Wed Oct 14 2026

Logo

દેશના 19 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી, મહારાષ્ટ્રના આ બે જિલ્લામાં રેડ એલર્ટ

2026-07-31 08:12:00
Author: Vimal Prajapati
દેશના 19 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી, મહારાષ્ટ્રના આ બે જિલ્લામાં રેડ એલર્ટ

Ai Image


નવી દિલ્હીઃ ભારતમાં આજે અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દેશના 19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આમાં ઉત્તર પ્રદેશ, હરિયામા, દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરખાંડ, પંજાબ, ગોવા, મધ્યપ્રદેશ, બિહારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રાજ્યોમાં આજે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. જેથી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. 

અમરાવતી અને યવતમાલ જિલ્લામાં ભારે વરસાદને લઈ એલર્ટ 

મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો, આગામી 24 કલાક સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમામે આગામી 24 કલાક મહારાષ્ટ્ર માટે ભારે રહેવાના છે. ખાસ કરીને અમરાવતી અને યવતમાલ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે જે તે જિલ્લા વહીવટી તંત્ર અને હવામાન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. 

અકોલા, ચંદ્રપુર અને નાગપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

આ સાથે સાથે મહારાષ્ટ્રના અકોલા, ચંદ્રપુર અને નાગપુર જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં આગાહી 5 ઓગસ્ટ સુધી અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે. જેથી લોકોને સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી છે. જો કે, વિદર્ભના અન્ય જિલ્લામાં ભારે વરસાદ કે કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. ખાસ કરીને અમરાવતી, યવતમાલ, અકોલા, ચંદ્રપુર અને નાગપુરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.