Fri Sep 04 2026

Logo

જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં વાદળ ફાટ્યું, પૂર જેવી સ્થિતી, જુઓ વિડીયો

2026-06-17 17:48:29
Author: Chandrakant Kanoja
જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં વાદળ ફાટ્યું, પૂર જેવી સ્થિતી, જુઓ વિડીયો

બાંદીપોરા : ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝ ક્ષેત્રની તુલેલ ઘાટીમાં  વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો  છે. તુલેલ ઘાટીમાં તારતેઇ કિલો ગામમાં અચાનક બનેલી ઘટના બાદ આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ  છે.

સેંકડો એકર ખેતીલાયક જમીન સંપૂર્ણપણે ડૂબી

જેમાં વાદળ ફાટ્યા બાદ  કાટમાળના અચાનક ઝડપી પ્રવાહ અને સતત વધતા પાણીના સ્તરે ગામમાં ભારે તબાહી મચાવી હતી. આ અચાનક પૂરના પરિણામે ડઝનબંધ રહેણાંક મકાનોને ભારે નુકસાન થયું. વધુમાં, આ વિસ્તારની સેંકડો એકર ખેતીલાયક જમીન સંપૂર્ણપણે ડૂબી ગઈ છે, જેના કારણે પાકને મોટા પાયે નુકસાન થવાની આશંકા છે. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના  અહેવાલ નથી.

લોકો સુરક્ષિત સ્થળે ખસી ગયા

તેમજ અચાનક આવેલી કુદરતી આફતને પગલે ગામમાં કલાકો સુધી ભયનો માહોલ છવાઈ ગયો હતો. તેમજ લોકો  પોતાને અને પોતાના પરિવારને બચાવવા  ઘર છોડીને તેમના બાળકો અને પશુધન સાથે સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા.