Fri Aug 28 2026

Logo

ભારતની સૌથી લાંબી ફ્યુનિક્યુલર રેલવે શરૂ: મલંગગઢ પહોંચવું થયું સાવ સરળ!

2026-06-18 18:08:49
Author: Mumbai Samachar Team
ભારતની સૌથી લાંબી ફ્યુનિક્યુલર રેલવે શરૂ: મલંગગઢ પહોંચવું થયું સાવ સરળ!

મુંબઈઃ મહારાષ્ટ્રના કલ્યાણ સ્થિત મલંગગઢ પહોંચવાનું હવે પ્રવાસીઓ-શ્રદ્ધાળુઓને પહોંચવાનું સૌથી વધુ સરળ બનશે. પહેલા ઉપર પહોંચવાનું કલાકોનો સમય લાગતો હતો, પરંતુ હવે ગણતરીની મિનિટમાં ઉપર પહોંચી શકાશે. કલ્યાણ નજીક મલંગગઢ પહોંચવાનું હવે યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે ઘણું સરળ બની ગયું છે, જ્યાં પહેલા હજારો સીડીઓ ચઢવામાં કલાકોનો સમય લાગતો હતો, પરંતુ હવે ત્યાં ફક્ત સાતથી 10 મિનિટમાં પહોંચી શકો છો. ટેકરીઓમાંથી પસાર થતી રોમાંચક મુસાફરી અમુક મિનિટોમાં પૂર્ણ થઈ જાય છે. જોકે, મહારાષ્ટ્ર સરકારની આધુનિક યોજનાને કારણે હવે મલંગગઢ પહોંચવાનું વધુ ઝડપી બનશે.

મલંગગઢના મહત્ત્વની વાત કરીએ તો એક ઐતિહાસિક કિલ્લો અને પવિત્ર સ્થળ છે, જે હિન્દુ અને મુસ્લિમ એમ બંને સમુદાયો માટે મહત્વ ધરાવે છે. હિંદુઓ આ સ્થળને મલંગગઢ કહે છે, મુસ્લિમો તેને હાજી મલંગશાહ બાબાની દરગાહ તરીકે ઓળખે છે.  દર વર્ષે અહીં શ્રદ્ધાળુઓ હજારો સીડીઓ ચડીને પહોંચતા હતા. જોકે, ઢાળવાળો રસ્તો હોવાથી વૃદ્ધો, બાળકો અને શારીરિક રીતે નબળા લોકોને થકવી દેનારા હતા. ઘણા લોકો થાક લાગવાના કારણે અધવચ્ચે જ અટકી જતા હતા, પરંતુ હવે ભારતના સૌથી લાંબા ફ્યુનિક્યુલર રેલને કારણે આ યાત્રા હવે સરળ બની ગઈ છે. 

નોંધનીય છે કે, ભારતની સૌથી લાંબી ફયુનિકયુલર રેલવે 1.2 કિલોમીટર સુધી ફેલાયેલી આ ટ્રેન જાન્યુઆરી, 2026થી જ શરૂ કરવામાં આવી છે. ફયુનિકયુલર રેલવે એ એક વિશિષ્ટ પ્રકારની કેબલ સંચાલિત ટ્રેન છે, જે મુશ્કેલ ઢોળાવ પર પણ સરળતાથી ચલાવી શકે છે. આ ટ્રેનમાં કેબલ દ્વારા જોડાયેલા બે ડબ્બા હોય છે. 

ફયુનિકયુલર ટ્રેનની મુસાફરી ફક્ત ઝડપી જ નહીં પણ ખૂબ જ રોમાંચક પણ છે. લીલાછમ પર્વતો, ખીણો અને વિશાળ દ્રશ્યો મુસાફરોને મોહિત કરે છે. આ ટ્રેનની ગતિ અને ઢાળવાળા ઢોળાવના કારણે આ મુસાફરી પણ રોમાંચક છે. લોકો હવે નાના બાળકો, વૃદ્ધો અને પોતાના પરિવાર સાથે સરળતાથી મલંગગઢ પહોંચી શકે છે. ભારતની સૌથી લાંબી ફયુનિકયુલર રેલવે સુવિધા કલ્યાણ રેલવે સ્ટેશનથી આશરે 15-20 કિલોમીટર દૂર સ્થિત છે, જ્યાં મુંબઈ, નવી મુંબઈ, થાણેમાંથી દર વર્ષે કુદરતી પ્રેમીઓ જાય છે.