Tue Oct 13 2026

Logo

ચૂંટણી કમિશનરોના જૂના નિર્ણયો ગણાવીને કેન્દ્રીય મંત્રી ગોયલે કોંગ્રેસને કર્યા આકરા સવાલ

2026-10-13 15:54:00
Author: Mumbai Samachar Team
ચૂંટણી કમિશનરોના જૂના નિર્ણયો ગણાવીને કેન્દ્રીય મંત્રી ગોયલે કોંગ્રેસને કર્યા આકરા સવાલ

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યમાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે થઈ રહેલા વિરોધ પ્રદર્શન મુદ્દે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મોટી પ્રતિક્રિયા આપી દીધી છે. કોંગ્રેસ પર શાબ્દિક વાર કરતા તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીના આરોપ ખોટા અને પાયાવિહોણા છે. કોંગ્રેસ કેવી રાજનીતિ કરી રહી છે એ દેશવાસીઓ જોઈ રહ્યા છે. કોંગ્રેસે પહેલા મુખ્ય ચૂંટણી આયોગને પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા અને રાજ્યપાલ પણ બનાવી દીધા. એસ.એસ. ગિલ ક્યારેક સરકાર સાથે સિસ્ટમમાં પણ હતા. એક સમયે તેઓ ઈલેક્શન કમિશનર પદે હતા. 

કોંગ્રેસે કોને રાજ્યપાલ બનાવી દીધા?
આ વ્યક્તિ ક્યારેક પાર્લામેન્ટમાં પહોંચી જાય છે તો ક્યારેક યુનિયન કેબિનેટમાં પણ પહોંચી જાય છે. આ સોદેબાજીનું પ્રતીક હોય એવું લાગે છે. કેન્દ્રીય મંત્રી ટી.એન. શેષાનનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું હતું કે, 31 મી ડિસેમ્બર 1985ના રોજ એમનો કાર્યકાળ ખતમ થઈ ગયો હતો. પણ બે મહિનામાં જ કોંગ્રેસે એમને તો રાજ્યપાલ બનાવી દીધા હતા. કેન્દ્રીય મંત્રીએ આ ઉદાહરણ આપી કોંગ્રેસના વલણ સામે સવાલ ઊભા કર્યા છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, શું આ લાંચ આપવા બરોબર નથી? કોંગ્રેસ ચૂંટણીપંચ પર સવાલ ઊઠાવે છે પણ પોતાના જુના નિર્ણય વિશે ક્યારેય જાહેરમાં બોલતી નથી. જુના ટ્રેક રેકોર્ડ સંપૂર્ણ રીતે નજરઅંદાજ કરી દેવામાં આવે છે, કોંગ્રેસના શાસનકાળમાં તો એક મુખ્યચૂંટણી અધિકારીને પાર્ટીએ ટિકિટ આપી દીધી હતી. ઉમેદવાર બનાવી દીધા હતા. કેન્દ્રીય મંત્રીમંડળમાં જગ્યા આપી દીધી હતી. બે ચૂંટણી કમિશનરને તો રાજ્યપાલ બનાવી દીધા હતા. 

કોંગ્રેસ સભ્ય કેમ બનાવ્યા?
એકવાર મુખ્ય ચૂંટણીપંચે પોતાના નિર્ણયોને બેધ્યાન કરી એજન્ટ તરીકે કામ કરતી સંસ્થા બતાવી દીધી. આ રીતે પક્ષપાત તો કદાચ અન્ય સરકારમાં જ જોવા મળશે. ચૂંટણીપંચની કામગીરી અને સ્તરને નીચલા સ્તરે લઈ ગયા. આ પાછળ કોંગ્રેસનો એજન્ડા છે. આ પ્રકારે ચૂંટણીપંચનો પણ ખોટો ઉપયોગ કરી લીધો. કોંગ્રેસને મળતી સેવાનો પણ રિવોર્ડ કર્યો. વર્ષ 2005માં કોંગ્રેસ સરકાર હતી. એ સમયે સોનિયા ગાંધીએ નવીન ચાવલાને ઈલેક્શન કમિશનર બનાવ્યા હતા. સોનિયા ગાંધી કોઈને ચૂંટણી કમિશનર કેવી રીતે બનાવી શકે. એ તો સરકારની કોઈ સિસ્ટમમાં હતા જ નહીં. એ સમયે વ્યવસ્થા એવી હતી કે, વડા પ્રધાન અને સરકાર ઈલેક્શન કમિશનરની નિયુક્તિ કરતી હતી. સોનિયા ગાંધી પાસે આ સત્તા ક્યાંથી આવી? કોને ક્યુ પદ આપવું જોઈએ એ સોનિયા ગાંધી કેવી રીતે નક્કી કરી શકે? એ સમયે સરકાર કોણ ચલાવી રહ્યું હતું. કોંગ્રેસને ટ્રેક રેકોર્ડ તપાસો તો માત્ર ચૂંટણીપંચ પૂરતો જ સિમિત નથી. ટીકારામ મીણા કેરળ રાજ્યમાં ચૂંટણી કમિશનર હતા. એક વર્ષ પછી કોંગ્રેસે એમને રાજસ્થાનની મેનિફેસ્ટો ટીમમાં લઈ લીધા. કોંગ્રેસના સભ્ય પણ બનાવી દીધા. 

કોંગ્રેસની મનમાની હતી
અગાઉ કોઈની પણ નિયુક્તિને લઈ કોઈની સલાહ કે ભલમાણ ચાલતી ન હતી. ન કોઈ બીજા પક્ષના લોકો સાથે વાતચીત પણ કરતા હતા. આ પહેલા CEC કેવી રીતે નિયુક્ત થતા? સરકાર કમિશનરની પસંદગી કરતી, એ સમયે કોઈ પ્રકારની વાતચીત થતી ન હતી. કોંગ્રેસ સરકારમાં જેને તે ઈચ્છે એ ચૂંટણી કમિશનરને સરકાર અને પક્ષમાં મોટું પદ આપી દેવામાં આવ્યું, રાજ્યપાલ  બનાવી દેવામાં આવ્યા. ખાસ કરીને એક માહોલ પક્ષ કે કોંગ્રેસથી ચાલતો હોય એવો બનાવી દેવાયો. આ વાત એવા સમયે સામે આવી રહી છે જ્યારે દિલ્હીમાં છેલ્લા પાંચ દિવસથી વિરોધ પ્રદર્શનનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને કોંગ્રેસના મહાપ્રદર્શન બાદ કોક્રોચ જનતા પાર્ટી વિરોધ પ્રદર્શન કરવા માટે મેદાને પડી હતી.