Tue Sep 08 2026

Logo

વાવ-થરાદ, સુરેન્દ્રનગર, દાહોદ સહિતના જિલ્લાઓ માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા

2026-04-09 20:37:00
Author: Devayat Khatana
વાવ-થરાદ, સુરેન્દ્રનગર, દાહોદ સહિતના જિલ્લાઓ માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ
: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે વાવ-થરાદ, અરવલ્લી, દાહોદ તેમજ વડોદરા જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ માટે ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી. આ સાથે જ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા માટે પણ ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. 

ભાજપ દ્વારા નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાની જિલ્લા પંચાયતની 28 બેઠકો, તાલુકા પંચાયતની 145 બેઠકો તેમજ ભાભર અને થરાદ નગરપાલિકાના 52 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. દાહોદ જિલ્લા પંચાયતની 48 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા હતા.  દેવગઢ બારિયા, ધનપુર, ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, ગરબાડા, દાહોદ, સંજેલી, સિંગવડ, ગોવિંદગુરુ લીમડી, સુખસર તાલુકા પંચાયત તેમજ દાહોદ નગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરી હતી. 



વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકો પર ઉમેદવારની જાહેરાત કરી હતી. તે ઉપરાંત વડોદરા, કરજણ, શિનોર, વાઘોડિયા, પાદરા, ડભોઇ, સાવલી, ડેસર તાલુકા પંચાયત બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ડભોઇ, સાવલી, વાઘોડિયા, પાદરા નગરપાલિકાના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના 13 વોર્ડના 52 ઉમેદવારના નામની જાહેરાત કરી હતી.