નવી દિલ્હીઃ યુવા ઔદ્યોગિક સાહસિકો ક્યારેક એવું કરી બેસે છે જે વર્ષોથી એ ક્ષેત્રના માઈલસ્ટોન કહેવાતા લોકો પણ કરી શક્યા નથી હોતા. આવું જ કંઈક કરી બતાવ્યું છે અંશુલ ગુપ્તાએ. જે મિશો કિરાણા ક્લબની પેરેન્ટ કંપની રિટેલ પલ્સ લેબ્સના કૉ-ફાઉન્ડર છે. જ્યાં સ્ટાર્ટઅપ ઊભું કરવા માટે ભારે ભરખમ ફંડ જોઈએ, સ્ટાફ જોઈએ, વસ્તુઓ જોઈએ. શરૂઆતમાં પૈસો પાણીની જેમ વહેતો કરવો પડે પછી કમાણી શરૂ થાય એવી સ્થિતિ માર્કેટમાં જોવા મળે છે એવામાં ગુપ્તાએ 16 કરોડના ફંડમાંથી 202 કરોડનો નફો કમાતી કંપની ઊભી કરી દીધી છે. આ પણ નાની વયે હાંસલ કરેલો મોટો માઈલસ્ટોન છે.
કોઈ ગોદામ નહીં કોઈ ડિલેવરી નહીં
અંશુલ ગુપ્તાએ એસેટ લાઈટ મોડલ તૈયાર કરીને દેશની સ્ટર્ટઅપ સિસ્ટમને એક નવું લેસન આપી દીધું છે. ઉડાન અને જંબોટેલ જેવી કંપનીની સર્વિસનો એક અભ્યાસ કરીને એક નવું પગલું ભર્યું. આ કંપનીઓ માર્કેટ લોજીસ્ટિક, સપ્લાય ચેઈન, ગોદામ, ટ્રક-ડિસ્ટ્રિબ્યુશન પર કરોડો પૈસા ખર્ચે છે. ગુપ્તા એવું માને છે કે,નાના વેપારીઓની હકીકતે એ સમસ્યાઓ હોતી જ નથી. કઈ પ્રોડક્ટ ક્યાં જશે, ક્યા ભાવમાં પડશે એ અંગે કંઈ મુશ્કેલીઓ હોતી જ નથી. કિરાણા ક્લબનો કોઈ ગોદામ નથી અને કોઈ ડિલેવરી બોય પણ નથી. તેમ છતાં તે નફો કમાતી કંપની બની છે. એ પણ જેવો તેવો નફો નહીં. 200 કરોડનો પ્રોફિટ કમાતી કંપની બની ગઈ છે. આ એપ્લિકેશને સ્થાનિક ભાષામાં એકબીજા સાથે વાત કરી શકાય એવું પ્લેટફોર્મ આપ્યું છે. પરિણામ એ આવ્યું છે કે, દુકાનદાર ખુદ એકબીજાની સલાહ લઈને અને ભાવની ચર્ચા કરીને આગળ વધે છે. દુકાનદારો માટે આ એપ ફેસબુક સમાન બની ગઈ છે.
નાના વેપારીઓને મોટી રાહત
કિરાણા ક્લબ દેશના નાના નગરો અને એ નાના નગરના નાના વેપારીઓ માટે તૈયાર કરવામાં આવેલી એપ્લિકેશન છે. આ એક ડિજિટલ કોમ્યુનિકેશન પ્લેટફોર્મ છે, જ્યાં મેમ્બર્સને એ જાણકારી મળે છે કે, કઈ પ્રોડક્ટ કઈ કિંમતે મળશે.માર્કેટમાં FMGC કંપનીઓની કઈ નવી સ્કિમ આવી છે. એના પર ડિસ્કાઉન્ટ છે કે, નહીં. ડિસ્કાઉન્ટ કેટલું છે. અન્ય દુકાનદારો એ માટે ક્યો ભાવ લઈ રહ્યા છે. આજે આ પ્લેટફોર્મ કિરાણા ક્લબ સાથે 41 લાખ દુકાનદારો જોડાઈ ગયા છે. કિરાણા ક્લબની પેરેન્ટ કંપની રિટેલ પલ્સ લેબ્સ પાસે એક બેસ્ટ એઆઈ મોડલ છે. માત્ર મોબાઈલથી ફોટો ક્લિક કરીને અપલોડ કરતા એ ઓળખી બતાવે છે કે, દુકાનના ડિસપ્લે પર કઈ પ્રોડક્ટ રાખવામાં આવી છે. એક સમયે નામી કંપનીઓ આ ડેટાનો ઉપયોગ કરતી હતી. ગુપ્તાએ જયપુરના MNITમાંથી મેકેનિકલ એન્જીનીયરિંગનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2015થી 2017 સુધી તેણે ઓરેકલમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે કામ કર્યું હતું. એ પછી ઈમ્પેક્ટ એનાલિટિક્સમાં AI ડિવિઝનની જવાબદારી સંભાળી હતી.