Thu May 14 2026

Logo

રાજકોટમાં ‘આપ’ના કાર્યકરોએ NEET મામલે 'ઝાલમૂડી' ખવડાવી નોંધાવ્યો અનોખો વિરોધ!

2026-05-14 16:10:00
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ: NEET પેપરલીક મામલે ગુજરાતમાં વિરોધનો વંટોળ તેજ બન્યો છે, જેમાં હવે આમ આદમી પાર્ટી (AAP) પણ મેદાને આવી છે. રાજકોટમાં કાર્યકરોએ 'ઝાલમૂડી' વેચીને વિદ્યાર્થીઓના અંધકારમય ભાવિ અંગે અનોખો વિરોધ નોંધાવ્યો, તો અમદાવાદ અને કચ્છમાં પણ ઉગ્ર દેખાવો સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. 'આપ'એ આક્ષેપ કર્યો છે કે આવી ગંભીર બેદરકારીને કારણે તેજસ્વી વિદ્યાર્થીઓએ હવે મજૂરી કરવાનો વારો આવ્યો છે.

આમ આદમી પાર્ટી દ્વારા પણ ગુજરાતમાં નીટ પેપરલીક મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રાજકોટના કિશાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પેપરલીકનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં પાર્ટીના કાર્યકરોએ એકબીજાને ઝાલમૂડી ખવડાવી હતી. ‘આપ’એ આક્ષેપ કર્યો હતો કે જો મેડિકલ પ્રવેશ માટેની નીટ જેવી સૌથી મોટી પરીક્ષાનું પેપર પણ લીક થતું હોય તો હવે વિદ્યાર્થીઓ પાસે ઝાલમૂડી વેચવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.
 
કચ્છના ગાંધીધામ ખાતે ‘આપ’ પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડૉ. કાયનાત અન્સારીની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુંઅને ગુનેગારોને કડક સજા આપવામાં આવે તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમદાવાદમાં પણ આમ આદમી પાર્ટીની વિદાથી પાંખ ‘એએસએપી’ના હોદ્દેદારો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જો કે બાદમાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી.