Wed Jun 10 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:19 May 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-05-19 08:21:00
Author: Mumbai Samachar Team
Article Image

 

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-05-19 22:04:39

ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કરીને સરકારી કચેરીઓને ઈંધણ બચાવવા નિર્દેશ આપ્યા

ગુજરાત સરકારે પીએમ મોદીની ઈંધણ બચાવવાની અપીલ બાદ અનેક પગલાંઓ લીધા છે. જેમાં હવે સરકારે પરિપત્ર જાહેર કરીને સરકારી કચેરીઓને ઇંધણ બચાવવા નિર્દેશ આપ્યા છે. જેમાં સરકારી અધિકારીઓને અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ અને જિલ્લા બહારની મુસાફરી પર પ્રતિબંધ મુકાયો છે.તેમજ તમામ બેઠકો  વીડિયો કોન્ફરન્સિંગ અને ઓનલાઈન માધ્યમથી  કરવા સૂચના આપવામાં આવી છે.

2026-05-19 21:14:45

NEET 2026ની  પુન: પરીક્ષાની  તૈયારીઓની શિક્ષણ પ્રધાને  સમીક્ષા કરી

NEET UG 2026 નું પેપર લીક થયા બાદ તેની પુન: પરીક્ષા 21 મેના રોજ યોજાવાની છે. જેના પગલે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પરીક્ષાની તૈયારીઓની  સમીક્ષા કરી હતી. તેમજ આ પરીક્ષા સંપૂર્ણ પારદર્શિતા અને સલામત રીતે યોજવા માટે અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા.

2026-05-19 20:52:32

જયપુરમાં લખનઊના બૅટ્સમેનોનો આતશબાજી-શૉ

રાજસ્થાન રૉયલ્સ આઇપીએલ-2026ના પ્લે-ઑફના બાકી રહેલા ચોથા સ્થાન માટે હરીફાઈમાં છે ત્યારે આજની એની હરીફ ટીમ અને પ્લે-ઑફની બહાર થઈ ગયેલી લખનઊની ટીમનો જયપુરમાં ધમાકેદાર શૉ ચાલી રહ્યો છે. 14 ઓવરમાં આ ટીમે બે વિકેટે 160 રન બનાવ્યા હતા. ઓપનર મિચલ માર્શ (70 નૉટઆઉટ, 38 બૉલ, ચાર સિક્સર, આઠ ફોર) અને સાથી ઓપનર જૉશ ઇંગ્લિસ વચ્ચે (60 રન, 29 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) વચ્ચે માત્ર 50 બૉલમાં 109 રનની ભાગીદારી થઈ હતી. નિકોલસ પૂરન (16 રન) ફરી સસ્તામાં આઉટ થઈ ગયો હતો અને માર્શને કૅપ્ટન રિષભ પંત ચાર રન બનાવીને સાથ આપી રહ્યો હતો. લખનઊની બન્ને વિકેટ રાજસ્થાનના લેગ-સ્પિનર યશરાજ પુન્જાએ લીધી હતી.

2026-05-19 20:33:50

બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનના અધિકારીનું મૃત્યુ

બાંગ્લાદેશના ચિતગોંગમાં ભારતીય હાઈ કમિશનના અધિકારીનો સંદીગ્ધ હાલતમાં મૃતદેહ મળ્યો. સ્થાનિક પોલીસના જણાવ્યાનુસાર મૃતક અધિકારી સવારે પોતાના ઘરેથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતક નરેન્દ્ર હરિયાણાના ચટગાંવના રહેવાસી હતા.

2026-05-19 19:39:02

ભાજપ નેતાની જાહેરાત, સાયોની ઘોષનું શિરચ્છેદ કરનારાને 1 કરોડનું ઈનામ

પશ્ચિમ બંગાળની  ચૂંટણી પ્રચારમાં ચર્ચામાં આવેલા ટીએમસી નેતા અને સાંસદ સાયોની ઘોષ અંગે ભાજપ નેતાએ વિવાદિત ટિપ્પણી કરી છે. જેમાં ઉત્તર પ્રદેશના બુલંદશહેરની સિકંદરાબાદ નગરપાલિકાના અધ્યક્ષ અને ભાજપના નેતા ડો. પ્રદીપ દીક્ષિતે સાયોની ઘોષનું કપાયેલું માથું લાવશે તેને ₹1 કરોડનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.

2026-05-19 19:23:29

લખનઊ સામે રાજસ્થાને ફીલ્ડિંગ લીધી, આજે ફરી રિયાનને બદલે યશસ્વી કેપ્ટન

લખનઊ સુપર જાયન્ટ્સ માટે તો આજની 64મી મૅચના પરિણામનું કોઈ ખાસ મહત્ત્વ નથી, પણ રાજસ્થાન રૉયલ્સ માટે જીતવું જરૂરી છે અને એના કાર્યવાહક કૅપ્ટન યશસ્વી જયસ્વાલે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. રિયાનને પાછલી મૅચમાં બૅટિંગ દરમ્યાન ડાબા પગમાં ઈજા થતાં તે આ મૅચમાં નથી રમવાનો. મોહમ્મદ શમી લખનઊની ટીમમાં નથી, પણ મોહસિન ખાનનો પ્લેઇંગ-ઇલેવનમાં સમાવેશ છે. એઇડન માર્કરમ ટીમમાં નથી, જ્યારે આયુષ બદોનીને મોકો મળ્યો છે. રાજસ્થાનની ટીમમાં સંદીપ શર્મા, સુશાંત મિશ્રા અને લુઆન્ડ્રે પ્રીટોરિયસને સામેલ કરવામાં આવ્યા છે.

