મેષઃ
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. વ્યવસાયમાં નવા આયોજનો પર કામ શરૂ કરી શકો છો, પરંતુ નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે. પરિવારમાં કોઈ સભ્ય સાથે વૈચારિક મતભેદ થવાની સંભાવના છે, તેથી વાણી પર સંયમ રાખવો. જીવનસાથીનો સહયોગ તમારા મનને શાંતિ આપશે. સ્વાસ્થ્ય બાબતે થોડી સાવચેતી રાખવી, ખાસ કરીને ખાનપાન પર ધ્યાન આપવું. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે કોઈ સારા સમાચાર મળી શકે છે. વૈવાહિક જીવનમાં આજે મધુરતા જળવાઈ રહેશે.
વૃષભઃ
આજનો દિવસ વૃષભ રાશિના તમને ભાગ્યનો પૂરો સાથ મળશે, જેનાથી અટકેલા કાર્યો પૂરા થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને રોકાણ માટે આજનો દિવસ ઉત્તમ સાબિત થઈ શકે છે. કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. પ્રેમ જીવન જીવતા લોકો માટે આજનો દિવસ રોમેન્ટિક રહેશે. સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે અને માન-સન્માનમાં વધારો થશે. સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે. આજે હરવા ફરવા દરમિયાન તમને કોઈ મહત્ત્વની માહિતી સાંભળવા મળી શકે છે, પરંતુ તમારે એ માહિતી કોઈ સાથે પણ શેર કરતાં પહેલાં વિચારવું પડશે.
મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો અને શુકનિયાળ રહેશે. આજે તમારે તમારા ગુસ્સા અને વાણી પર કાબૂ રાખવો પડશે, નહીંતર બનેલા કામ બગડી શકે છે. ઓફિસમાં સહકર્મીઓ સાથે કોઈ વાત પર વિવાદ થવાની સંભાવના છે, તેથી વાદ-વિવાદથી દૂર રહેવું. નાણાકીય લેવડદેવડ કરતી વખતે ખાસ કાળજી રાખવી, ઉધાર આપવાનું ટાળવું. પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાથી તમને માનસિક હળવાશનો અનુભવ થશે. વ્યવસાયિક યાત્રાથી ધાર્યો લાભ નહીં મળે, પરંતુ ભવિષ્ય માટે નવા સંપર્કો બનશે. સંતાનની સંગત પર આજે ખાસ ધ્યાન આપવું પડશષે, નહીં તો તે કોઈ ખોટી સંગતમાં ફસાઈ શકે છે.
કર્કઃ
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. આજે કામના સ્થળે તમને સહકર્મચારીનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. ચંદ્ર તમારી જ રાશિમાં હોવાથી આજે તમારો દિવસ ઉત્સાહ અને સકારાત્મક ઉર્જાથી ભરેલો રહેશે. વેપારમાં ભાગીદારીથી મોટો આર્થિક લાભ થવાના સંકેત છે અને નવો બિઝનેસ શરૂ કરવા માટે સમય સાનુકૂળ છે. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે અને જીવનસાથી સાથે સારો તાલમેલ જોવા મળશે. લાંબા સમયથી ચાલી આવતી સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહત મળશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થતાં જૂની યાદો તાજી થશે અને મન પ્રફુલ્લિત રહેશે.
સિંહઃ
સિંહ રાશિના જાતકોના જીવનમાં આજનો દિવસ સકારાત્મક પરિવર્તન અને સફળતા લઈને આવશે. આજે બિનજરૂરી ખર્ચમાં વધારો થવાને કારણે તમારું બજેટ ખોરવાઈ શકે છે, તેથી સમજી-વિચારીને નાણાં ખર્ચવા. કાર્યસ્થળ પર કામનું ભારણ વધુ રહેશે, જેના કારણે તમે માનસિક થાક અને અસ્વસ્થતા અનુભવશો. વિરોધીઓ તમારી વિરુદ્ધ સક્રિય થઈ શકે છે, પરંતુ તમારી બુદ્ધિથી તમે તેમના પર વિજય મેળવશો. કોર્ટ-કચેરીના મામલાઓમાં હજુ થોડી રાહ જોવી પડી શકે છે. ધાર્મિક કાર્યોમાં મન પરોવવાથી માનસિક શાંતિ મળશે. સંતાનને કોઈ જવાબદારી સોંપી હશે તો તે ચોક્કસ પૂરું કરશે.
કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે, જેનાથી તમારું બેંક બેલેન્સ મજબૂત બનશે અને જૂનું દેવું ચૂકવવામાં સફળ રહેશો. કાર્યક્ષેત્રે કરેલા પ્રવાસો નફાકારક સાબિત થશે અને વ્યાપારિક સોદાઓ સફળ રહેશે. પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે અને તમે પાર્ટનર સાથે યાદગાર સમય વિતાવી શકશો. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાના મજબૂત યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ આજે દિવસ મધ્યમ ફળદાયી રહેશે. ઘર-પરિવારમાં આજે કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થશે.
