Sun Aug 30 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:21 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-07-21 08:48:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ:21 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-07-21 21:52:12

હિમાચલ પ્રદેશના કાંગડા અને કિન્નોરમાં વાદળ ફાટ્યા, 18 મકાન કાટમાળમાં દબાયા

હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલા રેડ એલર્ટ વચ્ચે ચાર જિલ્લાઓ કાંગડા, મંડી, ચંબા અને કુલ્લુમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે બે સ્થળોએ વાદળ ફાટવાની ઘટના પણ ઘટી હતી. જેના લીધે 18 ઘર કાટમાળમાં દબાયા છે. તેમજ ત્રણ મહિલા ઘાયલ થઇ છે અને નવ પશુના મૃત્યુ થયા હતા.

2026-07-21 19:46:14

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધમાં 100 અમેરિકન સૈનિકો ઘાયલ

મિડલ ઈસ્ટના અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સતત ચાલી રહ્યું છે. તેમજ બંને દેશો હવે આક્રમક હુમલાઓ પણ કરી રહ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ બે અઠવાડિયામાં અંદાજે 100 જેટલા અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે.

2026-07-21 19:03:54

રાહુલ ગાંધી, અખિલેશ યાદવ પોલીસે કસ્ટડીમાં લીધા

વડા પ્રધાનના નિવાસસ્થાન નજીક ધરણા કરી રહેલા વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીની દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા છે. રાહુલ ગાંધી પહેલા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને પણ કસ્ટડીમાં લીધા હતા.

2026-07-21 18:22:01

પીએમ આવાસ પર પ્રદર્શન વચ્ચે કોંગ્રેસે સરકાર સામે મૂકી પાંચ માંગ

નવી દિલ્હી:  કોંગ્રેસના નેતા રાહુલ  અને પ્રિયંકા ગાંધીએ પીએમ આવાસ સામે ધરણાં પ્રદર્શન શરૂ કર્યું છે.  આ વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ વિરોધ સ્થળ પર પહોંચ્યા અને રાહુલ ગાંધી સાથે વાત કરી હતી. જેમાં કોંગ્રેસ પાર્ટીએ પાંચ માંગણીઓ રજૂ કરી છે.

2026-07-21 17:51:07

ગુજરાતમાં બુધવારે દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગે  બુધવારે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

2026-07-21 16:38:31

પીએમ મોદીના રાજીનામાંની માંગ સાથે એકત્ર થયા રાહુલ ગાંધી સહિત અનેક કોંગ્રેસ નેતાઓ

નીટ પેપર લીક અને શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે કોકરોચ જનતા પાર્ટીએ સોમવારે સંસદ માર્ચ કરી હતી. જેમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે  વિદ્યાર્થીના સમર્થનમાં કોંગ્રેસ આવી છે. જેમાં  કોંગ્રેસના નેતા રાહુલ  અને પ્રિયંકા ગાંધી પીએમ મોદીના રાજીનામાંની માંગ સાથે પીએમ આવાસ સામે ધરણાં પ્રદર્શન શરૂ કર્યું છે.

2026-07-21 15:53:01

મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના હંગામા વચ્ચે યુસીસી બિલ પસાર

મધ્ય પ્રદેશ વિધાનસભામાં યુસીસી બિલ વિપક્ષના ભારે હંગામા વચ્ચે પસાર થયું છે. આ દરમિયાન વિપક્ષ પર પ્રહાર  કરતાં સીએમ મોહન યાદવે જણાવ્યું હતું કે તેમના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ છે જનતા તેમને ક્યારેય માફ નહિ કરે.

2026-07-21 15:21:51

યુક્રેનના પોર્ટ પર હુમલા બાદ વિદેશ મંત્રાલયે રશિયાના રાજદૂતને બોલાવ્યા

યુક્રેનના ઓડેસા પોર્ટ  રવાના થયેલા એક કોમર્શિયલ જહાજ પર થયેલા હુમલા બાદ આજે વિદેશ મંત્રાલયે રશિયાના પ્રભારી રાજદૂતને બોલાવ્યા છે. આ હુમલામાં ચાર ભારતીય નાગરિકોના મોત થયા હતા જ્યારે એકની હાલત ગંભીર છે.

