Thu Jun 18 2026

Logo

બોક્સ ઓફિસ પર ‘હોન્ટેડ 3D’ની આંધી: કમાણી મામલે કંગના રનૌત અને દિલજીત દોસાંઝની ફિલ્મોને પાછળ છોડી

2026-06-18 11:22:00
Author: Vimal Prajapati
Article Image

મુંબઈઃ ભારતમાં ફિલ્મો પાછળ ઘણાં લોકો ઘેલા છે, એવી કેટલીય ફિલ્મો છે, જે બોક્સિ ઓફિસ પર ધૂમ મચાવી દેતી હોય છે. અત્યારે ભારતના બોક્સ ઓફિસ પર વિક્રમ ભટ્ટે ડિરેક્ટ કરેલી ‘હોન્ટેડ 3D’ સતત છ દિવસથી ધૂમ મચાવી રહી છે. ‘હોન્ટેડ 3D’ ની આંધીમાં કંગના રનૌતની ‘ભારત ભાગ્ય વિધાતા’ અને દિલતીજની ‘મેં વાપસ આઉંગા’ ઝાંખી પડી ગઈ છે. કમાણી મામલે પણ ‘હોન્ટેડ 3D’ આ બંને ફિલ્મો કરતા આગળ નીકળી ગઈ છે. આ ત્રણેય ફિલ્મો એકસાથે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. ચાલો ત્રણેય ફિલ્મોની કમાણીની આંકડા જાણીએ...

છઠ્ઠા દિવસે બોક્સ ઓફિસ પર 1.40 કરોડ રૂપિયા છાપ્યાં

કમાણીની વાત કરવામાં આવે તો, વિક્રમ ભટ્ટની ‘હોન્ટેડ 3D: ઇકોઝ ઓફ ધ પાસ્ટ’ એ છઠ્ઠા દિવસે બોક્સ ઓફિસ પર 1.40 કરોડ રૂપિયાની કમાણી કરી છે. છઠ્ઠા દિવસે 4,180 શો ચાલીને હિન્દીમાં 10% ઓક્યુપન્સી નોંધાવી છે. ‘હોન્ટેડ 3D’એ ભારતમાં અત્યાર સુધીમાં કુલ 14.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જેનો કુલ સ્થાનિક કલેક્શન 17.31 કરોડ રૂપિયા છે. આ ફિલ્મમાં મિમોહ ચક્રવર્તી અને ચેતના પાંડે મુખ્ય ભૂમિકામાં છે.

કંગના રનૌતની ફિલ્મનો જાદૂ છઠ્ઠા દિવસે ગાયબ

આ સાથે કંગના રનૌતની ‘ભારત ભાગ્ય વિધાતા’એ છઠ્ઠા દિવસે બોક્સ ઓફિસ પર 55 લાખ રૂપિયાની કમાણી કરી છે. તેનો ઓક્યુપન્સી રેટ 11% હતો અને તેના 1,588 શો થયા હતા. ફિલ્મે ભારતમાં અત્યાર સુધીમાં 6.10 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મનું કુલ સ્થાનિક કલેક્શન 7.25 કરોડ રૂપિયા થઈ ગયું છે. કંગનાની ફિલ્મની સ્ટોરી 26/11 ના આંતકવાદી હુમલા પર નિર્ભર છે, પરંતુ હજી આ ફિલ્મને એટલી પસંદ કરવામાં આવી રહી નથી. 

દિલજીત દોસાંઝની ‘મૈં વાપસ આઉંગા’એ છઠ્ઠા દિવસે 1.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે 21% ઓક્યુપન્સી નોંધાવી હતી અને 2,056 શો થયા હતા. ભારતમાં તેણે અત્યાર સુધીમાં 10.05 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેનું કુલ સ્થાનિક કલેક્શન 11.98 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે. વિક્રમ ભટ્ટની ‘હોન્ટેડ 3D: ઇકોઝ ઓફ ધ પાસ્ટ’ એ કંગના રનૌતની ‘ભારત ભાગ્ય વિધાતા’ અને દિલજીત દોસાંઝની ‘મૈં વાપસ આઉંગા’ બંનેને પાછળ છોડી દીધી છે. બોક્સ-ઓફિસ પર ‘હોન્ટેડ 3D: ઇકોઝ ઓફ ધ પાસ્ટ’ એ લીડ લીધી છે.