Fri Aug 21 2026

Logo

બલરાજ સાહની: અશોક કુમાર ડિરેક્ટર?

2026-08-21 09:01:00
Author: Henri Shashtri
Article Image

હિન્દી ફિલ્મ ઉદ્યોગના આ બે કદાવર કલાકારોએ દિગ્દર્શનમાં પણ હાથ અજમાવ્યો તો હતો, પણ બંને ફિલ્મ ફ્લૉપ થઈ !

હેન્રી શાસ્ત્રી

પઆઠ દિન’માં ડિરેક્ટર તરીકે નામ હતું દત્તારામ પઈનું, પણ દિગ્દર્શન અશોક કુમારે કર્યું હતું , પલાલબત્તી’: બલરાજ સાહની દિગ્દર્શિત એકમાત્ર ફિલ્મ

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક અભિનેતાઓએ એક્ટિંગ સિવાય અન્ય જવાબદારી પણ નિભાવી છે. કેટલાકને સફળતા મળી છે તો અમુક લોકો માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થતા જ પહેલો પ્રયાસ અંતિમ પ્રયાસ સાબિત થયો છે. એક્ટર - સિંગરનો એક દોર હતો. જોકે, એ તત્કાલીન સમયની જરૂરિયાત હતી. એક્ટર ડિરેક્ટર બન્યા હોય એવા પણ કેસ છે જેમાં ક્યારેક જરૂરિયાત તો ક્યારેક નવું ક્ષેત્ર અજમાવવાની કોશિશ જોવા મળી હતી. અભિનેતા દિગ્દર્શક બન્યા હોય એવી યાદીમાં બે નામ એવા છે કે જેમણે ડિરેક્ટરની જવાબદારી નિભાવી હતી એ જાણ્યા પછી આશ્ચર્ય ચોક્કસ થાય.

કઈ ફિલ્મ અને ક્યારે એવા સવાલો પણ પૂછાય. એ બે જણ છે અવ્વલ અભિનેતા તરીકે છાપ પાડનારા અશોક કુમાર અને બલરાજ સાહની. અશોક કુમારેે 1946માં આવેલી પઆઠ દિન’ (એઈટ ડેઝ) અને બલરાજ સાહનીએ 1957ની પલાલ બત્તી’ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. જોકે, આ બંને ફિલ્મ બોક્સ ઓફિસ પર ભફાંગ થઈ હતી અને એટલે જ કદાચ ફરી વાર કેમેરા પાછળ જવાની હિંમત તેમણે નહીં કરી હોય એવું અનુમાન છે.

પઆઠ દિન’ ફિલ્મના કથા - પટકથા લેખક સઆદત મન્ટોએ 1962માં લખેલા લેખમાં ખુલાસો કર્યો છે કે તેણે લખેલી સ્ક્રિપ્ટ અશોક કુમારને કોમેડી અવતારમાં ધ્યાનમાં રાખીને લખવામાં આવી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન ખુદ અશોક કુમારે જ કર્યું હતું, પણ દિગ્દર્શક તરીકે ક્રેડિટ ડી. એન. પઈ તરીકે એ સમયે ઓળખાતા દત્તારામ એન.પઈને આપી હતી. આવી ઉદારતા દેખાડવા પાછળ કારણ હતું, લાગણીનો સંબંધ હતો. વાત એમ હતી કે મૂળ ગોવાના દત્તારામજીએ ફિલ્મીસ્તાન કંપનીની પઅછૂત ક્ધયા’થી માંડી અનેક ફિલ્મોનું સંકલન - એડિટિંગ કરવાની જવાબદારી અનેક વર્ષો સુધી સંભાળી હતી. કોઈ પણ ફિલ્મમાં એડિટરની જવાબદારી ખૂબ જ મહત્ત્વની હોય છે. ડિરેક્ટરે શૂટ કરેલી વિસ્તારિત ફિલ્મમાં સમજદારીપૂર્વકની કાપકૂપ ફિલ્મને વધુ સચોટ બનાવી શકે છે.

બિમલ રોયની કેટલીક ફિલ્મોમાં એડિટરની જવાબદારી સાંભળનારા ઋષિકેશ મુખરજી એનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. આમ પણ એડિટર દિગ્દર્શકના વિઝનને વધુ સઘન ને સચોટ બનાવતો હોય છે. પઈ સાહેબના એડિટિંગના કસબે ફિલ્મિસ્તાનની ફિલ્મોને વધુ અર્થપૂર્ણ બનાવી હતી. એટલે શિરપાવ રૂપે દિગ્દર્શક તરીકે દત્તારામ પઈનું નામ આપવામાં આવ્યું હતું. જોકે પએટ ડેઝ’ (આઠ દિન) બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. એ સમયે દિગ્દર્શન અશોક કુમારનું છે એ વાત જાણીતી ન હોવાથી તે  ટીકામાંથી ઉગરી ગયા હતા, પણ ફિલ્મની પછડાટને કારણે જ ફરી ક્યારેય તેમણે દિગ્દર્શન કરવાનો વિચાર નહીં કર્યો હોય.

