Fri Apr 24 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 20 April 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-04-20 08:19:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-04-20 21:58:08

ભારત અમેરિકા ટ્રેડ ડીલને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ અપાશે

ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે ચાલી રહેલા પ્રયાસો અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ તબક્કામાં છે. બંને દેશો વચ્ચે  મહત્વપૂર્ણ ટ્રેડ ડીલને  ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. જેની માટે ભારતનું પ્રતિનિધીમંડળ આગામી સપ્તાહે અમેરિકા જવાનું છે.

2026-04-20 21:17:58

વેકેશનના પગલે ભારતીય રેલવે દોડાવશે 900 ઉનાળુ સ્પેશિયલ ટ્રેનો, મુસાફરોને મળશે રાહત

ભારતીય રેલવે ઉનાળુ વેકેશનના પગલે સમગ્ર દેશમાં ખાસ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણયનો ઉદ્દેશ દેશભરમાં મુસાફરીને સરળ અને વધુ અનુકૂળ બનાવવાનો છે. જેની  માટે ભારતીય રેલવેએ 15 એપ્રિલથી 15 જુલાઇ 2026 સુધી કુલ 908 ઉનાળુ સ્પેશિયલ ટ્રેનો મંજૂર કરી છે. જે કુલ 18,262 ટ્રિપ પૂર્ણ કરશે. રેલવે મંજૂર કરેલી ખાસ ટ્રેનોમાંથી 660 ટ્રેનોની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી હતી.

2026-04-20 21:15:10

સિરાજનો શિકાર બન્યો હાર્દિક પંડ્યા

19મી ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સની પાંચમી વિકેટ હાર્દિક પંડ્યાની પડી. કેપ્ટન હાર્દિક પંડ્યાને ગ્લેન ફિલિપ્સના હાથે મોહમ્મદ સિરાજે આઉટ કરાવ્યો હતો. આજની મેચમાં દબાણમાં રહીને 10 બોલમાં પંદર રન કરીને આઉટ થયો હતો, પરંતુ બેટિંગમાં તિલક વર્માને મજબૂત માર્ગદર્શન આપ્યું હતું.

2026-04-20 20:49:45

પ્રસિદ્ધ ક્રિષ્નાને મળી સફળતા

પહેલી ત્રણ વિકેટ ઝડપનારા રબાડાએ મુંબઈની ચોથી વિકેટ પાડવામાં મહત્ત્વનું પ્રદાન આપ્યું હતું. નમન ધીરે શાંતિપૂર્વક બેટિંગ કરીને સેન્ચુરી નજીક પહોંચાડ્યું હતું. જોકે, નમન ધીરે 32 બોલમાં 45 રનના અંગત સ્કોરે વિકેટ આપી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ નમન ધીરના સ્વરુપે ગુજરાત ટાઈટન્સને ચોથી વિકેટ ઝડપવામાં સફળતા મળી હતી. 96 રનના સ્કોરે ટીમે ચોથી વિકેટ ગુમાવી હતી.

2026-04-20 20:08:12

IPL: રબાડા ભારે પડ્યો મુંબઈને, સૂર્યાને બોલ્ડ કર્યો

ગુજરાત ટાઈટન્સના કેપ્ટને છઠ્ઠી ઓવર પણ રબાડાને આપવામાં આવતા સૂર્યકુમાર યાદવને બોલ્ડ કર્યો હતો. 10 બોલમાં (એક સિક્સ અને એક ચોગ્ગા સાથે) પંદર રનના અંગત સ્કોરે રબાડાએ વિકેટ ખેરવીને મુંબઈ ઈન્ડિયન્સની છાવણીમાં દબાણ લાવ્યા હતા. પાવરપ્લેમાં સૌથી વધુ સ્કોર કરવામાં મુંબઈ ઈન્ડિયન્સની તબક્કાવાર વિકેટ પડવાને કારણે સૌથી ઓછો સ્કોર કર્યો હતો, જેમાં ત્રણ વિકેટે 46 રન બનાવ્યા.

