશભરની તમામ બેંકો બંધ.
21મી સપ્ટેમ્બર: શ્રીમંત શંકરદેવ જન્મજયંતી / શ્રી નારાયણ ગુરુ સમાધિ દિન નિમિત્તે ગુવાહાટી, કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.
22મી સપ્ટેમ્બર: કરમા પૂજા નિમિત્તે રાંચીમાં બેંક અવકાશ રહેશે.
23મી સપ્ટેમ્બર: મહારાજા હરિ સિંહ જી જન્મજયંતી નિમિત્તે જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
25મી સપ્ટેમ્બર: ઇન્દ્ર જાત્રા પર્વ નિમિત્તે ગંગટોકમાં રજા રહેશે.
26મી સપ્ટેમ્બર: ચોથો શનિવાર હોવાથી દેશભરની તમામ બેંકોમાં રજા રહેશે.
27મી સપ્ટેમ્બર: રવિવારના રોજ દેશભરની તમામ બેંકો બંધ રહેશે.
ઓનલાઈન અને એટીએમ સેવાઓ ચાલુ રહેશે:
બેંક શાખાઓ ભૌતિક રીતે બંધ હોવા છતાં, ગ્રાહકો માટે એટીએમ (ATM), યુપીઆઈ (UPI), મોબાઈલ બેંકિંગ અને નેટ બેંકિંગ સેવાઓ 24 કલાક અવિરતપણે ચાલુ રહેશે. તેથી નાણાં ટ્રાન્સફર કરવા કે ઓનલાઈન પેમેન્ટ કરવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં.