Wed Jun 17 2026

Logo

WhatsAppમાં આવી ગયું નવું જાદુઈ ફીચર! એકવાર વાંચતા જ મેસેજ 'ગાયબ'

California   2026-06-17 21:26:54
Author: mumbai samachar team
Article Image

કેલિફોર્નિયાઃ WhatsApp કંપની સમયાંતરે એવી અપડેટ આપી દે છે જેની અગાઉ ક્યારેય કોઈએ કલ્પના પણ ન કરી હોય. ડૉક્યુમેન્ટથી લઈને ઈમોજી સુધી અને વોઈસ ચેટથી લઈને સ્ટોરી-સ્ટેટસ સુધીની તમામ વસ્તુઓ આપ્યા બાદ હવે એક એવું ફીચર આવી રહ્યું છે. જેનાથી યુઝર્સને વધારે એક સુવિધા મળશે. જે રીતે ફોટો એકવાર જોયા બાદ બેક કરતા જ એ ડિલિટ થઈ જાય છે. એવું હવે મેસેજમાં પણ આવી રહ્યું છે. યુઝર્સ મેસેજ રીડ કરી લેશે એ પછી એ મેસેજ તરત જ ડિલિટ થઈ જશે. iPhone માટે જે અપડેટ તૈયાર થઈ રહી છે એમાં પહેલા આ ફીચર રોલઆઉટ કરવામાં આવશે. 

વ્યૂ વન્સ ટેક્સ્ટ
હાલમાં ફોટો અને વિડિયોમાં આ ફીચર મળી રહ્યું છે. આગામી સમયમાં ટેકસ્ટ પર આ ફીચર કામ કરશે. સૌથી પહેલા આઈફોનમાં આ ફીચર રોલઆઉટ થશે. આ એક પ્રાયવેસી ફિચર તરીકે તૈયાર કરવામાં આવશે. આનાથી જેણે મેસેજ મોકલ્યો હશે એની સામે રીસીવર તરીકેની વ્યક્તિ એ મેસેજને ફોરવર્ડ નહીં કરી શકે. સેવ પણ નહીં કરી શકે, આનાથી એક પ્રાયવસી લેયર જોડાશે. હાલમાં આ ફીચર પર કામ ચાલી રહ્યું છે. મેસેજ લખ્યા પછી 'સેન્ડ' બટનને લાંબા સમય સુધી દબાવીને રાખવાથી આ ફીચર એક્ટિવ થઈ જશે. યુઝર્સ પછી એ ફીચરને એક્ટિવ કરી શકશે. મેસેજ મોકલતા પહેલા સ્ક્રીન પર 'વ્યૂ એટ વન્સ' લેબલવાળો મેનૂમાં વિકલ્પ મળશે એવું હાલ તો મનાય રહ્યું છે. વ્યક્તિગત અને ગ્રૂપ ચેટ એમ બંન્નેમાં તે કામ કરી શકશે. પણ ચેનલમાં આ ફીચર નહીં મળે. માત્ર ચેટ પૂરતું જ રાખવામાં આવ્યું છે. 

ટૂંક સમયમાં આવશે એન્ડ્રોઈડ ફોન પર 
WABetaInfoના એક રિપોર્ટ અનુસાર, 'વ્યૂ-વન્સ' મીડિયા પર લાગુ પડતા સમાન કંટ્રોલ આ ટેક્સ્ટ મેસેજમાં પણ લાગુ પડશે.આ મેસેજ સેવ નહીં થાય, શૅર નહીં થાય માત્ર સ્ક્રીનશોટ અથવા સ્ક્રીન રેકોર્ડિંગ લઈ શકશે. કેટલાક યુઝર્સ આ ટેસ્ટિંગમાં ભાગ લઈને ટેક્સ્ટને ટાઇપ કરીને, સ્ક્રીનશોટ લઈને અને તેને 'વ્યૂ-વન્સ' કરીને યુઝ કરે છે. જે મેસેજને રાખવા જરૂરી નથી અને બીજાને મોકલવા માટે પણ ઉપયોગી નથી, એવા સમયે આ ફીચરનો ઉપયોગ સૌથી વધારે કામ આવે છે. પ્રાયવેસી મોડ પર કામ કરતું હોવાને કારણે આના મેસેજ પણ ક્યાંય સેવ નહીં થાય.  પહેલાથી જ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન આ ફીચરમાં પણ યથાવત રહેશે. આઈફોનમાં સળતા મળ્યા બાદ કંપની એન્ડ્રોઈડ માટે પણ આ ફીચર રોલઆઉટ કરે એવું લાગી રહ્યું છે. એકવાર મેસેજ આવ્યા બાદ એ મેસેજ માત્ર એક જ વાર વાંચી શકાશે. એ પછી તે ડિલિટ થઈ જશે. આ ફીચર  iOSના બીટા વર્ઝનમાં જોવા મળ્યો હતું. પણ હજું સુધી આને ઈનેબલ કરવામાં આવ્યું નથી.