2026-04-20 19:56:58

રિલાયન્સ કોમ્યુનિકેશન લોન ફ્રોડ કેસમાં સીબીઆઈએ બે  અધિકારીઓની ધરપકડ કરી

રિલાયન્સ કોમ્યુનિકેશન લોન ફ્રોડ કેસમાં સીબીઆઈએ  મોટી કાર્યવાહી કરીને કંપનીના બે સીનિયર  અધિકારીઓની ધરપકડ કરી છે. સીબીઆઈએ  ડી. વિશ્વનાથ અને અનિલ કાલ્યાની ધરપકડ કરી છે.

2026-04-20 19:53:44

આઈપીએલઃ મુંબઈ ઈન્ડિયન્સને બે ઝટકા

ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને બોલિંગ લીધી, જેમાં મુંબઈ ઈન્ડિયન્સ માંડ બે રન લઈ શક્યું હતું. જોકે, મહોમ્મદ સિરાજની પહેલી ઓવરમાં માંડ બે રન મળ્યા પછી પરંતુ રબાડાની ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સને ઝટકો લાગ્યો હતો. નવોદિત દાનિશ માલેવાર એક રનના સ્કોરે એલબીડબલ્યુથી આઉટ થયો હતો. એના પછી ચોથી ઓવરમાં રબાડાએ ક્વિન્ટન ડીકોક (11 બોલમાં 13 રન)ને કેચ કરીને આઉટ કર્યો હતો. 25 રનના સ્કોરે મુંબઈ ઈન્ડિયન્સે બે વિકેટ ગુમાવી હતી.
.

2026-04-20 19:38:50

પંજાબમાંથી 24 લાખ ટનથી વધુ ઘઉંની પ્રાપ્તિ

વર્તમાન મોસમમાં અત્યાર સુધીમાં પંજાબમાંથી 24 લાખ ટન કરતાં વધુ માત્રામાં ઘઉંની સરકારી પ્રાપ્તિ કરવામાં આવી હોવાનું પંજાબનાં અનાજ, નાગરી પુરવઠા અને ગ્રાહક બાબતોના ખાતાના પ્રધાન લાલચંદ કતારુચકે તાજેતરમાં જણાવ્યું હતું. અત્યાર સુધીમાં જે ખેડૂતો પાસેથી પ્રાપ્તિ કરવામાં આવી છે અને તેનાં ખાતામાં રૂ. 647 કરોડ જમા કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવતા ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી તમામ અનાજની પ્રાપ્તિ કરવા અને 48 કલાકમાં પ્રાપ્તિ પેટેની ચુકવણી કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમ જ અનાજનો ઉપાડ પણ ઝડપથી થઈ રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. વધુમાં તેમણે પ્રાપ્તકર્તા એજન્સીઓના સંબંધિત અધિકારીઓને મંડીમાં વેચવા આવતા ખેડૂતોને કોઈ અડચણ અથવા તો કોઈ સમસ્યા ન થાય તેની તકેદારી રાખવા માટે અનુરોધ કર્યો છે.

2026-04-20 19:31:13

આઈપીએલઃ ગુજરાત ટોસ જીત્યું

આઈપીએલ (2026)ની આજની 30મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચેની મેચમાં ગુજરાત ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો. મુંબઈ ઈન્ડિયન્સ પહેલા બેટિંગમાં આવશે. મુંબઈ ઈન્ડિયન્સવતી વિદર્ભના દાનિશ મલેવાર અને કૃષ ભગત ડેબ્યૂ કરશે, જ્યારે હીટમેન રોહિત શર્મા નથી.

2026-04-20 19:22:41

દિલ્હી તોફાનના આરોપી  ઉમર ખાલિદને  સુપ્રીમ કોર્ટે આંચકો આપ્યો

દિલ્હીમાં વર્ષ 2020ના તોફાનના આરોપી  ઉમર ખાલિદને  સુપ્રીમ કોર્ટે આંચકો આપ્યો છે. ઉમર ખાલિદે સુપ્રીમ કોર્ટના પોતાના અગાઉના ચુકાદાને પડકારતી અરજી દાખલ કરી હતી.

