Wed Jun 17 2026

Logo

પહેલીવાર ChatGPTને લાગ્યો મોટો ઝટકો!50 ટકાનું ગાબડું પાડીને કોણે આપી ધોબીપછાડ?

California   2026-06-17 22:02:38
Author: mumbai samachar team
Article Image

કેલિફોર્નિયાઃ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની દુનિયામાં માત્ર યુઝર્સ વચ્ચે જ રેસ નથી ચાલતી, ટેક કંપનીઓ વચ્ચે પણ ગાળકાપ હરિફાઈ ચાલી રહી છે. એઆઈ ટુલ્સને લઈને એક મોટી ટક્કર જોવા મળી છે. આ ટક્કર પહેલા કરતા વધારે દમદાર થઈ રહી છે. એઆઈ આવ્યા બાદ કોઈ એક ટુલ્સની લાંબા સમય સુધી ઈજારાશાહી ચાલતી નથી. એક યા બીજી કંપની એની ઓવરટેક કરીને યુઝર્સને એટલું બધુ આપી દે છે કે, ન પૂછો વાત. આવું જ ગગૂલ અને ઓપન એઆઈ વચ્ચે થયેલું જોવા મળ્યું છે. ઓપન એઆઈમાં માઈક્રોસોફ્ટ કંપનીનું મોટું રોકાણ છે. ચેટજીપીટીને બરોબરની ટક્કર આપનાર ગૂગલ જેમિનીએ ધોબી પછાડ આપી છે. 

50 ટકાનો સીધો ઘટાડો
ઓપન એઆઈની પ્રોડક્ટ ચેટજીપીટીના માર્કેટ શેરમાં પહેલીવાર 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સેંસર ટાવરના એક રિપોર્ટ અનુસાર, આ વર્ષના મે મહિનાના અંત સુધી ચેટજીપીટીની ગ્લોબલ માર્કેટ મેમ્બરશીપ 46.5 ટકાએ આવીને અટકી છે. પહેલીવાર એવું બન્યું કે, અટઘથી પણ વધારે હિસ્સેદારીમાં ચેટજીપીટી પોતાની પકડ બનાવવામાં નિષ્ફળ રહ્યું. કંપનીએ આ પાછળના કેટલાક કારણ પણ તપાસ હેતું મૂકી દીધા છે. આનો અર્થ એવો બિલકુલ નથી ચેટજીપીટીના યુઝર્સ ઘટી ગયા છે. AIની ચેટબોટ માર્કેટમાં નવા ખેલાડીઓ આવતા લોકપ્રિયતાને સીધી અસર થઈ છે. લોકપ્રિયતા વધતા માર્કેટ શેર વર્ગીકૃત થઈ ગયું હતું. ચેટજીપીટીને આજે પણ સૌથી પોપ્યુલર અને સરળ ચેટબોટ માનવામાં આવે છે. આ જ બોટના એક્ટિવ યુઝર્સની સંખ્યા 1.1 અબજથી પણ વધારે છે. આ સંખ્યા એ દર્શાવે છે કે, મોટાભાગના લોકો ચેટજીપીટી આજે દરેક લોકો વાપરી રહ્યા છે, દરેક લોકોની પહેલી પસંદ બની રહી છે. 

અનેક ઓપ્શન આપવામાં આવ્યા
હવે આ ચેટબોટમાં અનેક ઓપ્શન આપવામાં આવ્યા છે. ખાસ કરીને રો ડેટા અને ઈમેજ તૈયાર કરવા માટે સૌથી સરળ ટુલ્સ છે. આ પાછળનું કારણ ગૂગલ જેમિની માનવામાં આવે છે. ગૂગલે ટૂંકા ગાળામાં એકથી વધારે એઆઈ બોટ સર્વિસ એક્ટિવ કરી દેતા આ ફેરાફાર કરાયો હોવાનું માનવામાં આવે છે. ગૂગલે ફ્લો સિવાય પણ જેમિનીમાં અનેક એવા ફિચર એડ કર્યા હતા. ગૂગલ સર્ચ, વર્કસ્પેસ સહિત બ્રાઉઝર જેવા પ્લેટફોર્મ પર જેમિની આવી જતા મોટી સરળતા ઊભી થઈ છે. એન્ડ્રોઈડ યુઝર્સને આ સેવા સરળતાથી મેળી રહેતા જેમિનીની પહોંચ ટૂંકા સમયમાં કરોડો લોકો સુધી પહોંચી ગઈ હતી. ખાસ વાત એ છે કે,ઓપન એઆઈની પ્રોડક્ટ ચેટજીપીટી એ ભારતમાં સારી એવી માર્કેટ કવર કરી લીધી છે. ભારતમાં આ બોટ આશરે 10 કરોડ લોકો વાપરે છે આ તે એક અઠવાડિયાનો રેશિયો છે. અમેરિકા બાદ ભારત ચેટજીપીટીનું સૌથી મોટું માર્કેટ છે. જેનો ફાયદો યુઝર્સને થઈ રહ્યો છે. માત્ર જેમિની જ નહીં મેટા, ક્લાઉડ,એક્સ એઆઈ, ગ્રોક,ડીપસેક અને અન્ય પ્લેટફોર્મ પર યુઝર્સને અનેક પ્રકારની સુવિધાઓ આપી રહ્યા છે. 

રીસર્ચમાં આવી ગઈ સરળતા
રીસર્ચમાં એક વૈવિધ્ય મળી રહેતા લોકોને હવે રો ડેટામાં વધારે સમય જતો નથી. નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે, એઆઈનો એ તબક્કો શરૂ થઈ ગયો છે જ્યાં કોઈ એક કંપનીની મોનોપોલી ચાલે એમ નથી. દબદબો ઊભો કરવો પણ આસાન નથી.શરૂઆતમાં ચેટજીપીટીએ જે બોટ તરીકેનું કામ આપ્યું એ અદભૂત છે. હવે આની માર્કેટ મોટી થઈ જતા કંપનીને અનેક રીતે ફાયદો થઈ રહ્યો છે. ખાસ કરીને લોકો પોતાની ઈમેજ અને મલ્ટિ મીડિયા માટે વધારે આનો ઉપયોગ કરી રહ્યા છે. આ માટે કેટલાક પ્રોમ્ટ પણ તે સરળતાથી આપતા લોકોને મોટી રાહત થઈ છે.