Sun Aug 23 2026

Logo

બ્રિટની સ્પીયર્સની મુશ્કેલી વધી: દારૂ પીને ગાડી ચલાવવાનો ગુનો કબૂલ્યો, કોર્ટે સંભળાવી આ સજા

Washington DC   2026-05-12 14:06:00
Author: Mayur Patel
Article Image

વોશિંગ્ટન ડીસીઃ પ્રિંસેસ ઑફ પૉપ ગણાતી અમેરિકન સિંગર-પરફોર્મર બ્રિટની સ્પીયર્સ ફરી એક વખત વિવાદમાં આવી છે. સાઉથ કેલિફોર્નિયામાં દારૂ પીને ગાડી ચલાવવાના ગંભીર  આરોપનો તેણે ગુનો કબૂલ કરી લીધો હતો. જે બાદ સિંગરને 12 મહિનાનું પ્રોબેશન અને એક દિવસની જેલની સજા સંભળાવી હતી.

કોર્ટે સજાની સાથે આપ્યો આદેશ

બ્રિટની સ્પીયર્સના વકીલે જણાવ્યું કે, વેંચુરા કાઉંટી સુપીરિયર કોર્ટેમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. સ્પીયર્સ સુનાવણી દરમિયાન હાજર નહોતી રહી, તેના તરફથી વકીલ હાજર રહ્યા હતા. વેંચુરા કાઉન્ટી કમિશનર મૈથ્યૂ નેમરસને બ્રિટની સ્પીયર્સને 12 મહિના 12 પ્રોબેશન અને એક દિવસની જેલની સજા સંભળાવી હતી.

આ ઉપરાંત દંડ ભર્યા બાદ ત્રણ મહિનાની અંદર ડ્રાઈવિંગ અંડર ઈન્ફલુએંસ એજ્યુકેશન પ્રોગ્રામ પૂરો કરવાનો પણ આદેશ આપ્યો હતો. તેમજ વીકલી થેરેપી સેશનમાં ભાગ લેવા અને મહિના બાદ બે વખત મનોચિકિત્સકની મુલાકાત લેવાનો પણ આદેશ આપ્યો હતો. માર્ચમાં તેની ધરપકડ બાદ હવે દંડ વૂસલ્યા બાદ આ મામલો બંધ કરવામાં આવી શકે છે.

સ્પીયર્સે કેલિફોર્નિયા વ્હીકલ કોડ હેઠળ બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના ઓછા ગંભીર આરોપ, જેને સામાન્ય રીતે 'વેટ રેકલેસ' તરીકે ઓળખવામાં આવે છે, તેમાં પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. સુનાવણી બાદ સિંગરના વકીલે  જણાવ્યું હતું કે, કોઈપણ બાબત માટે કોઈને દોષિત ઠેરવવામાં આવે ત્યારે કોઈને ખુશી થતી હોય તેમ મને નથી લાગતું. 

જોકે, જો તેને ફરીથી રોકવામાં આવે, તો અધિકારીઓ તેમની ગાડીમાં ડ્રગ્સ અથવા દારૂ છે કે નહીં તેની તપાસ કરી શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે તેના પર દારૂ અને  ડ્રગ લઈને ગાડી ચલાવવાનો મામૂલી અપરાધનો આરોપ મૂકવામાં આવ્યો હતો.