Wed May 13 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ :12 May 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-05-12 08:16:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-05-12 22:17:35

અમદાવાદમાં હૈદરાબાદના ટૉપ-ઑર્ડરનો રકાસ

ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં પાંચ વિકેટે 168 રન કર્યા પછી હૈદરાબાદનું ટાંય ટાંય ફિસ થઈ રહ્યું છે, કારણકે એણે છ ઓવરની અંદર ફક્ત 34 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી છે. સિરાજે હૈદરાબાદને ટ્રૅવિસ હેડ (0)ની વિકેટ અપાવી ત્યાર પછી કૅગિસો રબાડા ત્રાટક્યો હતો અને તેણે ત્રણ ઓવરમાં અભિષેક શર્મા (છ રન), વિકેટકીપર ઇશાન કિશન (11 રન) અને રવિચન્દ્રન સ્મરણ (નવ રન)ને આઉટ કર્યા હતા. આઠમી ઓવરમાં હૈદરાબાદનો સ્કોર 4/44 હતો.

2026-05-12 21:38:44

ગુજરાત સામે હૈદરાબાદને મળ્યો 169 રનનો સાધારણ લક્ષ્યાંક

અમદાવાદમાં હૈદરાબાદે બૅટિંગ આપ્યા બાદ ગુજરાતે ખૂબ નબળી શરૂઆત કર્યા બાદ અને પહેલી 5.1 ઓવરમાં માંડ 26 રન બનાવીને બે વિકેટ ગુમાવનાર ગુજરાતે 20 ઓવરમાં પાંચ વિકેટે 168 રન બનાવ્યા છે અને બૅટિંગના પાવરહાઉસ તરીકે જાણીતી હૈદરાબાદની ટીમને જીતવા માત્ર 169 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઓપનર સાઇ સુદર્શન (61 રન, 44 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) પછી વૉશિંગ્ટન સુંદરે (50 રન, 33 બૉલ, એક સિક્સર, સાત ફોર) પણ હાફ સેન્ચુરી ફટકારી હતી. જોકે કૅપ્ટન ગિલ (પાંચ રન) અને વિકેટકીપર બટલર (સાત રન) સિવાય બીજો કોઈ બૅટ્સમૅન પચીસ રન પણ ન કરી શક્યો હોવાથી હૈદરાબાદને 169 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો છે. હૈદરાબાદના પ્રફુલ્લ હિન્ગે અને સાકિબ હુસૈને બે-બે વિકેટ લીધી હતી. ગુજરાતના ખેલાડીઓ લેવેન્ડર કલરના પેન્ટ અને ટી શર્ટ પહેરીને રમ્યા હતા.

2026-05-12 21:36:41

હોર્મુઝ સ્ટ્રેટ બન્યું યુદ્ધ ઝોન, ઈરાને વધાર્યો ઓપરેશનલ ઝોનનો વિસ્તાર

મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. જેમાં ઈરાન સૈન્યના દાવાએ  સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. ઈરાન સૈન્યના દાવા મુજબ  હોર્મુઝ સ્ટ્રેટ હવે 500 કિલોમીટરનો ઓપરેશનલ ઝોન બની ગયો છે. તેમજ આ માત્ર સુરક્ષા વ્યુહરચના નથી પરંતુ ઈરાનની નૌ સેનાની રણનીતિનો હિસ્સો છે.

2026-05-12 21:17:58

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ઇરાને કુવૈત પર હુમલાની તૈયારી કરી હોવાનો  દાવો

મિડલ ઈસ્ટમાં વધી રહેલી યુદ્ધની સંભાવનાઓ વચ્ચે કુવૈતે ઈરાન પર ગંભીર આરોપો લગાવ્યા છે. જેમાં  કુવૈતે દાવો કર્યો છે કે ઈરાને દેશના વ્યૂહાત્મક બુબિયાન ટાપુ પર હુમલો કરવા માટે રિવોલ્યુશનરી ગાર્ડ્સની એક ટીમ મોકલી હતી. જોકે ઈરાને આ મુદ્દે કોઇ પ્રતિક્રિયા નથી આપી.

2026-05-12 19:43:15

ચેન્નાઈથી અબુ ધાબી જતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા રદ,તમામ યાત્રીઓ સુરક્ષિત

ભારતમાં ચેન્નાઈથી અબુ ધાબી જતી ફ્લાઇટમાં ટેકઓફ પહેલાં જ ટેકનિકલ ખામી સર્જાઇ હતી. જેના લીધે ફલાઇટનું ઉડાન  રદ કરવામાં આવ્યું હતું. તેમજ ફલાઇટમાં સવાર 280 યાત્રીઓને સલામત રીતે ઉતારવામાં આવ્યા હતા.

