નવી દિલ્હી: ભારતના ઓપરેશન સિંદૂરમાં બાદ સશસ્ત્ર દળોની ક્ષમતા વધારવામાં આવી રહી છે. જેમાં ભારતીય વાયુસેના તેની ક્ષમતાના વધારો કરવા માટે રશિયાના પાંચમા પેઢીના સ્ટીલ્થ ફાઇટર જેટ, સુખોઈ સુખોઈ SU-57 ખરીદવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. આ અંગે મળતી માહિતી મુજબ આ ડીલ ફાઈનલ થાય તો શરુઆતમાં 40 જેટલા એસયુ-75 જેટનો ઓર્ડર આપી શકે છે. જેના લીધે પાકીસ્તાન અને ચીનની ચિંતામાં વધારો થઈ શકે છે. આ ઉપરાંત સંભવિત ડીલને ચીનના J-20 અને પાકિસ્તાન દ્વારા સ્ટીલ્થ જેટના સંભવિત સંપાદનના જવાબમાં જોવામાં આવી રહ્યું છે.
સેન્સર ફ્યુઝન અને સુપરક્રૂઝ ક્ષમતાઓનો પણ સમાવેશ
જયારે હાલ એરફાઈટ એવા તબક્કામાં પહોંચી છે જ્યાં લડાઇ ક્ષમતા કરતાં ડીટેકશન ક્ષમતા વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. સુખોઈ સુ-57 જેવા પાંચમી પેઢીના ફાઈટર જેટ અદ્યતન સ્ટીલ્થ ક્ષમતાઓથી સજ્જ છે. જેના કારણે દુશ્મન દળો માટે તેમને શોધવાનું અત્યંત મુશ્કેલ બને છે. પાંચમી પેઢીના ફાઈટર જેટ પાસે ઘણી સ્ટીલ્થ સુવિધાઓ છે. જેમ કે રડારથી બચવા માટેની ખાસ એરફ્રેમ. આ ફ્રેમ રડાર-શોષક સામગ્રીથી બનેલી છે. આ અત્યાધુનિક વિમાનોમાં ઓછી દૃશ્યતા વાતાવરણ માટે વિશિષ્ટ શસ્ત્રો, અદ્યતન સેન્સર ફ્યુઝન અને સુપરક્રૂઝ ક્ષમતાઓનો પણ સમાવેશ થાય છે.
Su-57 માં ઘણી બધી અત્યઆધુનિક સુવિધાઓ
સુખોઈની સત્તાવાર વેબસાઇટ અનુસાર, Su-57 માં ઘણી બધી સુવિધાઓ છે. વેબસાઇટમાં જણાવ્યા અનુસાર આ પાંચમી પેઢીનું ફાઈટર જેટ સંપૂર્ણપણે નવી, ઊંડાણપૂર્વક સંકલિત એવિઓનિક્સ સિસ્ટમથી સજ્જ છે. જેમાં લડાઇના ઉપયોગ માટે હાઈ લેવલઓટોમેશન અને ક્રૂ સપોર્ટ છે. વિમાનના ઓન-બોર્ડ સાધનો તેને ફક્ત સ્વતંત્ર રીતે જ નહીં પણ ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમ્સ સાથે અને ટાસ્ક ફોર્સના ભાગ રૂપે વાસ્તવિક સમયમાં ડેટાનું આદાનપ્રદાન કરવા માટે પણ સક્ષમ બનાવે છે.