Thu Jul 23 2026

Logo

દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું, વલસાડ જિલ્લામાં 24 કલાકમાં 150 ઇંચથી વધુ વરસાદ

2026-07-23 08:39:00
Author: Mayur Patel
Article Image

Ai Image


અમદાવાદઃ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ છેલ્લા બે દિવસથી બાનમાં લીધું છે. મુશળધાર વરસાદના કારણે સુરત, નવસારી, વલસાડમાં સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વલસાડના ઉમરગામમાં 36 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જળબંબોળની સ્થિતિ સર્જાઈ હતી.

ક્યાં કેટલો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે આજે સવારે પૂરા થયેલા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ પડ્યો હતો. એક તાલુકામાં 35 ઇંચથી વધારે, એક તાલુકામાં 28 ઇંચથી વધારે, એક તાલુકામાં 25 ઇંચથી વધારે, એક તાલુકામાં 19 ઇંચથી વધારે, એક તાલુકામાં 19 ઇંચથી વધારે, બે તાલુકામાં 17 ઇંચથી વધારે, એક તાલુકામાં 16 ઇંચથી વધારે, એક તાલુકામાં 15 ઇંચથી વધારે, બે તાલુકામાં 14 ઇંચથી વધારે, એક તાલુકામાં 10 ઇંચથી વધારે, બે તાલુકામાં 9 ઇંચથી વદારે, બે તાલુકામાં 8 ઇંચથી વધારે, પાંચ તાલુકામાં 7 ઇંચથી વધારે, ચાર તાલુકામાં 6 ઇંચથી વધારે,  એક તાલુકામાં 5 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો.

જ્યારે ત્રણ તાલુકામાં 4 ઇંચથી વધારે,  નવ તાલુકામાં 3 ઇંચથી વધારે,  પાંચ તાલુકામાં 2 ઇંચથી વધારે, 15 તાલુકામાં 1 ઇંચથી વધારે અને 153 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.

વલસાડમાં આભ ફાટ્યું

વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉમરગામમાં 35.67 ઇંચ, કપરાડામાં 28.78, નાનાપોંઢામાં 25.31 ઇંચ, ધરમપુરમાં 19.65 ઇંચ, પારડીમાં 17.64 ઇંચ, વાપીમાં 16.26 ઇંચ, વલસાડમાં 15.87 ઇંચ વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં 24 કલાકમાં 159 ઇંચથી વધુ વરસાદ પડતાં  નદીઓમાં પુર આવ્યા હતા. ભારે વરસાદના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરાઈ હતી.

નવસારીના વાંસદામાં 17.13 ઇંચ, તાપીના ડોલવણમાં 14.88 ઇંચ, ડાંગના વઘાઈમાં 14.53 ઇંચ, નવસારીના ખેરગામમાં 14.09 ઇંચ, સુરતના ઉમરપાડામાં 9.84 ઇંચ, તાપીના વ્યારામાં 9.49 ઇંચ, સુરતના અંબિકામાં 8.74 ઇંચ, સુરતના પલસાણામાં 8.23 ઇંચ, નવસારીના ચીખલીમાં 7.91 ઇંચ, નવસારીના ગણદેવીમાં 7.72 ઇંચ, તાપીના સોનગઢમાં 7.48 ઇંચ, નવસારીની જલલાપોરમાં 7.24 ઇંચ, સુરતના મહુવામાં 7.09 ઇંચ, નવસારીમાં 6.93 ઇંચ, સુરતના બારડોલીમાં 6.89 ઇંચ, ડાંગમાં 6.22 ઇંચ, સુરનતા ઓલપાડમાં 6.06 ઇંચ, સુરત શહેરમાં 5.04 ઇંચ, સુરતના કામરેજમાં 4.84 ઇંચ, તાપીના ઉકાઈમાં 4025 ઇંચ, નર્મદાના નાંદોદમાં 4.17 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

સુરતના માંડવીમાં 3.78 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 3.78 ઇંચ, નર્મદાના ડેડિયાપાડામાં 3.70 ઇંચ, મહીસાગરના કોઠંબામાં 3.66 ઇંચ, નર્મદાના ચીખદામાં 3.58 ઇંત, સુરતના ચોર્યાસીમાં 3.46 ઇંચ, મહીસગારના કડાણામાં 3.46 ઇંચ, નર્મદાના સાગબારામાં 3.43 ઇંચ, સુરતના અરેઠમાં 3.11 ઇંચ, ડાંગના સુબીરમાં 2.64 ઇંચ, ભરૂચના ઝઘડિયામાં 2.48 ઇંચ વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગે શું કરી છે આગાહી

હવામાન વિભાગ અનુસાર, આજે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં મહીસાગર, દાહોદ, પંચમહાલમાં રેડ ઍલર્ટ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, ભરુચ, સુરત, ભાવનગર, અમરેલી, બોટાદમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

24 જુલાઈના રોજ મહીસાગર અને દાહોદમાં રેડ ઍલર્ટ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં ઑરેન્જ ઍલર્ટ અને વાવ-થરાદ, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગે 27 જુલાઈ સુધી ધોધમાર વરસાદની આગાહી કરી છે. જેમાં 25-26 જુલાઈના રોજ મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય 15થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.