2026-05-12 19:33:42

પીએમ મોદીની અપીલને આચાર્ય દેવવ્રતે અપનાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચતની અપીલને સ્વીકારીને ગુજરાતના રાજ્યપાલ રાજ્યપાલે પોતાના પ્રવાસ દરમિયાન હેલિકોપ્ટર કે વિમાન સેવાના બદલે એસટી બસ અને ટ્રેનમાં મુસાફરી કરવાનો નિર્ણય લીધો છે. વધુમાં, તેમણે સાયકલ અને ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) વાપરવા અંગે લોકોને અપીલ કરી છે. તેમના પ્રવાસ દરમિયાન હવે કાફલામાં પણ ન્યૂનતમ ગાડીઓ જોવા મળશે, જે સાદગી અને ઉર્જા સંરક્ષણનો મોટો સંદેશ આપે છે.

2026-05-12 19:20:45

હૈદરાબાદે ટૉસ જીત્યો, ગુજરાતની પ્રથમ બૅટિંગ

અમદાવાદમાં હૈદરાબાદના સુકાની પૅટ કમિન્સે ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનું નક્કી કર્યું છે. બન્નેની ટીમમાં કોઈ જ ફેરફાર નથી કરાયો. આ મૅચ જીતનારી ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં બેંગ્લૂરુના સ્થાને અવ્વલ થઈ જશે. ગુજરાતની ટીમઃ ગિલ (કૅપ્ટન), સુદર્શન, બટલર (વિકેટકીપર), સુંદર, હોલ્ડર, નિશાંત સિંધુ, તેવાટિયા, રાશીદ ખાન, અર્શદ, રબાડા અને સિરાજ. ઇમ્પૅક્ટ પ્લેયરઃ ક્રિષ્ના, સાઇ કિશોર, અનુજ રાવત, કુશાગ્રા અને ગ્લેન ફિલિપ્સ. હૈદરાબાદની ટીમઃ કમિન્સ (કૅપ્ટન), અભિષેક, કિશન (વિકેટકીપર), ક્લાસેન, નીતીશ રેડ્ડી, આર. સ્મરણ, સલિલ અરોરા, શિવાંગ કુમાર, પ્રફુલ્લ હિન્ગે, એશાન મલિન્ગા અને સાકિબ હુસૈન. ઇમ્પૅક્ટ પ્લેયરઃ ટ્રૅવિસ, લિવિંગસ્ટન, અનિકેત, હર્ષલ પટેલ અને હર્ષ દુબે.

2026-05-12 18:51:34

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું ભાજપ દેશની વાસ્તવિક સ્થિતી અને અર્થતંત્રની હાલત છુપાવી રહ્યું છે

પીએમ મોદીની ઇંધણ બચાવવાની અને સોનું નહિ ખરીદવાની  સલાહ બાદ રાજકારણ ગરમાયું છે. જેમાં હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ મુદ્દે આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપ સરકાર દેશની અસલી સ્થિતી અને અર્થતંત્રની હાલત  દેશભકિતની આડમાં છુપાવી રહ્યા છે.

2026-05-12 18:04:06

સોશિયલ મીડિયામાં લીક થયેલા ખાનગી ફોટો-વિડીયો બે કલાકમાં ડિલીટ કરાશે

કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  ઇન્સ્ટાગ્રામ, ટ્યુબ, એક્સ, ફેસબુક પર લીક થયેલા ખાનગી ફોટો અને વિડીયો અંગે કડક નિર્દેશ જાહેર કર્યા છે. જેમાં હવે આવા ફોટા અને વિડીયો બે કલાક ડિલીટ કરવા પડશે. આ અંગે સરકારે આ પ્લેટફોર્મ  આદેશ આપ્યા છે. જેના થકી સરકારે આઇટી નિયમોને વધુ કડક બનાવ્યા છે.

2026-05-12 17:23:44

દેશમાં મિડલ ઈસ્ટ તણાવની અસર, મોંધવારીમાં વધારો

મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવની અસર દેશના અર્થતંત્રમાં પણ જોવા મળી છે. જેમાં એપ્રિલ માસમાં છૂટક ફુગાવામાં 0.08 ટકાનો વધારો જોવા મળ્યો છે.

2026-05-12 16:37:54

1 જૂનથી ગુજરાતમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો આરંભ થશે

ગુજરાતમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં 'ઘરયાદી અને મકાનોની ગણતરી' (HLO) તા. 1 જૂન, 2026 થી 30 જૂન, 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. આ તબક્કા દરમિયાન આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો સહિત કુલ 34 પ્રશ્નો પૂછવામાં આવશે. બીજા તબક્કામાં 'વસ્તીની ગણતરી' (PE) તા. 9 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન કરવામાં આવશે. આ બીજા તબક્કા દરમિયાન જ જાતિ ગણતરીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે.

2026-05-12 16:37:23

NEET એક્ઝામ રદ થવાથી  વિપક્ષ આક્રમક, કહ્યું યુવાનોના ભવિષ્ય સાથે રમત

નીટ-2026 એક્ઝામ  રદ કરવામાં આવી છે. પેપર લીકથી ઉભા થયેલા વિવાદ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ મોટો નિર્ણય લઇને પરીક્ષા રદ કરી છે. એનટીએએ કહ્યું કે તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે. તેમજ  નવી તારીખોની જાહેરાત વહેલી તકે કરવામાં આવશે. તેમજ નીટ પરીક્ષા રદ્દ થયા બાદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી હતી. તેમજ કહ્યું હતું કે આ યુવાનોના ભવિષ્ય સાથે રમત રમવામાં આવી રહી છે.

