Thu Jun 18 2026

Logo

મોટા પગારની નોકરી અપાવવાને બહાને 75 લોકો સાથે 1.73 કરોડ રૂપિયાની છેતરપિંડી

2026-06-18 18:21:25
Author: Yogesh D Patel
Article Image

Chat GPT Generated Image


નવી મુંબઇની શિપિંગ કંપનીના માલિકો સહિત આઠ સામે ગુનો દાખલ

થાણે: મોટા પગારની નોકરી અપાવવાને બહાને 75 જેટલા ઉમેદવારો સાથે 1.73 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ નવી મુંબઈની શિપિંગ કંપનીના માલિકો સહિત આઠ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આરોપીઓ નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં તેમની શિપિંગ કંપનીની ઓફિસથી ઑપરેટ કરતા હતા અને પીડિતોને મોટા પગારની નોકરી અપાવવાની લાલચ આપતા હતા. આ રીતે તેમણે છેલ્લા બે મહિનામાં 75 જેટલા લોકો પાસેથી 1.73 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા, પરંતુ વચન અનુસાર તેમને કોઇ નોકરી અપાવી નહોતી, એમ ખારઘર પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.

પીડિતો અપડેટ્સ અથવા રિફંડ્સ માટે કંપનીની ઓફિસમાં પહોંચ્યા ત્યારે આરોપીઓએ તેમને પ્રતિસાદ આપવાનું બંધ કરી બંધ કર્યું અને સર્વ સંદેશવ્યવહાર પણ બંધ કરી દીધા હતા.

એક પીડિતે સોમવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તમામ 75 લોકોની ઓળખ આપી છે અને દરેક જણે કેટલી રકમ ચૂકવી છે તેનો પણ ઉલ્લેખ કર્યો છે, એમ પોલીસે કહ્યું હતું.

આ ફરિયાદને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318 (છેતરપિંડી) અને 3 (5) (અનેક વ્યક્તિઓ દ્વારા સમાન હેતુથી ગુનો) હેઠળ એફઆઇઆર દાખલ કરીને તપાસ આદરી છે. આ કેસમાં હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. (પીટીઆઇ)