એવિયન: ફ્રાન્સમાં એવિયનમાં આયોજિત G-7 સમિટમાં પી એમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત થઈ હતી. જ્યારે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ભારત મહત્વપૂર્ણ છે. અમેરિકા દરેક રીતે ભારતની જોડે છે. જો ભારત પર હુમલો થશે તો પણ અમેરિકા તેની સાથે છે.
ભારત દરેક બાબતમાં મોટી ભૂમિકા ભજવે છે
આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, મને લાગે છે કે ભારત દરેક બાબતમાં મોટી ભૂમિકા ભજવે છે. જ્યાં સુધી પીએમ મોદી છે ત્યાં સુધી પશ્ચિમ એશિયામાં ભારત મહત્વપૂર્ણ છે. જે મોટી ભૂમિકા ભજવશે.
Pleased to meet President Trump in Evian. We reviewed the sustained progress in our bilateral cooperation in trade, energy, defence, technology and people-to-people ties.
— Narendra Modi (@narendramodi) June 17, 2026
Conveyed India’s appreciation on the progress in the efforts for restoring peace and stability in West… pic.twitter.com/hEUfr5TOJx
અમેરિકા ભારતની સાથે ઉભું રહેશે
ટ્રમ્પે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા કહ્યું કે અમેરિકા દરેક રીતે ભારતની સાથે છે. જો ભારત પર ક્યારેય હુમલો થશે તો અમેરિકા તેની સાથે ઉભું રહેશે. તેમણે કહ્યું, જો પીએમ મોદી સત્તામાં હશે અને કોઈ ભારત પર હુમલો કરશે તો અમેરિકા ભારતની સાથે ઉભું રહેશે, ભલે તેના વિશે કોઈ લેખિત કરાર ન હોય. જો બીજો કોઈ નેતા હોત તો હું આવું ન કહેત.
#WATCH | Evian, France: On India's energy purchase from the US, US President Donald Trump says, "India can do anything they want with us. We have the best relationship. We cannot be closer than we are - both him and I, and our nations. But it really starts with the two of us, we… pic.twitter.com/TV2mNQWPzx
— ANI (@ANI) June 17, 2026
ભારત અમેરિકા સંબંધો વિશ્વાસ અને ભાગીદારી પર આધારિત
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું આ નિવેદન બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે આવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ફક્ત ઔપચારિક કરારો સુધી મર્યાદિત નથી પરંતુ પૂર્ણ વિશ્વાસ અને ભાગીદારી પર આધારિત છે.