Mon Sep 07 2026

Logo

મહિલા વર્લ્ડ કપમાં ભારત 95 રનથી જીત્યું

Leeds   2026-06-17 22:53:09
Author: Ajay Motiwala
મહિલા વર્લ્ડ કપમાં ભારત 95 રનથી જીત્યું

BCCI


લીડ્સઃ ભારતની મહિલા ટીમે અહીં બુધવારે નેધરલૅન્ડ્સને ટી-20 વર્લ્ડ કપમાં 95 રનથી હરાવીને સતત બીજો વિજય નોંધાવ્યો હતો.

ભારતે બૅટિંગ મળ્યા પછી પાંચ વિકેટે 209 રન બનાવ્યા હતા જેમાં વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (74 રન, 47 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર) અને શેફાલી વર્મા (પંચાવન રન, 38 બૉલ, દસ ફોર)ના સૌથી મોટા યોગદાન હતા.

BCCI

તેમની વચ્ચે 115 રનની ભાગીદારી થઈ હતી. બેબેટ દ લીડના સુકાનમાં નેધરલૅન્ડ્સની ટીમ 114 રનમાં આઉટ થઈ ગઈ હતી.

શ્રી ચરનીએ ચાર, શેફાલીએ ત્રણ અને નંદની શર્માએ બે વિકેટ લીધી હતી. ભારત બન્ને મૅચ જીતીને ગ્રૂપ-એમાં ચાર પૉઇન્ટ સાથે મોખરે છે.