દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
પીએમ મોદીએ કહ્યું યુદ્ધના કાયમી ઉકેલ માટે રાજદ્વારી પ્રયાસો અને સંવાદ જરૂરી
પીએમ મોદી નોર્વેના વડાપ્રધાન સાથે વાતચીત દરમિયાન રશિયા- યુક્રેન યુદ્ધ અને મિડલ ઈસ્ટના યુદ્ધ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સંઘર્ષ માત્ર લશ્કરી કાર્યવાહીથી ઉકેલી શકાતા નથી. તેના કાયમી ઉકેલ માટે રાજદ્વારી પ્રયાસો અને સંવાદ પણ જરૂરી છે.
પશ્ચિમ બંગાળના સીએમ સુવેન્દુ અધિકારીના મદદનીશની હત્યાના મુખ્ય આરોપીની ધરપકડ
પશ્ચિમ બંગાળમાં 6 મેના રોજ સીએમ સુવેન્દુ અધિકારીના અંગત મદદનીશ ચંદ્રનાથ રથની હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઇને મોટી સફળતા મળી છે. સીબીઆઇએ આ હત્યાના મુખ્ય આરોપી રાજકુમારને હરિદ્વારથી પરત ફરતી વખતે મુઝફ્ફરનગરથી ધરપકડ કરી છે.
નીટ પેપર લીક કેસમાં દસમી ધરપકડ
સીબીઆઈએ નીટ-યુજી પેપર લીક કેસમાં સૌથી મોટી કાર્યવાહી કરી છે. તપાસકર્તા એજન્સીએ કોચિંગ ક્લાસના માલિકની ધરપકડ કરી છે. સીબીઆઈએ મુખ્ય આરોપી પ્રોફેસર શિવરાજ મોટેગાંવકરની ધરપકડ કરી છે, જે સંસ્થાનું સંચાલન કરે છે. આ કેસમાં અત્યાર સુધીમાં દસની ધરપકડ કરી છે.
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભંડારમાં 782 બિલિયનનો ઘટાડો, વૈશ્વિક ચિંતા વધી
અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીથી વૈશ્વિક ક્રૂડ ઓઇલની અછતનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. જેમાં મળતી માહિતી મુજબ 28 ફેબ્રુઆરીથી 8 મે દરમિયાન મિડલ ઈસ્ટમાં ક્રૂડ ઓઇલ પુરવઠામાં કુલ 782 મિલિયન બેરલનો ઘટાડો થયો છે.જે આ મહિનાના અંત સુધીમાં 1 બિલિયન બેરલના સુધી પહોંચી શકે છે.
સુપ્રીમ કોર્ટે ભાજપ નેતાને પૂજારીઓના મુદ્દામાં સામેલ ન થવાની સલાહ આપી
સુપ્રીમ કોર્ટે એક મહત્વની ટિપ્પણીમાં ભાજપ નેતા અને એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયને દેશના પૂજારીઓના મુદ્દામાં સામેલ ન થવાની સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે ભાજપ નેતા દ્વારા દાખલ જાહેર હિતની અરજી પર સુનાવણી દરમિયાન આ વાત કહી હતી.
કેરલમમાં સીએમ વીડી સતીશનના શપથ ગ્રહણ કાર્યક્રમમાં શશિ થરૂરની ગેરહાજરી અટકળો તેજ
કેરલમમાં એક દાયકા બાદ કોંગ્રેસના નેતૃત્વમાં યુડીએફ સરકારની રચના કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસના સીનિયર નેતા વીડી સતીશને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જોકે, મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારંભમાં કોંગ્રેસના નેતા અને સાંસદ શશિ થરૂર હાજર ન રહેતા અનેક અટકળો શરૂ થઇ હતી. પરંતુ મળતી માહિતી મુજબ શશિ થરૂર અમેરિકા હોવાથી આ સમારંભમાં હાજર રહી શકયા ન હતા.
વી.ડી. સતીશને મુખ્ય પ્રધાન પદના શપથ લીધા
કેરલમની નવી ચૂંટાયેલી સરકારનો આજે તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ યોજાઈ રહ્યો છે. વી.ડી. સતીશને મુખ્ય પ્રધાન પદના શપથ લઈ લીધા છે. આ સમારોહમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર છે.
કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકતાં 2નાં મોત
અનંતનાગ જિલ્લાના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામ નજીક પ્રવાસીઓની એક ટવેરા કાર અચાનક રોડ પરથી સરકીને અંદાજે 15 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં અમદાવાદના બે પ્રવાસીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
સપ્તાહના પ્રથમ સેશનમાં સેન્સેક્સ-નિફ્ટી ક્રેશ
વૈશ્વિક નેગેટિવ સંકેતો, ડોલર સામે રૂપિયામા નરમાઇ અને ક્રૂડ ઓઇલ 111 ડોલરની સપાટીએ પહોંચતા ભારતીય શેર બજારો પર નેગેટિવ અસર જોવા મળી છે. સપ્તાહના પ્રથમ સેશનમા સોમવારે સેન્સેક્સ અને નિફ્ટીનું રેડ ઝોનમાં ઓપનિંગ થયું છે. સેન્સેક્સ 74,800 જ્યારે નિફ્ટી 23,500ની નીચે ખુલ્યો છે.