Thu Jun 18 2026

Logo

‘કોકટેલ 2’ એ એડવાન્સ બુકિંગમાં કેટલા કરોડ છાપ્યાં? શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ આવતીકાલે થશે રિલીઝ

2026-06-18 14:28:08
Author: Vimal Prajapati
Article Image

મુંબઈઃ બોલિવુડ સુપરસ્ટાર શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના હાલમાં પોતાની અપકમિંગ મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કોકટેલ 2’ (Cocktail 2) ને લઈને સતત સુખિઓ મેળવી રહ્યા છે. હોમી અદજાનિયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ વર્ષ 2026 ની સૌથી વધુ ચર્ચિત ફિલ્મોમાંની એક છે. ફિલ્મના ગીતોથી લઈને ટ્રેલર સુધી બધું જ દર્શકોને ખૂબ પસંદ આવ્યું છે અને હવે ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અત્યાર સુધી કેટલી ટિકિટો વેચાઈ અને કેટલું થયું કલેક્શન?

મેકર્સે થોડા દિવસો પહેલા જ 'કોકટેલ 2' નું એડવાન્સ બુકિંગ ઓપન કરી દીધું હતું. શરૂઆતમાં ભલે રિસ્પોન્સ થોડો ધીમો રહ્યો હોય, પરંતુ જેમ જેમ રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ તેમ એડવાન્સ બુકિંગના આંકડાઓમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. 'કોકટેલ 2' નું એડવાન્સ બુકિંગ 14 જૂનથી શરૂ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ્સ પ્રમાણે અત્યાર સુધીમાં અંદાજે 57,000 થી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે. નેટ કલેક્શન (બ્લોક સીટો સિવાય)ની વાત કરવામાં આવે તો, ફિલ્મે 1.97 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જ્યારે બ્લોક કરાયેલી સીટો સહિત આ આંકડો 3.67 કરોડ રૂપિયાને પર પહોંચી ગયો છે.

શું વર્ષ 2026 ની ટોપ ફિલ્મોની યાદીમાં સામેલ થશે 'કોકટેલ 2'?

ફિલ્મ પાસે એડવાન્સ બુકિંગ દ્વારા હજુ પણ કમાણી વધારવા માટે ગુરુવારનો આખો દિવસ બાકી છે. ઓપનિંગ ડે પર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર મોટો ધમાકો કરી શકે છે. જો કે 'કોકટેલ 2' ના એડવાન્સ બુકિંગના આંકડા સારા છે, પરંતુ તે વર્ષ 2026 ની સૌથી વધુ પ્રી-સેલ્સ કરનારી ફિલ્મોને ટક્કર આપી શકશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. હાલના સમયમાં વર્ષ 2026 ના એડવાન્સ બુકિંગના ટોપ રેકોર્ડ્સમાં ધુરંધરઃ ધ રિવેન્જ (Dhurandhar: The Revenge) 53 કરોડ રૂપિયા અને બોર્ડર 2 (Border 2) 12.5 કરોડ રૂપિયા સાથે ટોપ પર છે. આજ રાત સુધીમાં 'કોકટેલ 2' કયો નવો આંકડો પાર કરે છે અને ટોપ લિસ્ટમાં કયા સ્થાને એન્ટ્રી મારે છે.

ક્યારે રિલીઝ થઈ રહી છે ફિલ્મ?

‘કોકટેલ 2’ આવતીકાલે એટલે કે 19 જૂનના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ વર્ષ 2012 માં આવેલી સુપરહિટ રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ 'કોકટેલ' ની સિક્વલ છે. વર્ષ 2012 ની મૂળ ફિલ્મમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટી લીડ રોલમાં હતા, અને તે ફિલ્મનું નિર્દેશન પણ હોમી અદજાનિયાએ જ કર્યું હતું જે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. હવે જોવાનું એ રહેશે કે શાહિદ, કૃતિ અને રશ્મિકાની ત્રિપુટી નવી વાર્તા સાથે દર્શકોના દિલ જીતવામાં કેટલી સફળ રહે છે.

વધુ જુઓ...