2026-05-12 16:02:55

દેશમાં વૃદ્ધોને અપાતું પેન્શન વર્ષ 2012થી યથાવત, મંત્રાલયના અહેવાલમાં ઘટસ્ફોટ

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયના મૂલ્યાંકનમાં મહત્વની વિગત પ્રકાશમાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ વૃદ્ધોને આપવામાં આવતું માસિક પેન્શન ખૂબ જ ઓછું છે. જેનું મુખ્ય કારણ મોંધવારી અને ફુગાવો છે. હાલમાં આ પેન્શન રૂપિયા 200 થી 500 ની વચ્ચે છે જે વર્ષ 2012થી વધારવામાં નથી આવ્યું.

2026-05-12 15:18:06

દેશમાં દરરોજ 54,000 ટન એલપીજીનું ઉત્પાદન, પૂરતો જથ્થો ઉપલબ્ધ

પીએમ મોદી ઇંધણની બચત કરવાની  અપીલ બાદ ઇંધણના પુરવઠા અંગે લોકોની ચિંતામાં વધારો થયો છે. જેના પગલે પેટ્રોલિયમ મંત્રાલય બાદ હવે  કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ લોકોને આશ્વાસન આપ્યું છે કે દેશમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમજ હાલમાં દરરોજ 54,000 ટન એલપીજીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

2026-05-12 12:42:20

NEET-UG 2026ની પરીક્ષા રદ્દ

3 મેનાં રોજ લેવામાં આવેલી NEET-UG 2026ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.  પેપર લીકની ઘટના બાદ NTA દ્વારા આ નિર્ણયલેવામાં આવ્યો છે. CBI  પેપર લીક કેસની તપાસ કરશે.

2026-05-12 12:23:47

કાકરાપાર ડેમમાં ડૂબવાથી ચાર મિત્રોના મોત

સુરતના માંડવીથી હૃદયદ્રાવક સમાચાર આવ્યા સામે છે. કાકરાપાર ડેમમાં ડૂબી જવાથી ચાર મિત્રના મોત થયા છે. એકને બચાવવા અન્ય ત્રણ પણ પાણીમાં કુદ્યા હતા.

2026-05-12 11:36:40

મેટા 8,000 કર્મચારીઓની છટણી કરવાની તૈયારીમાં!

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટથી વૈશ્વિક સ્તરે ભૂ-રાજકીય તણાવ વધ્યો છે. દરમિયાન, વૈશ્વિક ટેક જગતમાં Al ને કારણે નોકરીઓ ગુમાવવાની શરૂઆત થઈ ગઈ છે. ફેસબુકની પેરેન્ટ કંપની, મેટા 8000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે.

2026-05-12 10:47:08

લકઝરી બસે કેળા ભરેલી ટ્રકને ટક્કર મારતા બે લોકોનાં મોત

મહેસાણા-રાજસ્થાન હાઈવે પર મોટી દાઉ ગામ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રોંગ સઈડથી આવતી એક લકઝરી બસે કેળા ભરેલી ટ્રકને જોરદાર ટક્કર મારતા બે લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 13 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.

2026-05-12 10:04:07

સપા સાંસદ અજેન્દ્ર સિંહ લોધી સામે PM મોદી પર ટિપ્પણી કરવા બદલ ગુનો નોંધાયો

સમાજવાદી પાર્ટીના સાંસદ અજેન્દ્ર સિંહ લોધી સામે PM મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ગુનો નોંધાયો હતો. ભાજપના કાર્યકરો અને સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધાવ્યા બાદ પોલીસ દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

2026-05-12 08:53:47

તમિલનાડુના CM વિજયનો મોટો આદેશ

તમિલનાડુના મુખ્ય પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ વિજય એકશન મોડમાં આવ્યા છે અને એક બાદ એક મોટા નિર્ણય લેવા લાગ્યા છે. તેમણે મંદિરો, શિક્ષણ સંસ્થા અને બસ સ્ટેન્ડની નજીક આવેલી 717 દારૂની દુકાનો બંધ કરવા આદેશ આપ્યો છે.

2026-05-12 08:17:24

મધ્યસ્થીના નામે પાકિસ્તાને અમેરિકા સાથે કર્યું ચીટિંગ

પાકિસ્તાન સતત ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોમાં વ્યસ્ત છે. આ દરમિયાન ખુલાસો થયો છે કે બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન પાકિસ્તાને પાછલા દરવાજેથી ઈરાનને મદદ કરી હતી. પાકિસ્તાને ગુપ્ત રીતે ઈરાનના સૈન્ય વિમાનોને પોતાના એક એરબેઝ પર રોકાવાની મંજૂરી આપી હતી. સૂત્રોના હવાલાથી આ દાવો કરવામાં આવ્યો છે.