Sun Aug 30 2026

Logo

અમરેલીમાં માતમ: ખાખબાઈ ગામની ધાતરવાડી નદીમાં ડૂબી જવાથી બે કિશોરના મોત

2026-05-14 22:02:35
Author: Devayat Khatana
અમરેલીમાં માતમ: ખાખબાઈ ગામની ધાતરવાડી નદીમાં ડૂબી જવાથી બે કિશોરના મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમરેલી:
ગુજરાતમાં અવારનવાર ન્હાના માટે પડેલા બાળકો કે યુવકો ડૂબી જતા હોવાના કિસ્સા બને છે. ગરમીથી રાહત મેળવવા ન્હાવા પડતા બાળકો પાણીમાં ગરકાવ થઈ જતા હોવાના અહેવાલો વચ્ચે વધુ એક અહેવાલ અમરેલીથી આવ્યો હતો. અહીંના ખાખબાઈ ગામમાં આવેલી ધાતરવાડી નદીમાં બે કિશોર ડૂબી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. 

સ્થાનિકોના જણાવ્યા અનુસાર નદીમાં નહ્વાવા પડેલા બે કિશોર ડૂબી રહ્યા હોવાનું ધ્યાનમાં આવતા સ્થાનિક તરવૈયાઓ આવ્યા હતા. જોકે બાળકો ડૂબી મૃત્યુ પામ્યા હોવાથી તેમના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને રાજુલ સરકારી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બન્ને કિશોરો 15 વર્ષની આસપાસની ઉંમરના હતા. પરિવારને જાણ થતાં આક્રંદ વ્યાપી ગયો હતો.