2026-05-19 18:44:12

ઉમર ખાલિદની મુશ્કેલીમાં વધારો, કોર્ટે વચગાળાના જામીન ફગાવ્યા

દિલ્હી રમખાણ કેસના આરોપી ઉમર ખાલિદની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં દિલ્હીની કરકરડૂમા કોર્ટે ઉમર ખાલિદને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ખાલિદે તેની બીમાર માતાની સર્જરી દરમિયાન તેની સંભાળ રાખવા અને ગયા મહિને અવસાન પામેલા તેના કાકાની ઉત્તરક્રિયા વિધિમાં હાજરી આપવા માટે 15 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા.

2026-05-19 17:55:31

ટ્વિશા શર્માના મોત કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો, બેલ્ટનો ઉપયોગ કર્યો હતો

જાણીતી મોડલ અને  મિસ પુણે રહી ચૂકેલી ટ્વિશા શર્માનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. જોકે, તેની બાદ પોલીસે આ મામલે તપાસનો શરૂ કરી છે. જ્યારે આ અંગે પ્રકાશમાં આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં  ટ્વિશા શર્માએ સાસરીમાં બેલ્ટનો ઉપયોગ કરીને જીવન ટુકાવ્યું હતું.

2026-05-19 17:08:22

સુપ્રીમ કોર્ટનો ભારતીય રેલવેને આંચકો, ચૂકવવો પડશે 15,000 કરોડનો વીજ સરચાર્જ

સુપ્રીમ કોર્ટ ભારતીય રેલવેને મોટો આંચકો આપ્યો છે. જેમાં કોર્ટે રેલવેને  ડિમ્ડ ડિસ્ટ્રિબ્યુશન લાઇસન્સ ધારક તરીકે માન્યતા આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટના મતે રેલ્વે વીજળીનો ગ્રાહક છે વિતરક નથી. જેના લીધે હવે રેલવેએ ઓપન એક્સેસથી મેળવેલી વીજળી માટે સરચાર્જ અને વધારાનો સરચાર્જ ચૂકવવો પડશે. જેના પગલે રેલવેએ બાકી 15,000 કરોડની રકમ ચૂકવવી પડશે.

2026-05-19 16:26:32

દિલ્હી હાઇકોર્ટે અરવિંદ કેજરીવાલ સહિત આપના ચાર નેતાઓ અવમાનના નોટિસ ફટકારી

અરવિંદ કેજરીવાલ સહિત આપના ચાર નેતાઓની મુશ્કેલી વધી છે. કોર્ટની અવમાનના કેસમાં દિલ્હી હાઇકોર્ટે આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સાંસદ સંજય સિંહને  નોટિસ ફટકારી છે.  તેમજ કોર્ટે ચાર સપ્તાહમાં જવાબ માંગ્યો છે.

2026-05-19 16:08:15

મુંબઈના ડિકૉક અને રાજ બાવા ઈજાને લીધે ટૂર્નામેન્ટની બહાર

મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પ્લે-ઑફની રેસમાંથી બહાર થઈ ચૂકી છે, પણ એની બે લીગ મૅચ બાકી છે જેમાં વિકેટકીપર-બૅટ્સમૅન ક્વિન્ટન ડિકૉક અને ઑલરાઉન્ડર રાજ બાવા રમતા નહીં જોવા મળે, કારણકે ઈજાને કારણે તેઓ આ ટૂર્નામેન્ટની બહાર થઈ ગયા છે. ડિકૉકને ડાબા કાંડામાં અને રાજ બાવાને જમણા હાથના અંગૂઠામાં ઈજા થઈ છે. ડિકૉક આ વખતે ત્રણ મૅચ રમ્યો જેમાંની પ્રથમ મૅચમાં તેણે પંજાબ સામે અણનમ 112 રન કર્યા હતા. ઈજા થઈ એ પહેલાં તે 23મી એપ્રિલે રમ્યો હતો. બાવાને પણ ત્રણ જ મૅચ રમવા મળી છે.

2026-05-19 15:48:01

પીએમ મોદીને સવાલ કરનારી નોર્વેની મહિલા પત્રકારની સ્પષ્ટતા, કહ્યું હું વિદેશી જાસૂસ નથી

પીએમ મોદીને સવાલ કરનાર નોર્વેની મહિલા પત્રકાર હેલે લિંગે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા જાહેર કરી છે. તેમણે કહ્યું કે હું વિદેશી જાસૂસ નથી. તેમણે એમ પણ ઉમેર્યું કે હું ફક્ત મારું કામ કરી રહી હતી.

2026-05-19 15:18:36

બિહારમાં દુર્લભ ખનિજ તત્વોના ભંડાર મળી આવ્યા, સોનાના ભંડાર હોવાના પણ સંકેત

બિહારમાં દુર્લભ ખનિજ તત્વોના ભંડાર મળી આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ દુર્લભ ખનિજો ધરાવતા 14 બ્લોક ઓળખી કાઢ્યા છે. જેની હરાજી ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે. આ ઉપરાંત  ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર રાજ્ય મંત્રી પ્રમોદ કુમારે જણાવ્યું હતું કે, જમુઈ જિલ્લાના સોનો ક્ષેત્રમાં સોનાના ભંડાર હોવાના સંકેતો મળી આવ્યા છે. હાલમાં ત્યાં એક સર્વે ચાલી રહ્યો છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

2026-05-19 08:22:13

એક સપ્તાહમાં બીજી વાર વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

દેશમાં સામાન્ય ગ્રાહકોને એક અઠવાડિયાની અંદર જ મોંઘવારીનો બીજો મોટો ફટકો પડ્યો છે. સરકારી તેલ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર આશરે 90 પૈસાનો વધારો કરી દીધો છે, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન અને રોજિંદા બજેટ પર અસર પડશે.