દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
લિયોનેલ મેસી બાર્સેલોનામાં સૉકર ક્લબનો માલિક બની ગયો
આર્જેન્ટિનાનો સુપરસ્ટાર ફૂટબોલર અને 2022ના ફિફા વર્લ્ડ કપનો ચૅમ્પિયન કૅપ્ટન લિયોનેલ મેસી સ્પેનમાં બાર્સેલોનાની યુઇ કૉર્નેલા નામની 75 વર્ષ જૂની ફિફ્થ-ડિવિઝન ફૂટબૉલ ક્લબનો માલિક બની ગયો છે. 38 વર્ષનો મેસી બે મહિના પછી રમાનારા ફિફા વર્લ્ડ કપમાં રમવા મક્કમ છે અને આર્જેન્ટિનાને ટાઇટલ જાળવી રાખવામાં મદદરૂપ થવા માગે છે.
જય શાહ યંગ ગ્લોબલ લીડર્સ ક્લાસની યાદીમાં સામેલ
વર્લ્ડ ઇકૉનોમિક ફૉરમે આઇસીસીના અધ્યક્ષ જય શાહના નામનો સમાવેશ `યંગ ગ્લોબલ લીડર્સ ક્લાસ ઑફ 2026'ની યાદીમાં કર્યો છે. ભારત માટે આ મોટું ગૌરવ છે. બીસીસીઆઇના યંગેસ્ટ સેક્રેટરી તરીકેની ફરજ નિભાવી ચૂકેલા જય શાહે વૈશ્વિક ક્રિકેટને નવો ઓપ આપવામાં તેમ જ આઇપીએલના કાર્યભારમાં, મહિલા ક્રિકેટના વિકાસમાં તેમ જ મીડિયા રાઇટ્સના તોતિંગ કરારો કરવામાં જે અપ્રતિમ ભૂમિકા ભજવી છે એ બદલ તેમનો ગ્લોબલ લીડર્સમાં સમાવેશ કરાયો છે. 2028ની ઑલિમ્પિક્સમાં ક્રિકેટને સમાવવામાં પણ જય શાહે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

ભાવનગરની ખાનગી હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ: દર્દીઓને સલામત રીતે અન્ય હોસ્પિટલમાં ખસેડાયા
શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ આલેખ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આગ લાગતા આગનો ધુમાડો ઉપર આવેલ હોસ્પિટલમાં ફેલાતા ફાયર બ્રિગેડના સ્ટાફે હોસ્પિટલના દર્દીઓને સલામત રીતે બહાર કાઢી બીજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આલેખ કોમ્પલેક્ષ ના બેજમેન્ટમાં આગ લાગતા આગનો ધુમાડો ઉપર આવેલ સદવિચાર હોસ્પિટલમાં ફેલાયો હતો. આ બનાવથી ભારે અપડા તપડી મચી ગઈ હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને મળતા તુરત જ ફાયર બ્રિગેડ નો સ્ટાફ ઘટતા સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગનો ધુમાડો સદવિચાર હોસ્પિટલમાં ફેલાતા ફાયર બ્રિગેડ ના સ્ટાફે દર્દીઓને સલામત રીતે બહાર કાઢી અન્ય હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.
વૉટ અ કૅચ! શ્રેયસે અફલાતૂન કૅચ ઝીલીને હાર્દિકને પાછો મોકલ્યો
વાનખેડેમાં મુંબઈની ટીમ 200 રનના ટોટલની દિશામાં જઈ રહી હતી ત્યારે પંજાબના કૅપ્ટન શ્રેયસ ઐયરે અફલાતૂન ફીલ્ડિંગ બતાવી હતી. તેણે અદ્ભુત કૅચ ઝીલ્યો હતો. હાર્દિકના વન-હૅન્ડેડ શૉટમાં બૉલ બાઉન્ડરી લાઇનને પાર જઈ રહ્યો હતો ત્યારે બાઉન્ડરી પાસે ઊભેલા શ્રેયસે પાછળની તરફ ઊંચી છલાંગ લગાવીને બૉલ ઝીલી લીધો હતો અને પોતે હવામાં હતો ત્યારે જ સમય સૂચકતાથી બૉલને નજીક ઊભેલા ફીલ્ડર બાર્ટલેટ તરફ ફેંક્યો હતો અને બાર્ટલેટે કૅચ ઝીલી લીધો હતો. ધમાકેદાર બૅટિંગ કરવાના મૂડમાં રમવા આવેલા હાર્દિકની ઇનિંગ્સ 14 રન પર જ સમેટાઈ ગઈ હતી. એ પહેલાં, ક્વિન્ટન આ વખતની આઇપીએલનો (સૅમસન પછીનો) બીજો સેન્ચુરિયન બન્યો હતો.
