Thu Sep 10 2026

Logo

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું ભારત મહત્વપૂર્ણ, હુમલો થશે તો અમે સાથ આપીશું

Évian   2026-06-17 22:44:00
Author: Chandrakant Kanoja
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું ભારત મહત્વપૂર્ણ, હુમલો થશે તો અમે સાથ આપીશું

ANI


એવિયન: ફ્રાન્સમાં એવિયનમાં આયોજિત G-7 સમિટમાં પી એમ મોદી અને  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત થઈ હતી. જ્યારે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે  પશ્ચિમ એશિયામાં ભારત મહત્વપૂર્ણ છે. અમેરિકા દરેક રીતે ભારતની જોડે છે. જો ભારત પર હુમલો થશે તો પણ અમેરિકા તેની સાથે છે.  

ભારત દરેક બાબતમાં મોટી ભૂમિકા ભજવે છે

આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું  હતું કે, મને લાગે છે કે ભારત દરેક બાબતમાં મોટી ભૂમિકા ભજવે છે. જ્યાં સુધી પીએમ મોદી  છે ત્યાં સુધી પશ્ચિમ એશિયામાં ભારત મહત્વપૂર્ણ છે. જે મોટી ભૂમિકા ભજવશે.

અમેરિકા ભારતની સાથે  ઉભું રહેશે

ટ્રમ્પે  મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા કહ્યું કે અમેરિકા દરેક રીતે ભારતની સાથે છે. જો ભારત પર ક્યારેય હુમલો થશે તો અમેરિકા તેની સાથે ઉભું રહેશે. તેમણે કહ્યું, જો પીએમ મોદી સત્તામાં હશે અને કોઈ ભારત પર હુમલો કરશે તો અમેરિકા ભારતની સાથે ઉભું રહેશે, ભલે તેના વિશે કોઈ લેખિત કરાર ન હોય. જો બીજો કોઈ નેતા હોત તો હું આવું ન કહેત.

ભારત અમેરિકા સંબંધો વિશ્વાસ અને ભાગીદારી પર આધારિત

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું આ નિવેદન બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે આવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ફક્ત ઔપચારિક કરારો સુધી મર્યાદિત નથી પરંતુ પૂર્ણ વિશ્વાસ અને ભાગીદારી પર આધારિત છે.