2026-07-21 14:49:35

નવસારીના વાંસદામાં બે કલાકમાં સવા બે ઇંચથી વધુ વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, બપોરે 12 થી 2 કલાક દરમિયાન રાજ્યના 64 તાલુકામાં વરસાદ પડ્યો હતો. નવસારીના વાંસદામાં બે કલાકમાં 2.32 ઇંચ વરસાદ પડ્યો હતો. ત્રણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો.

2026-07-21 14:22:24

રાજકોટમાં ચાંદીપુરાના 3 શંકાસ્પદ કેસ આવ્યા સામે

રાજ્યમાં હાલ ચાંદીપુરા વાયરસ બાળકોને ભરડો લઈ રહ્યો છે.  રાજકોટની એક હૉસ્પિટલમાં ચાંદીપુરા વાયરસનાં 3 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. ત્રણેય બાળકોનાં સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે.

2026-07-21 13:31:46

અમદાવાદમાં વરસાદની શરૂઆત


અમદાવાદમાં ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ છે. શહેરના પંચવટી, સી જી રોડ, આશ્રમ રોડ, લૉ ગાર્ડન, ઈન્ડિયા કોલોની, ગુલબાઈ ટેકરા, નવરંગપુરા, પાલડી સહિતના વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે. શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને ક્યારેક ક્યારેક ઝરમર ઝાપટું પડતું હતું.

2026-07-21 12:27:46

રાજ્યમાં 28 IAS અધિકારીઓની બદલી

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્ય વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ કરતા 28 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂંકના આદેશો જારી કરવામાં આવ્યા છે.  આ અંગેનું અધિકૃત નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

2026-07-21 12:06:48

ઘુમા બાદ હવે ઝુંડાલ-ચાંદખેડામાં દીપડો દેખાયો

અમદાવાદના ઘુમા બાદ હવે ઝુંડાલ-ચાંદખેડામાં દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા કવાયત શરૂ કરવામાં આવી છે.  કેફેના માલિકે દીપડાને જોયો હોવાનો દાવો કર્યો છે. તેણે ફોટા પાડીને વન વિભાગને મોકલ્યા છે.

2026-07-21 11:52:06

'યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પહેલીવાર બોલ્યા PM મોદી

કોકરોચ જનતા પાર્ટીના સંસદ માર્ચ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નીટ પેપર લીક પર પહેલીવાર નિવેદન સામે આવ્યું છે. PM મોદીએ NDA સંસદીય દળની બેઠકમાં કહ્યું કે યુવાનોના ભવિષ્ય સાથે રમત નહીં થવા દઈએ. પેપર લીકના દોષીઓને કડકમાં કડક સજા અપાવાશે. PM મોદીએ કહ્યું, "પેપર લીક એ રાજકારણનો વિષય નથી. તેમના (વિદ્યાર્થીઓના) ભવિષ્યને નુકસાન ન થાય, એટલા માટે ફરીથી પરીક્ષા (રી-એક્ઝામ) લેવામાં આવી અને તેને સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી." તેમણે ઉમેર્યું કે પેપર લીકના મામલે સરકાર તરફથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને સરકાર વિદ્યાર્થીઓને લઈને સંવેદનશીલ છે.

2026-07-21 10:36:20

ગુજરાતમાં સવારે 8 થી 10માં 66 તાલુકામાં મેઘમહેર

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ ગુજરાતમાં સવારે 8 થી 10માં 66 તાલુકામાં મેઘમહેર થઈ હતી. નવસારીના ગણદેવીમાં સૌથી વધુ 1.61 ઇંચ વરસાદ પડ્યો હતો. નવસારીમાં 1.02 ઇંચ, જલાલપોરમાં 0.98 ઇંચ, મહુવા(સુરત)માં 0.91 ઇંચ વરસાદ નોંધાયો હતો.

2026-07-21 08:49:00

24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ

રાજ્યમાં ચોમાસાના બીજા રાઉન્ડે જમાવટ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 165 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વલસાડના પારડીમાં સૌથી વધુ 8.19 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વાપીમાં 7.90 ઇંચ વરસાદ વરસ્યો હતો.