મુંબઈઃ યશરાજ ફિલ્મ્સના બ્લોકબસ્ટર સ્પાય યુનિવર્સની મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટ્રેલર લૉંચ થઈ ચૂક્યું છે. જેમાં બોબી દેઓલ અને અનિલ કપૂરનો એક નવો અવતાર જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે, આ ફિલ્મમાં આલિયા ભટ્ટ એક એક્શન અવતારમાં જોવા મળશે. સાથે શરવરી વાઘ પણ એક્શન સીન કરતી જોવા મળશે. ગનફાઈટથી લઈને હેન્ડ ટુ હેન્ડ ફાઈટમાં બન્ને એક્ટ્રેસ દમદાર લાગી રહી છે. આલિયાનો આવો અવતાર બીજીવાર જોવા મળ્યો છે. આ પહેલા તેણે રાઝી જેવી ફિલ્મમાં દમદાર કામ કર્યું છે. ફિલ્મ'અલ્ફા'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર જોતા કલ્પી શકાય એવા એક્શન સીન છે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, ટ્રેલરમાં પણ એક સસ્પેન્સ છે જે છેલ્લે માત્ર 5 સેકન્ડ માટે દેખાય છે.
ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
'પઠાણ','એક થા ટાઇગર','ટાઈગર ઝિંદા હૈ','ટાઈગર 3' અને 'વોર' જેવી સુપરહિટ એક્શન ફિલ્મો બાદ આ સ્પાય યુનિવર્સની 7મી ફિલ્મ આવી રહી છે.'આલ્ફા'માં આલિયાનો એક અલગ અવતાર જોવા મળવાનો છે. મિશન શું છે અને રાવણ કોણ છે એ અંગે સસ્પેન્સ છેક સુધી યથાવત રહે છે. સિક્રેટ પ્રોગ્રામને પાર પાડવા માટે નીકળેલી આલિયાનો સામનો શરવરી વાઘ સાથે થાય છે. જેની પાછળ અનિલ કપૂરની સ્પષ્ટ ટ્રેનિંગ હોય છે. ફિલ્મ અવશ્ય શોકિંગ છે. બોબીએ આ ફિલ્મમાં આલ્યાના પિતાનો રોલ કર્યો છે. પણ ખરેખર એ એનો પિતા છે કે, વિલન એ સ્પષ્ટ ટ્રેલરમાં સ્પષ્ટ થતું નથી. બોલિવૂડની ફિલ્મના ઈતિહાસમાં ખાસ કરીને સ્પાસ થ્રિલર ફિલ્મમાં પહેલીવાર આ આખું મિશન બે પાવરફુલ મહિલાઓના ખભા પર છે.આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ આ ફિલ્મમાં સુપર-સ્પાયના રોલમાં કોની સામે મિશન પાર પાડે છે એ જોવાનું છે.
દમદાર એક્શન અવતાર
ટ્રેલરમાં જે રીતે જોવા મળે છે એમ બાળક હતી એવા સમયથી બોબી આલિયાને ટ્રેનિંગ આપે છે. શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવે છે. જેને 'અલ્ફા' નામના એક અતિ ગુપ્ત પ્રોગ્રામ માટે તેના પિતા નાનપણથી જ કમાન્ડો જેવી કડક ટ્રેનિંગ આપે છે.ટ્રેલર જોયા પછી અને બોબીનો અલગ અવતાર જોયા બાદ તે આલિયાનો ખરેખર પિતા છે કે શેતાન છે એ સ્પષ્ટ થતું નથી. એક્શન લવર્સ માટે આ ફિલ્મમાં અવશ્ય કંઈક તો નવું છે જ. બરફના પહાડોમાં હાઈ-સ્પીડ ચેઝિંગ, બન્ને એક્ટ્રેસનો ખતરનાક અને કાતિલ લુક ભલભલાને વિચારતા કરી દે છે. આલિયાનો આ રૌદ્ર અવતાર છે. 'મુંજ્યા' અને 'મહારાજ'ફિલ્મ કર્યા બાદ શરવરીનો પણ આ એક્શન અવતાર છે. બોબી દેઓલની વાત કરવામાં આવે તો 'એનિમલ' ફિલ્મ બાદ તે છવાઈ ગયો છે. અનિલ કપૂર અને બોબી બીજીવાર આ ફિલ્મમાં સાથે છે. કદાચ એકબીજાની સામે પણ છે. ટ્રેલરમાં પણ સ્ટોરી ટેલિંગ છે પણ સ્પષ્ટ થતું નથી કે વાર્તા શેની છે.
કોણ છે સરપ્રાઈઝ ચહેરો?
આ ફિલ્મના ડાયલોગ્સ દમદાર છે. 'ઈસબાર સીતા ખુદ લંકા જલાને આઈ હૈ'.દર્શકોનું માનવું છે કે, ખરેખર બોબી વિલનના રોલમાં છે. ખરેખર તે આલિયાનો પિતા નથી. આલિયાને કિડનેપ કરી લીધી અને પછી એના મનમાં ઝેર રેડવામાં આવ્યું હતું. પછી એનું નામ સીતા રાખવામાં આવ્યું હતું. લંકાનો સર્વનાશ કરવામાં શરવરી સાથ આપશે કે ખરેખર લડાઈ આલિયા અને શરવરીની થશે. આખરે જે વ્યક્તિની એન્ટ્રી થાય છે એ સરપ્રાઈઝ છે. પણ છેલ્લી પાંચ જ સેકન્ડમાં એ જોવા મળે છે.