.
મુંબઈએ શરૂઆતમાં જ રિકલ્ટન-સૂર્યા ગુમાવ્યા, અર્શદીપની વિકેટ નંબર 100 અને 101
વાનખેડેમાં પંજાબના પેસ બોલર અર્શદીપ સિંહે મુંબઈની છાવણીમાં હાહાકાર મચાવી દીધો છે. અર્શદીપે પોતાની બીજી જ ઓવરના પહેલા બે બૉલમાં રાયન રિકલ્ટન (બે રન) અને સૂર્યકુમાર યાદવ (0)ની વિકેટ લીધી હતી. તેને હૅટ-ટ્રિક ચાન્સ હતો, પણ નમન ધીરે તેને સફળ નહોતો થવા દીધો. અર્શદીપે એ સાથે આઇપીએલમાં 100 વિકેટની સિદ્ધિ મેળવી છે. સૂર્યાની વિકેટ અર્શદીપની 101મી વિકેટ હતી. રોહિત આ મૅચમાં નથી રમી રહ્યો અને તેના સ્થાને ક્વિન્ટન ડિકૉકને મોકો મળ્યો છે. ચાર ઓવરને અંતે મુંબઈનો સ્કોર 2/25 હતો.

મહારાષ્ટ્ર વિધાન પરિષદની નવ સીટ માટે ચૂંટણી જાહેર
મહારાષ્ટ્રમાં ખાલી પડેલી વિધાન પરિષદની સીટ માટે આખરે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, જેને લઈ હવે મહારાષ્ટ્રનું રાજકારણ પર ગરમાશે. મહારાષ્ટ્રમાં નવ વિધાન પરિષદની સીટ માટે 12મી મેના મતદાન કરવામાં આવશે, જ્યારે એ જ દિવસે સાંજે મતગણતરી કરવામાં આવશે.
લોકસભામાં તમામ રાજ્યોની બેઠકોમાં 50 ટકાનો વધારો થશે
કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે લોકસભામાં જણાવ્યું હતું કે, સરકારનો હેતુ મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાનો છે. મેઘવાલે કહ્યું કે, તમામ રાજ્યોની બેઠકોમાં 50 ટકાનો વધારો કરવામાં આવશે. લોકસભાની કુલ બેઠકો 815 થશે, જેમાંથી 272 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.
વિપક્ષની મંજૂરી બાદ થયેલા મતદાનમાં બિલની તરફેણમાં 207 મત
સંસદમાં આજે બિલોને પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા દરમિયાન ભારે રસાકસી જોવા મળી હતી. શરૂઆતમાં આ બિલોને ધ્વનિ મત દ્વારા પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ વિપક્ષી સભ્યોએ તેનો સખત વિરોધ કર્યો હતો અને પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે વિધિવત મતદાનની માંગ કરી હતી. વિપક્ષની માંગને ગ્રાહ્ય રાખતા સ્પીકરે મતદાનની મંજૂરી આપી હતી. મતદાનમાં બિલની તરફેણમાં 207 મત અને વિરોધમાં 126 મત પડ્યા હતા.
મહિલા સશક્તિકરણ પર પીએમ મોદીની સોશિયલ મીડિયા પોસ્ટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, આજે સંસદના વિશેષ સત્રમાં દેશ મહિલા સશક્તિકરણની દિશામાં એક ઐતિહાસિક પગલું ભરવા જઈ રહ્યો છે. જે આપણી માતા, બહેનોનું સન્માન છે, દેશનું સન્માન છે. આ ભાવના સાથે ભારત આ દિશામાં દ્રઢતાથી આગળ વધી રહ્યો છે.
સરકાર સંસદના વિશેષ સત્રમાં મહિલા અનામત સહિત ત્રણ મહત્વના બિલો રજૂ કરશે
સંસદના બજેટ સત્રના વિશેષ સત્રના પ્રથમ દિવસે આજે સરકાર મહિલા અનામતને 2029ની લોકસભા ચૂંટણીથી અસરકારક રીતે લાગુ કરવા અને મતવિસ્તારોના સીમાંકન સંબંધિત ત્રણ મુખ્ય વિધેયકો રજૂ કરશે. જેમાં બંધારણ વિધેયક, 2026, સીમાંકન વિધેયક, 2026 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારો) વિધેયક, 2026નો સમાવેશ થાય છે.