Wed Jun 17 2026

Logo

અર્ચના પુરન સિંહના દીકરાઓ ગર્લફ્રેન્ડ સાથે 'લિવ-ઈન'માં: માલદીવ્સમાં કપલ્સની રોમાન્ટિક મસ્તી

2026-06-17 20:49:25
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલીવુડ ઈન્ડસ્ટ્રીની ગ્લેમર લાઈફ માત્ર સેલેબ્સ પુરતી જ સિમીત નથી હોતી. એના સંતાનો પણ એક અલગ અને ગ્લેમરસ લાઈફ જીવતા હોય છે. વાત છે અર્ચનના પુરન સિંહના બન્ને દીકરાઓની. જે પોતાની ગર્લફ્રેન્ડ સાથે લીવ ઈન રિલેશનશીપમાં રહે છે. નાના દીકરાની ગર્લફ્રેન્ડ તો થોડા મહિના પહેલા જ સાથે રહેવા માટે આવી છે. આર્યમન પોતાના માતા-પિતાના ઘરની નજીકના એક બંગલોમાં શિફ્ટ થઈ ગયો છે.જ્યારે તેઓ માલદીવ્સમાં વેકેશન એન્જોય કરવા માટે ગયા એ સમયની તસવીર સામે આવી છે. 

પૂત્રવધૂનો બિકિની અવતાર

એક્ટિંગની સાથે કોમેડીમાં ક્ષેત્રે પણ એક અલગ અંદાજથી કામ કરનારા અર્ચના પુરન સિંહની બોલિવૂડમાં એક અલગ પહેચાન છે. હવે તેના બંન્ને દીકરાઓ માટે પુત્રવધૂ પણ મળી ચૂકી છે. એ પણ દમદાર અને ગ્લેમરસ છે. સોશિયલ મીડિયા પર એનો બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ અવતાર જોઈ શકાય છે. 
માલદીવ્સના ફોટોમાં એનો બિકિની અવતાર જોવા મળ્યો હતો. આ ઉપરાંત આ તસવીરોમાં તે ગાઉનમાં પમ જોવા મળી છે. આર્યમન સેઠી અને આયુષ્માન સેઠી બન્ને પોતપોતાની ગર્લફ્રેન્ડ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહે છે. 



યુ-ટ્યુબ પર વી વ્લોગમાં આખો પરિવાર એક સાથે જોવા મળ્યો હતો. આ વિડિયોમાં અર્ચનાનું પોતાની પુત્રવધૂ સાથે એક અલગ પ્રકારનું બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. યોગીતા બિહાની અને સમીક્ષા શેટ્ટીનો એક અલગ સ્ટાઈલીશ લૂક જોવા મળ્યો હતો. આર્યમન સેઠી એક્ટ્રેસ યોગીતા બિહાની સાથે ડેટ કરે છે. એની સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહે છે. 

ટૂંક સમયમાં થશે બન્નેના લગ્ન

લિવ ઈનમાં રહેતા પહેલા તે લગ્ન માટે પ્રપોઝ પણ કરી ચૂક્યો છે. માલદીવ્સ પર વેકેશનમાં તે યોગીતા સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો હતો, જ્યારે આયુષ્માન સેઠી સમીક્ષા શેટ્ટી સાથે રિલેશનશીપમાં છે. છેલ્લા એક વર્ષથી તેઓ સાથે છે. સ્વિમિંગ માટે તૈયાર બન્ને કપલ્સની અનોખી મસ્તી અહીંયા જોવા મળી હતી. 

'કેરલ સ્ટોરી' અને 'વધ-2' જેવી ફિલ્મમાં જોવા મળેલી યોગીતા માલદીવ્સ વેકેશનમાં  વ્હાઈટ બિકિનીમાં જોવા મળી હતી. જેના પર પીળા કલરની પ્રિન્ટ હતી. જ્યારે સમીક્ષાએ પિંક કલરની મોનોકની પહેરી હતી. જેના પર બ્લુ કલરની ફ્લોરલ પ્રિન્ટ હતી. જે બેકલેસ હતી અને હોલ્ટર નેક હતી. આ ફોટોમાં બન્નેનો એક બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો. એક ફોટોમાં ચારેય ચીયર્સ કરતા જોવા મળ્યા હતા. સ્લિટ કટ ડ્રેસમાં સમીક્ષાનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો. બ્રાઉન કલરના હોલ્ટર નેક ડ્રેસમાં હોટ દેખાઈ રહી હતી. 

યોગીતાનો ગ્લેમર લૂક

યોગીતાના લૂકની વાત કરવામાં આવે તો ગોલ્ડન સેક્વિન ડ્રેસમાં જોવા મળી હતી. વેકેશન લૂકમાં તેનો બોલ્ડ અવતાર દેખાયો હતો. આઉટફીટ એટલા પર્ફેક્ટ હતા કે, ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. 



આ ઉપરાંત એના ફીગરની પણ ચર્ચા કરી રહ્યા છે. આ બોડી-હગિંગ ગાઉનની નેકલાઇનને થોડા ખૂણા પર મૂકીને તેને એક ક્લાસી ટચ ઉમેરવામાં આવ્યો હતો, જે તેને આઉટફિટના એક અનોખા તત્વમાં ફેરવી દે છે, જ્યારે બોડિસ ફોર્મ-ફિટિંગ છે, ત્યારે સ્કર્ટમાં ફ્લેર ઉમેરવામાં આવ્યો છે, જે ગાઉનને એક ભવ્ય ફ્લો આપે છે. 

અન્ય એક તસવીરમાં યોગીતાનો વધુ એક બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. જે આઉટડોર માટે પર્ફેક્ટ છે. લવંડર ટોપમાં ડીપ વી-નેક, નોટ ડિટેલિંગ અને થ્રી-ક્વાર્ટર બેલ સ્લીવ્સ હતા, જે ક્રોપ્ડ ફિટ સાથે સુંદર રીતે તેના ટોન ફિગરને પૂરક બનાવે છે. ટોપી અને લેયર્ડ નેકલેસ સાથે સ્ટાઇલ કર્યું હતું. બન્નેની એક અલગ સ્ટાઈલ જોવા મળી હતી.