Fri Sep 04 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 02 sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-09-02 07:30:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 02 sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-09-02 21:17:58

તમિલનાડુમાં સરકારે મંદિરોમાં સ્માર્ટફોન લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો

તમિલનાડુમાં થલાપતિ વિજય સરકારે રાજ્યના મંદિરોમાં સ્માર્ટફોન લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. જે મુજબ હવે મંદિરમાં પ્રવેશતા પહેલા તમારે તમારો સ્માર્ટફોન બહાર જમા કરાવવો પડશે. જેના માટે  નાણાં  ચૂકવવા પડશે.

2026-09-02 20:10:25

2027માં મહિલાઓની પ્રથમ ચૅમ્પિયન્સ ટ્રોફી ભારતમાં રમાશે

2027માં મહિલાઓ માટેની સૌપ્રથમ ચૅમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટ ભારતમાં રમાશે. અગાઉ શ્રીલંકાને આ સ્પર્ધાનું યજમાનપદ અપાયું હતું, પરંતુ ક્રિકેટ બોર્ડના કારભારમાં સરકારના હસ્તક્ષેપને કારણે આઇસીસીએ એની પાસેથી યજમાનપદ પાછું લઈને ભારતને આપ્યું છે. ભારતમાં કુલ છ દેશ વચ્ચે રમાનારી એ ટી-20 ટૂર્નામેન્ટ 14-28 ફેબ્રુઆરી દરમ્યાન રમાશે. એની મૅચો મુંબઈના બ્રેબર્ન સ્ટેડિયમમાં તેમ જ વડોદરામાં રમાશે.

2026-09-02 20:02:52

રાહુલ ગાંધી થલાપતિ વિજયને પીએમ બનાવશે, ટીવીકેના ધારાસભ્યનો દાવો

વર્ષ 2029ની લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન પદના ચહેરા મુદ્દે અત્યારથી જ રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં કોંગ્રેસ અને તમિલનાડુમાં સત્તાધારી પાર્ટી ટીવીકે વચ્ચે ચર્ચા ઉગ્ર બની છે. જેમાં વીકેના ધારાસભ્ય કનિમોઝી સંતોષે કહ્યું છે કે થલાપતિ વિજય દેશના આગામી વડાપ્રધાન પદના ઉમેદવાર હશે.

2026-09-02 18:42:00

નેપાળના વડાપ્રધાન બાલેન શાહ ભાવુક થયા, ભારત અને ચીનનો આભાર માન્યો

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધી 1127 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ 4000 થી વધુ લોકો ગુમ છે. જેમની શોધખોળ કરવામાં આવી રહી છે. જ્યારે નેપાળના વડાપ્રધાન બાલેન શાહ સંસદમાં નિવેદન સમયે ભાવુક થયા હતા. તેમણે આ મુશ્કેલ ધડીમાં મદદ કરવા બદલ ભારત અને ચીનનો આભાર માન્યો હતો.

2026-09-02 17:49:52

મુંબઈમાં 3 સપ્ટેમ્બરે યોજાશે વાઇબ્રન્ટ ગુજરાત- 2027 નો રોડ શો

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)2027 માટે નવી દિલ્હીમાં યોજાયેલા સફળ કર્ટન રેઝર બાદ ગુજરાત સરકાર દ્વારા 3 સપ્ટેમ્બર 2026ના રોજ મુંબઈના કોલાબા સ્થિત 'ધ તાજ મહેલ પેલેસ' ખાતે એક રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ-શો VGGS 2027ના આયોજન પહેલા વૈશ્વિક રાજદ્વારી અને વ્યાપારી સમુદાય સાથે ગુજરાતના સંપર્ક અને સહયોગને વધુ મજબૂત બનાવશે.

2026-09-02 17:08:05

ભારતની આર્થિક સ્થિતી મજબૂત, જાપાને  ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કર્યું

ભારત માટે આર્થિક મોરચે સારા સમાચાર આવ્યા છે. જેમાં જાપાન ક્રેડિટ રેટિંગ એજન્સી (JCRA) એ ભારતનું સોવરેન રેટિંગ BBB+ થી અપગ્રેડ કરીને A-કર્યું છે. આ  એજન્સીએ આ પગલાના મુખ્ય કારણો તરીકે દેશની મજબૂત આર્થિક વૃદ્ધિ, મજબૂત ખાનગી વપરાશ અને જાહેર રોકાણનો ઉલ્લેખ કર્યો છે.

2026-09-02 16:31:58

રામ મંદિર ટ્રસ્ટના વહીવટી માળખામાં ફેરફાર,ત્રણ નવા ટ્રસ્ટીઓની નિમણૂક

અયોધ્યા રામમંદિર દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના વહીવટી માળખામાં બદલાવ કરવામાં આવી રહ્યા છે. જેમાં હવે રામ મંદિર ટ્રસ્ટમાં ત્રણ નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં દિલ્હીના મહેશ ભાગચંદકા અયોધ્યાના મદન મોહન પાંડે અને શિકોહાબાદના નિર્મલા યાદવને  ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

2026-09-02 15:38:49

નેપાળ જેવી જ આફતનો ભારત પર પણ ખતરો, 40 સ્થળો ભયજનક, 7 સૌથી વધુ ખતરનાક

નેપાળમાં 26 ઓગસ્ટના રોજ આવેલી કુદરતી હોનારત જેવું જોખમ ભારત પર પણ મંડરાઇ રહ્યું છે. આ અંગે એનડીઆરએફના જણાવ્યા અનુસાર દેશમાં 40  તળાવો પર ખતરો મંડરાઈ રહ્યો છે. જેમાંથી 7 તળાવો જે નેપાળ તિબેટ સરહદે આવેલા સાત ભારતીયો તળાવો ભયજનક છે. જે કોઇ પણ ક્ષણે માનવ જીવન માટે ખતરો બની શકે તેમ છે.

2026-09-02 08:42:00

નેપાળમાં મૃત્યુઆંક 1093 પર પહોંચ્યો

નેપાળ હોનારતમાં મૃત્યુઆંક વધીને 1093 પર પહોંચ્યો છે. આશરે 4500થી વધારે લોકો ગુમ છે. અત્યાર સુધીમાં 12 હજારથી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

2026-09-02 08:03:19

ગુજરાતમાં સપ્ટેમ્બરમાં પણ સામાન્યથી ઓછો વરસાદની શક્યતા

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્યથી ઓછો વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દિવસ અને રાત્રીનું તાપમાન પણ વધુ રહેશે તેમ જણાવ્યું છે