2026-04-20 19:12:33

ગબ્બર પર્વત પર બે દિવસ દર્શન બંધ રહેશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પર 22 અને 23 એપ્રિલે દર્શન અને રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે  ઉનાળાની ગરમીમાં મધમાખીઓના હુમલાથી યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ બે દિવસ મધપૂડા હટાવવાની કામગીરી સઘન રીતે હાથ ધરાશે. અંબાજીનું મુખ્ય શિખરબંધ મંદિર દર્શનાર્થીઓ માટે રાબેતા મુજબ ખુલ્લું રહેશે, માત્ર ગબ્બર પર્વત પર જ આ પ્રતિબંધ લાગુ પડશે

2026-04-20 18:38:55

લેન્સકાર્ટને મોંધો પડ્યો બિંદી-તિલક વિવાદ, માર્કેટ વેલ્યૂમાં 4500 કરોડનો ઘટાડો

ભારતની અગ્રણી આઇવેર કંપની લેન્સકાર્ટમાં બિંદી અને તિલકને મુદ્દે સર્જાયેલો વિવાદ મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જેની અસર શેરબજારમાં તેના શેર પર પડી છે. આ વિવાદના લીધે લેન્સકાર્ટના શેરના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. એક જ દિવસમાં કંપનીની માર્કેટ વેલ્યૂમાં રૂપિયા 4500 કરોડનો ઘટાડો થયો છે.

2026-04-20 17:16:40

ઈરાનની સત્તા આઇઆરજીસીએ હસ્તક કરી હોવાના અહેવાલ

ઇરાન અને અમેરિકા વચ્ચે સતત વધી રહેલા તણાવ વચ્ચે મહત્વના સમાચાર આવ્યા છે. જેમાં સૂત્રો દ્વારા માહિતી મળી છે કે ઈરાનની સત્તા હવે કટ્ટરપંથી ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા કબજે કરવામાં આવી છે.

2026-04-20 16:29:30

જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં બસ અકસ્માતનો મૃત્યુ આંક 21એ પહોંચ્યો, 61 લોકો ઘાયલ

જમ્મુ કાશ્મીરના ઉધમપુરના રામનગરમાં સર્જાયેલા અકસ્માતનો મૃત્યુ આંક 21 એ પહોંચ્યો છે.  જ્યારે 61 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાની વિગત મુજબ રામનગરના કાઘોટ વિસ્તારમાં એક પેસેન્જર બસ અકસ્માતનો ભોગ બની હતી.આ બસ રામનગરથી ઉધમપુર તરફ જઈ રહી હતી.

2026-04-20 16:23:13

છત્તીસગઢમાં પ્લેન ક્રેશ

છત્તીસગઢના જશપુર જિલ્લાના આરા પહાડીઓના વિસ્તારમાં એક ખાનગી ચાર્ટડ પ્લેન ક્રેશ થવાના અહેવાલ. ગ્રામીણોએ કહ્યું છે કે આ વિમાન નારાયણપુર વિસ્તારના રતનપહલી જંગલમાં વૃક્ષ ટકરાતા પડ્યું હતું, ત્યારપછી આખું પ્લેન આગની લપેટમાં આવી ગયું.

2026-04-20 15:57:44

પીએમ મોદીએ કહ્યું કે ભારત વૈશ્વિક તણાવ વચ્ચે શાંતિનો સંદેશ આપી રહ્યો છે

મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે પીએમ મોદીએ મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ દિલ્હીમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ સાથેની મુલાકાત બાદ જણાવ્યું હતું કે ભારત અને કોરિયા વિશ્વ શાંતિનો સંદેશ આપી રહ્યા છે.

2026-04-20 15:24:31

લોકાર્પણ પહેલા જ ઓઇલ રિફાઈનરીમાં ભીષણ આગ

રાજસ્થાનમાં પચપદરા ઓઇલ રિફાઈનરીમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ છે. આવતીકાલે PM મોદી આ ઓઇલ રિફાઈનરીનું લોકાર્પણ કરવાના હતા.