તુલાઃ
તુલા રાશિના જાતકોએ આજે એક પછી સારા સમાચાર લઈને આવી રહ્યો છે. કારકિર્દીની દૃષ્ટિએ આજનો દિવસ પ્રગતિ કારક રહેશે અને નોકરીમાં પ્રમોશન અથવા નવા અધિકારો મળી શકે છે. વેપારમાં નવી ટેકનોલોજી કે પદ્ધતિ અપનાવવાથી મોટો ફાયદો થશે જે ભવિષ્યમાં ઉપયોગી સાબિત થશે. પિતા અને ઉચ્ચ અધિકારીઓનો ભરપૂર સહયોગ મળશે, જેનાથી મનોબળ મજબૂત બનશે. પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાની તમારી ઈચ્છા આજે પૂરી થઈ શકે છે. પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે અને દરેક સભ્ય તમારા નિર્ણયોને ટેકો આપશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્રો સાથે મુલાકાત થશે અને તમે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો.
વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યના સથવારે અટકી પડેલાં કોઈ સરકારી કે કાનૂની કાર્યો સરળતાથી પૂરા થઈ જશે. ધાર્મિક અને સામાજિક કાર્યો તરફ તમારો ઝુકાવ વધશે અને કોઈ મોટા આયોજનમાં ભાગ લેશો. ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ છે અને મહેનતનું યોગ્ય પરિણામ મળશે. લાંબા અંતરની યાત્રાના યોગ છે, જે સુખદ અને ફાયદાકારક રહેશે. ભાઈ-બહેનો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને તેમની મદદથી કોઈ મોટું કામ પૂરું થશે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે અને તમે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો.
ધનઃ
આજનો દિવસ ધન રાશિના જાતકોએ આજે સ્વાસ્થ્ય બાબતે બિલકુલ બેદરકારી રાખવી જોઈએ નહીં, વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી. કાર્યસ્થળ પર અચાનક કોઈ અડચણ આવી શકે છે, પરંતુ ધીરજ અને સમજી-વિચારીને કામ લેવાથી મુશ્કેલી હલ થશે. નાણાકીય બાબતોમાં જોખમ લેવાનું ટાળવું અને અજાણ્યા લોકો પર આંધળો વિશ્વાસ ન કરવો. સાસરી પક્ષ તરફથી કોઈ વાતને લઈને તણાવ થઈ શકે છે. આધ્યાત્મિકતા તરફ રુચિ વધવાથી માનસિક શાંતિ જાળવવામાં મદદ મળશે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપવું પડશે.
મકરઃ
મકર રાશિના જાતકોએ આજે ખૂબ જ સાવધાની સતર્કતાપૂર્વક કોઈ પણ કામમાં આગળ વધવું પડશે. આજનો દિવસ દામ્પત્ય જીવન અને વ્યવસાય બંને માટે અત્યંત ઉત્તમ અને સફળતા આપનારો રહેશે. જો તમે કોઈ નવો સંયુક્ત વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો સમય અનુકૂળ છે અને સારો નફો મળશે. કાયદાકીય બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે, જે લાંબા સમયની ચિંતા દૂર કરશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. જીવનસાથી સાથે કોઈ પર્યટન સ્થળની મુલાકાત લેવાનો પ્લાન બની શકે છે જે સંબંધોને વધુ મજબૂત બનાવશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે અને વાત લગ્ન સુધી પહોંચશે.
કુંભઃ
આજનો દિવસ કુંભ રાશિના જાતકો માટે અન્ય દિવસની સરખામણીએ મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે નોકરીયાત વર્ગ માટે દિવસ સારો રહેશે, તમારા કામની ગુણવત્તા જોઈને બોસ ખુશ થશે અને નવી જવાબદારી મળી શકે છે. કોર્ટ-કચેરીના વિવાદો અથવા જૂની લોનથી મુક્તિ મળવાના યોગ છે, જેનાથી મોટો આર્થિક બોજ હળવો થશે. મામા પક્ષ તરફથી ધન કે ભેટ મળવાની સંભાવના છે જે ખુશી આપશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ નાની-મોટી મોસમી બીમારીઓથી બચવા કાળજી રાખવી. બિનજરૂરી ચર્ચાઓથી દૂર રહી પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું હિતાવહ છે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે.
મીનઃ
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે, ખાસ કરીને તમારી નિર્ણય લેવાની ક્ષમતા કસોટી પર ચડશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાંથી ભટકી શકે છે, તેથી એકાગ્રતા જાળવી રાખવા માટે વધુ મહેનતની જરૂર પડશે. સંતાનોના ભવિષ્ય કે લગ્નને લઈને મનમાં થોડી ચિંતા રહી શકે છે, પરંતુ વડીલોની સલાહથી ઉકેલ મળશે. પ્રેમ જીવનમાં ગેરસમજ થવાની સંભાવના છે, તેથી પાર્ટનર સાથે ખુલીને વાત કરવી. આકસ્મિક ધનલાભના યોગ છે જે આર્થિક સ્થિતિ સંભાળી લેશે. જીવનસાથી સાથે કોઈ મતભેદ ચાલી રહ્યો હશે તો તેનો પણ ઉકેલ આવશે.