Sun Jul 26 2026

Logo

અરવિંદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર: તમે હિંદુ ધર્મ પર કલંક છો, હનુમાનજીના વેશવાળા વીડિયો પર વિવાદ

2026-07-06 16:20:16
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ પર હિંદુ ધર્મનું અપમાન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ રાજકીય વિવાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીનની એક રેલી દરમિયાન સામે આવેલા વીડિયો બાદ શરૂ થયો છે, જેમાં એક વ્યક્તિ ભગવાન હનુમાનની વેશભૂષામાં સડક પર ભાજપના ધ્વજ સાથે તેમના કાફલાની સામે નૃત્ય કરતો જોવા મળી રહ્યો છે.

આ વિવાદમાં અરવિંદ કેજરીવાલે એક્સ પર વીડિયો શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. એક પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘તમે (ભાજપ પર નિશાન) લોકોએ હિંદુ ધર્મનું જેટલું નુકસાન અને અપમાન કર્યું છે, કદાચ ભારતના 5000 વર્ષના ઇતિહાસમાં બહારથી આવેલા આક્રમણખોરોએ પણ એટલું નથી કર્યું. જેટલા તમે લોકોએ હિંદુઓને લૂંટ્યા છે, આજ સુધી કોઈએ નથી લૂંટ્યા. તમે લોકો હિંદુ ધર્મ પર કલંક છો’

કેજરીવાલે ભાજપ પર નિશાન સાધતા આગળ લખ્યું કે, "આ વીડિયો જુઓ. આ તમે શું કરી રહ્યા છો? તમને શરમ આવે છે? આખા હિન્દુ સમાજની માફી માંગો." આ મામલે ભાજપ લોકોની માફી માંગે તેવી અરવિંદ કેજરીવાલે અપીલ કરતા આક્ષેપ પણ કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે, ભાજપ આ મામલે શું પ્રતિક્રિયા આપે છે. કારણ કે, કેજરીવાલ સહિત વિપક્ષના નેતાઓ અને સોશિયલ મીડિયામાં પણ લોકોએ આ મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો ઠછે, પરંતુ ભાજપ દ્વારા હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નછે. 

શું છે સમગ્ર મામલો?

મૂળ વાત એ છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીન ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના પ્રવાસે ગયાં ત્યારે એક રેલી દરમિયાનનો વીડિયો વાયરલ થયો છે. આ રેલીમાં એક બાળક ભગવાન હનુમામના વેશમાં કાફલાની આગળ નૃત્ય કરી રહ્યો હતો. આ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકો તાળીઓ પાડી રહ્યાં હતાં. વિવાદની વાત એ છેકે, આ વીડિયામાં નાચતા વેશભૂષાધારી હનુમાનના હાથમાં ભાજપનો ઝંડો જોવા મળ્યો હતો. 

સંજય સિંહે પણ વિરોધ નોંધાવ્યો

આ કલાકારના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ રાજકીય ગરમાવો આવી ગયો છે. આપ નેતા સંજય સિંહે પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભાજપ ભગવાન બજરંગ બલીને પોતાની રેલીમાં નચાવી રહી છે, આ ધર્મની મજાક છે. હનુમાનજીના વેશમાં કલાકારના નૃત્યનો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ વચ્ચે તીખી ચર્ચા છેડાઈ ગઈ છે. ઘણા યૂઝર્સે આને ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલો મુદ્દો ગણાવીને આપત્તિ વ્યક્ત કરી છે, જ્યારે કેટલાકે ચૂંટણી પ્રચારમાં ધાર્મિક પ્રતીકોના ઉપયોગ પર સવાલો ઉઠાવ્યા છે.