2026-04-20 15:23:12

હિમાચલ પ્રદેશમાં નાણાકીય કટોકટી વચ્ચે નિર્ણય, વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રીઓના પગાર પર કાપ

હિમાચલ પ્રદેશ સતત નાણાંકીય કટોકટી વધી રહી છે. જેના પગલે રાજ્ય સરકારે આગામી છ માસ માટે વરિષ્ઠ અધિકારીઓ, મંત્રીઓ અને ધારાસભ્યોના પગારનો એક ભાગ અસ્થાયી રૂપે સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે.
જેમાં સરકારના  વરિષ્ઠ અધિકારીઓના પગારના 30 ટકા અને  મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યોના પગારનો એક ભાગ પણ છ મહિના માટે સ્થગિત કરવામાં આવશે.

2026-04-20 14:49:30

અમદાવાદના નિકોલમાં લક્ઝરી કાર અને રિક્ષા વચ્ચે ટક્કર

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ભક્તિનગર બસ સ્ટેશન પાસે આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બેફામ સ્પીડે આવતી BMW કાર અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષાને ટક્કર માર્યા બાદ BMW કાર નિયંત્રણ ગુમાવીને સીધી જ ભક્તિનગર બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતને પગલે આસપાસના લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

2026-04-20 11:36:28

સંવર્ધિત યુરેનિયમ અમેરિકા કે અન્ય કોઈ દેશને સોંપીશું નહીં: ઈરાન

ઈજિપ્તમાં ઈરાનના હિતોના પ્રતિનિધિ કાર્યાલયના અધ્યક્ષ મોજતબા ફર્દોસીપૂરે  જણાવ્યું હતું કે, અમે સંવર્ધિત યુરેનિયમ અમેરિકાને કે વિશ્વના અન્ય કોઈ પણ દેશને સોંપીશું નહીં. ઈરાને આવો કોઈ નિર્ણય લીધો નથી. તેમણે ઉમેર્યું કે હોર્મુઝમાં વધી રહેલા તણાવ માટે સંપૂર્ણ રીતે અમેરિકા જવાબદાર છે. યુદ્ધ પહેલા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખુલ્લું હતું. આ જળમાર્ગની વર્તમાન સ્થિતિ અમેરિકાની કાર્યવાહીનું પરિણામ છે.

2026-04-20 11:08:40

જમ્મુ-કાશ્મીરના રામનગરમાં બસ પલટી જતાં 10 લોકોનાં મોત

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના રામનગર વિસ્તારમાં બસ પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર 10 લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટુકડી પહોંચી ગઈ હતી.

2026-04-20 09:14:23

નેશનલ હેરાલ્ડ કેસમાં EDની અરજી પર આજે હાઈ કોર્ટમાં સુનાવણી

નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની અરજી પર હાઈકોર્ટ સોમવારે સુનાવણી કરશે. આ અરજી ટ્રાયલ કોર્ટના એ આદેશ વિરુદ્ધ છે, જેમાં EDની ચાર્જશીટ પર સંજ્ઞાન લેવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ મામલાની સુનાવણી ન્યાયાધીશ સ્વર્ણ કાંતા શર્માની બેંચ કરશે. આ કેસ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય આરોપીઓ સાથે જોડાયેલો છે.

2026-04-20 08:21:24

હોર્મુઝમાં તણાવ બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલની કિંમતોમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. શિકાગો મર્કન્ટાઈલ એક્સચેન્જમાં કારોબાર ફરી શરૂ થયા બાદ અમેરિકન ક્રૂડ ઓઈલની કિંમત 6.4% વધીને 87.88 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 6.5% વધીને 96.25 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. ઈરાનના વિદેશ મંત્રી દ્વારા વ્યાપારી ટેન્કરો માટે હોર્મુઝને ફરીથી ખોલવાની જાહેરાત બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં 9% થી વધુનો ઘટાડો નોંધાયો હતો.