Mon May 11 2026

Logo

કેરળનું નામ હવે થશે 'કેરલમ': કેબિનેટની મંજૂરી બાદ શશી થરુરે સરકારને પૂછ્યો સવાલ

2026-02-24 17:58:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી/કોચીઃ કેન્દ્રીય કેબિનેટે કેરળના નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરીની મહોર માર્યા પછી હવે આ મુદ્દો પણ રાજકીય રીતે ગરમાયો છે. રાજ્ય સરકારના પ્રસ્તાવને કેન્દ્ર સરકારે મંજૂરી આપ્યા પછી આ બાબતને લઈ કોંગ્રેસના સાંસદ શશી શરુરે ગંભીર સવાલ ઊભા કર્યા છે. 

કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશી શરુરે સરકારને સવાલ કરતા પૂછ્યું છે કે હવે કેરલવાસીઓને શું કહેશો. કેરલાઈટ કે કેરલનનું શું થશે. સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં થરુરે લખ્યું છે કે આ વાત સોરી બાબત છે, એમાં કોઈ શંકા નથી, પરંતુ એગ્લોફોન લોકો માટે એક નાનો સવાલ છે. નવા કેરલમ નામથી કેરળના રહેવાસીઓને કેરલાઈટ અને કેરલન શબ્દોનું શું  થશે. થિરુવનથપુમરના સાંસદ એવા થરુરના સવાલની સોશિયલ મીડિયા પર પણ ચર્ચા હવે જાગી છે અને લોકોએ સવાલ કર્યાં છે.

આજે કેન્દ્રીય પ્રધાનમંડળ રાજ્ય સરકારના પ્રસ્તાવને મંજૂરી આપતા કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે જ્યારે ભાષાના આધારે રાજ્યના નિર્માણ કરવામાં આવ્યું ત્યારે કેરલનું નામ કેરલમ કરવાની માગણી કરવામાં આવી હતી. 
સરકારની ડિમાન્ડને આધારે નામ બદલવાના પ્રસ્તાવ પર મંજૂરી આપી છે. આ વર્ષે યોજાનારી કેરલ વિધાનસભાની ચૂંટણી પૂર્વે કરવામાં આવી હતી. કેરલના નામ બદલવાના ખરડાને હવે રાજ્યની વિધાનસભામાં મંજૂરી માટે મોકલવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

અહીં એ જણાવવાનું કે શિવતીર્થ ખાતે મળેલી કેબિનેટની બેઠકમાં કેરળના નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપવાની સાથે રેલવેના અનેક પ્રોજેક્ટ, શ્રીનગરમાં એરપોર્ટ માટે નવું હાઈટેક ટર્મિનલ, અમદાવાદ મેટ્રો સહિત આઠ મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા.