મુંબઈઃ બોલિવૂડમાં કરિયર બનાવવા માટે દરરોજ અનેક યુવક-યુવતીઓ આવે છે, જે યુવા સફળ થાય છે એ ઘણીવાર પોતાના સ્ટ્રગલ ટાઈમને યાદ કરીને જુની યાદ વાગોળે છે. તૃપ્તિ ડિમરીને ફિલ્મ લાઈનમાં આવ્યે 10 વર્ષ પૂરા થઈ ગયા છે. એક દાયકાની આ સફરમાં અનેક એવા ઊતારચડાવ આવ્યા હતા. એક દાયકા બાદ તેણે સ્પષ્ટ કર્યું કે, મુંબઈ જવાનો નિર્ણય એના પરિવારને ગમ્યો ન હતો. એનિમલ જેવી ફિલ્મથી આઈકોનિક કેરેટર બની ચૂકેલી તૃપ્તિએ ઘણી વિકટ પરિસ્થિતિનો સામનો કર્યો છે. એક્ટ્રેસ કહે છે કે, એ સ્ટ્રગલ ટાઈમ હતો, જ્યારે હું મુંબઈ આવી હતી. વિકટ સ્થિતિમાં કોઈનો સાચો સહારો મળવો એ ખરેખર આનંદની વાત છે. બધાને એવું મળતું નથી.
અનેક પ્લસ માઈનસ જોયા
સોશિયલ મીડિયા પર સમયાંતરે અનેક સેલેબ્સ ટ્રોલ થયા છે અને ટ્રોલ થતા રહે છે. આ વિષય પર એક્ટ્રેસે કહ્યું હતું કે, અભિનય ક્ષેત્રમાં આવી એને એસ દાયકો પૂરો થઈ ગયો છે. દસ વર્ષની આ સફરમાં અનેક પ્લસ-માઈનસ થયા છે. હવે આ મુદ્દા પર ખાસ કરીને કોઈ બોલવા માગતું નથી. વાત કરતું પણ નથી. આજે હું જે પણ જગ્યાએ છું ત્યાં સુધી પહોંચવામાં ખૂબ જ મહેનત પડી છે. આ મહેનતથી હું ખુશ છું. ક્યારેક લોકો નકારાત્મક બાબતોને પકડી રાખે છે પછી એને વારંવાર રીપિટ કરતા રહે છે. તાજેતરમાં તૃપ્તિની નવી ફિલ્મ 'મા બહેન' નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થઈ હતી. આ ફિલ્મમાં તેણે માધુરી સાથે સ્ક્રિન શૅર કરી છે. મારા જીવનમાં ઘણી એવી ક્ષણ રહી હતી કે, એવા સમયે મને કોઈનો સપોર્ટ ન હતો. એવા સમયે મારી બહેન હંમેશા મારી પડખે ઊભી રહી હતી. એ સમયે એ પણ પોતાના જીવનની કોઈ અલગ લડાઈ લડી રહી હતી.

કોણ છે જે દરરોજ ફોન કરતું હતું?
એ મને દરોજ ફોન કરતી અને એવું પૂછતી હતી કે, જમી કે નહીં? આ પ્રકારની કેરિંગ મળવી એ પણ ખુશીની વાત છે. માત્ર મારા પૂરતી જ વાત નથી, ફિલ્મી કેરયિરમાં જ્યારે ઓડિશન હોય એવા સમયે પણ તે પૂછતી કે કેવું રહ્યું ઓડિશન?જ્યારે મને પૈસાની જરૂર પડતી એ સમયે પણ તેણે મને ઘણી મદદ કરી છે. આજે મારી પાસે કોઈ પણ એવો પ્રોજેક્ટ આવે છે તો સૌથી પહેલા એ મારા માટે જોવે છે. મેં મારા પરિવાર સામે લડીને એક્ટ્રેસ બનવાનું સપનું સાકાર કર્યું છે. મને મારા ભાગ્યનો સાથ મળ્યે એ માટે હું મારા નસીબનો પણ આભાર માનું છું. ફિલ્મી કરિયરમાં ઘણા સારા સાથી કલાકારો પણ મળ્યા, એમની પાસેથી પણ ઘણું શીખવા મળ્યું હતું.

મને એ સમયે તકલીફ થાય છે
એવામાં જ્યારે કોઈ જાણ્યા વગર નેગેટિવ વાત કરે છે તો મને તકલીફ થાય છે. પણ જ્યારે કોઈનો સપોર્ટ મળે છે ત્યારે ખરેખર ખુશી થાય છે. મને એવું લાગે કે, કોઈ તો છે જે મારી જર્નીને ખૂબ જ નજીકથી જોઈ રહ્યું છે. મુંબઈમાં જ્યારે આવી એ સમયે ખરેખર અઘરૂ હતું, ક્યાંથી શરૂઆત કરવી એ પણ ચેલેન્જ હતી. એવું તૃપ્તિએ કહ્યું હતું.હકીકત એ પણ છે કે, મા બહેન ફિલ્મમાં એના પાત્ર અને એક્ટિંગના વખાણ સિનિયર કલાકાર રવિ કિશન પણ કરી ચૂક્યા છે. આ ફિલ્મે એને એના એનિમલના રૂપમાંથી બાહર કાઢી છે. એવું રવિ કિશને કહ્યું હતું. જાસુસીના રોલમાંથી ડાયરેક્ટ લીડ રોલમાં પ્લે કરવું સરળ નથી હોતું. આ રોલને લઈને ઘણા લોકોએ તૃપ્તિની ટીકા પણ કરી હતી. પણ એક્ટિંગ એની એ ફિલ્મમાં પણ દમદાર રહી હતી. ઘણા લોકો માટે એક ફર્સ્ટ ક્રશ બની ગઈ હતી. રવિ કિશને કહ્યું કે, ઓન સેટ અને સ્ક્રિન ટાઈમ ન હોય એવા સમયે પણ એનું કામ ખૂબ જ શ્રેષ્ઠ રહ્યું છે.