આને મળતો કિસ્સો ‘નવકેતન’ની દેવ આનંદના ડબલ રોલવાળી ફિલ્મ પહમ દોનો’નો છે. મિસ્ટર અમરજીત નામની વ્યક્તિ ‘નવકેતન’ના બેનરની સ્થાપનાના સમયથી એની સાથે જોડાયેલી હતી. શરૂઆતમાં તે ફિલ્મના પ્રચારનું-પબ્લિસિટીનું કામ સંભાળતા હતા. એ સમયે વિશ્વાસુ અને થોડી આવડત ધરાવતી વ્યક્તિને એકથી વધુ જવાબદારી સોંપી એની કાબેલિયત ચકાસવાની કોશિશ થતી હતી. ચેતન આનંદે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે નાના ભાઈ ’ગોલ્ડી’ વિજય આનંદ અને અમરજીતને મોકો આપ્યો. પછી અમરજીતએ ગોલ્ડીના સહાયક તરીકે પણ કામ કર્યું.

પહમ દોનો’ શરૂ થઈ એ પહેલા વિજય આનંદ માંદા પડ્યા અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. અહીં અમરજીતએ ખડે પગે હાજર રહ્યા. સાજા થયા પછી ફિલ્મ ડિરેક્ટ કરવાનો ચાન્સ આપીશ એવું પ્રોમિસ વિજય આનંદએ અમરજીતે આપ્યું હતું. પહમ દોનો’ના નિર્માણ વખતે ગોલ્ડીએ વચન પાળી દિગ્દર્શનની જવાબદારી અમરજીતને સોંપી. જોકે, ફિલ્મની માવજત જોતા અને ખાસ તો સોન્ગ પિક્ચરાઈઝેશન જોતા એ કમાલ વિજય આનંદની હોય એવું જ લાગે છે.

 હવે વાત કરીએ બલરાજ સાહનીની. લોકો એમને એક અફલાતૂન અભિનેતા તરીકે ઓળખે છે. નાટક તેમજ ફિલ્મોમાં તેમની ઘણી ભૂમિકા લોકો આજે પણ નહીં ભૂલ્યા હોય. પવક્ત’ના લાલા કેદારનાથ, પદો બીઘા ઝમીન’ના શંભુ મહતો, પગર્મ હવા’ના સલીમ મિર્ઝા, પકાબુલીવાલા’ના માયાળુ પઠાણ, પઅનુરાધા’ના ડો. નિર્મલ ચૌધરી... જોકે, શૈક્ષણિક ડિગ્રી મેળવ્યા ઉપરાંત તેમનું લેખન કાર્યમાં પણ યોગદાન હતું. માતબર નાટ્ય સંસ્થા ’ઈપ્ટા’ સાથે જોડાયા અને અભિનય ઉપરાંત લેખન - દિગ્દર્શન પણ કર્યું. 1946ની પધરતી કે લાલ’ ફિલ્મથી ચિત્રપટ અભિનયની શરૂઆત થઈ.

ગુરુ દત્તની ડિરેક્ટર તરીકેની પ્રથમ ફિલ્મ ’બાઝી’ની કથા - પટકથા બલરાજજીના જ હતા. સર્જનાત્મક પ્રક્રિયાને વિસ્તારવા 1957ની પલાલ બત્તી’માં ફિલ્મ દિગ્દર્શન કરવાની હિંમત કરી. આ ફિલ્મ બે દિગ્દર્શકનું જોઈન્ટ વેન્ચર હતું. બીજા દિગ્દર્શક હતા કૃષ્ણ ચોપડા. ભારતને આઝાદી મળી એ સમયમાં રેલવે પ્લેટફોર્મ પર રાત ગુજારનારા લોકોની કથા આ ફિલ્મમાં હતી. જોકે, ફિલ્મ લોકોને આકર્ષી ન શકી. મજરૂહ સુલતાનપુરી - સલિલ ચૌધરીની જોડી એક પણ હિટ ગીત ન આપી શકી. બલરાજ સાહનીની દિગ્દર્શક તરીકે પહેલી ફિલ્મ છેલ્લી ફિલ્મ સાબિત થઈ. કૃષ્ણ ચોપડાએ ત્યારબાદ પહીરામોતી’, પચાર દીવારી’ અને પગબન’ ફિલ્મો ડિરેક્ટ કરી, પણ બલરાજજીને જાણે કે લાલા બત્તી દેખાઈ ગઈ.