Wed Jul 29 2026

Logo

એડમિશન ન મળતા વિદ્યાર્થીએ IIT કાનપુરની વેબસાઇટ જ હેક કરી દીધી! સંસ્થાએ શું કાર્યવાહી કરી?

2026-07-29 12:55:00
Author: Vimal Prajapati
Article Image

Image Credit : Instagram


કાનપુરઃ ભારતમાં અનેક વિદ્યાર્થીઓ એવા છે જેમની પાસે પ્રતિભા હોવા છતાં પણ યોગ્ય પ્લેટફોર્મ નથી મળતું! આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. આઈઆઈટી કાનપુરમાં બી.ટેક સાયબર સુરક્ષામાં પ્રવેશ ના મળ્યો તેના કારણે એક વિદ્યાર્થીએ આ સંસ્થાનની આખી વેબસાઈટ જ હેક કરી નાખી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આઈઆઈટી કાનપુરની વેબસાઈટ હેક કરીને ‘Site is Hacked, All i Nees is Just A Fain Chance’ લખેલો મેસેજ છોડી દીધો હતો.  મહત્વની વાત એ છે કે, આ સાઈટ હેક કરીને તેના સ્ક્રીનશોર્ટ પણ પોતાના એક્સ એકાઉન્ટ પર શેર કર્યા હતાં.

કાયદાકીય કાર્યવાહીને બદલે વિદ્યાર્થીના ભવિષ્યનો વિચાર!

આ વિદ્યાર્થી એવું સાબિત કરવા માંગતો હતો કે, હું પ્રવેશ માટે સક્ષમ છું તો મને ચાન્સ મળવો જોઈએ. જો કે, આઈઆઈટી કાનપુર સંસ્થાને પણ આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે વિદ્યાર્થીના ભવિષ્યનો વિચાર કર્યો અને તેને પ્રવેશ માટે ચાન્સ આપવા પર વિચાર કરવા માટે કહ્યું છે. આ મામલે આઈઆઈટી કાનપુરના ડિરેક્ટર પ્રો. મનિન્દ્ર અગ્રવાલે વિદ્યાર્થીના ભવિષ્યને સુરક્ષિત કરવા પર ભાર મૂક્યો છે. 

ડિરેક્ટર પ્રો. મનિન્દ્ર અગ્રવાલે શું કહ્યું?

પ્રો. મનિન્દ્ર અગ્રવાલનું કહેવું છે કે, આઈઆઈટી કાનપુરમાં પ્રવેશની પ્રક્રિયા પહેલા જ પૂરી થઈ ગઈ છે. આ વિદ્યાર્થીએ સાઈટ હેક કરીને તેમાં કાયદાકીય સાથે અન્ય બાબતો પણ સામેલ છે, પરંતુ અમે વિદ્યાર્થીઓના ભવિષ્યને ખરાબ નથી કરવા માંગતા એટલા તેને એક ચાન્સ આપવાનો વિચાર કર્યો છે અને C3iHub માં ઈન્ટર્નશીપ માટે વિચાર કરી રહ્યાં છીએ. તે આવતા વર્ષે પ્રવેશ માટે પ્રયત્ન કરી શકે છે.

આઈઆઈટી કાનપુર દ્વારા એવું પણ કહેવાનું છે કે, પ્રવેશ માટે આવા પ્રયત્નો ના કરવા જોઈએ. પ્રવેશ માટે કાયદાકીય જે  રીતે હોય તેને અનુસરવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ કાનૂની મામલામાં કોઈનું ભવિષ્ય ખરાબ ના થાય! સંસ્થાએ કહ્યું કે, સાયબર સિક્યોરિટીમાં માહિલ લોકોનું અમે સ્વાગત કરીએ છે અને C3iHubમાં ઈન્ટર્નશીપ કે પછી નોકરી આપવાનો વિચાર કરીશું. પરંતુ પ્રવેશ માટે ગેરકાનૂની રીતે પ્રયત્નો ના કરવા!

આ કેસમાં પહેલા FIR દાખલ કરવાનો વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ સંસ્થાએ પહેલા વિદ્યાર્થીના દાવાઓ અને કુશળતા ચકાસવાનું નક્કી કર્યું. અગાઉ, CBSE પોર્ટલમાં ખામીઓ ઉજાગર કરનાર સંશોધકને પણ IIT કાનપુરના C3iHub સેન્ટરમાં કામ કરવાની તક આપવામાં આવી હતી. જેથી આ વખતે પણ એ જ વિચાર કરવામાં આવ્યો છે. IIT કાનપુરનો આ નિર્ણય વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અસરકારક સાબિત થઈ શકે છે.