Thu Sep 03 2026

Logo

₹590 કરોડ રૂપિયા પાછા આવી જશે? જાણો હરિયાણાના મુખ્ય પ્રધાને શું કહ્યું...

2026-02-23 22:56:46
Author: Savan Zalariya
₹590 કરોડ રૂપિયા પાછા આવી જશે? જાણો હરિયાણાના મુખ્ય પ્રધાને શું કહ્યું...

ચંડીગઢ: IDFC ફર્સ્ટ બેંકમાંથી હરિયાણા સરકારના ખાતામાંથી ₹590 કરોડ ગાયબ થઇ જતાં ખળભળાટ મચી ગયો છે, હરિયાણા સરકારની ટીકા કરવામાં આવી રહી છે.  હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈની અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ ખાતરી આપી હતી કે નાણા સુરક્ષિત છે અને પાછા આવી જશે.વિધાનસભામાં નાયબ સિંહ સૈની જણાવ્યું કે છેતરપિંડીના નાણા પાછા આવી જશે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) અને વિજિલન્સ ડીપાર્ટમેન્ટને સોંપવામાં આવી છે. 

સિંહ સૈની જણાવ્યું કે IDFC ફર્સ્ટ બેંકે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ને જણાવ્યું હતું કે આ ગેરરીતિઓ માટે એક કર્મચારી જવાબદાર છે.RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે RBI આ મામલાની તપાસ પર નજર રાખી રહી છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ છેતરપિંડીની માત્ર કેટલાક ખાતાઓમાં જ થઇ હતી. રાષ્ટ્રીય બેંકિંગ સિસ્ટમમાં નિષ્ફળતાના સંકેત નથી.રવિવારે IDFC ફર્સ્ટ બેંકની ચંદીગઢ બ્રાંચમાં ગેરરીતિઓના અહેવાલો મળ્યા હતાં.

હરિયાણા સરકારના એક વિભાગે IDFC ફર્સ્ટ બેંકમાં પોતાનું ખાતું બંધ કરવા અને બાકી રકમ બીજી બેંકમ ટ્રાન્સફર કરવાની વિનંતી કરી, ત્યારે બેંકને જાણવા મળ્યું કે વિભાગ દ્વારા જાણ કરવામાં આવેલી રકમ અને ખાતામાં રહેલી બેલેન્સમાં તફાવત છે. પ્રારંભિક તપાસમાં ₹490 કરોડની ખાધ જોવા મળી. વધુ સમીક્ષામાં જાણવા મળ્યું કે વધુ ₹100 કરોડ ગયાબ છે.IDFC ફર્સ્ટ બેંકે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. બેંકે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. એક થર્ડ પાર્ટી એજન્સીને ફોરેન્સિક ઓડિટ સોંપવામાં આવી છે.