Tue May 26 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:26 May 2026

2026-05-26 07:26:49
Author: mumbai samachar team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-05-26 08:03:43

5 સિંહોના ભેદી સંજોગોમાં મોત

ગુજરાતના ગૌરવ એશિયાટિક સિંહો પર કોઈ નવો ખતરો મંડરાઇ રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. અમરેલીના જંગલ વિસ્તારમાં 3 સિંહ બાળ સહિત કુલ 5 સિંહોના ભેદી સંજોગોમાં મોત થતાં ખળભળાટ મચી ગયો છે. જો કે હાલ સિંહોના મોત મામલે તપાસ શરૂ કરી દિધી છે.

2026-05-26 07:50:30

લખનઊ-આગ્રા એક્સપ્રેસવે પર અકસ્માતમાં 6નાં મોત

મંગળવારે વહેલી સવારે લખનઊ-આગ્રા એક્સપ્રેસવે દુર્ઘટના સર્જાઈ હતી. દિલ્હીથી ગોરખપુર જતી બસ પલટી જતાં 6નાં મોત થયા હતા. જ્યારે 19 લોકો ઘાયલ થયા હતા.