દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
સુદર્શનને કોણીમાં બૉલ વાગ્યો, નારાયણ 200મી મૅચ રમ્યો
ઈડનમાં કોલકાતાએ 248 રનનો મોટો લક્ષ્યાંક આપ્યા બાદ ગુજરાતે સારી શરૂઆત કરી હતી, પરંતુ બે ઝટકાને કારણે થોડું મુશ્કેલીમાં આવું ગયું હતું. ઓપનર સાઇ સુદર્શન ઈજાને કારણે રિટાયર હર્ટ થયો હતો અને થોડી વાર બાદ નિશાંત સિંધુ ફક્ત એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ગુજરાતની ઇનિંગ્સમાં ત્રીજી ઓવર કોલકાતાના પેસ બોલર કાર્તિક ત્યાગીએ કરી હતી જેનો છેલ્લો બૉલ ઓપનર સાઇ સુદર્શનને કોણીમાં વાગ્યો હતો અને તે રિટાયર હર્ટ થઈ ગયો હતો. તેણે એક છગ્ગો અને ચાર ચોગ્ગાની મદદથી 13 બૉલમાં 23 રન બનાવ્યા હતા. પાંચમી ઓવરને અંતે ગુજરાતનો સ્કોર 1/51 હતો. સુનીલ નારાયણની આ 200મી મૅચ છે અને એમાં તેણે ગુજરાતની પ્રથમ વિકેટ પોતાના નામે કરી હતી. નારાયણ આઇપીએલના વિદેશી ખેલાડીઓમાં 200 મૅચ રમનાર પ્રથમ પ્લેયર બન્યો છે.
NEET 2026 પેપર લીક બાદ વહીવટી ફેરફારો, એનટીએ ચાર નવી નિમણૂકો કરી
NEET 2026 પેપર લીક બાદ સીબીઆઇ દ્વારા કેસની તપાસ બાદ અનેક લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેન્દ્ર સરકાર પણ એક્શન આવી છે. તેમજ અનેક વહીવટી ફેરફારો પણ કર્યા છે. જેમાં એનટીએ દ્વારા બે નવા જોઈન્ટ ડિરેક્ટર અને બે જોઈન્ટ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાતની કસોટી, કોલકાતાએ આપ્યો 248 રનનો તોતિંગ લક્ષ્યાંક
ઈડન ગાર્ડન્સમાં આજે ભારે આતશબાજીનો દિવસ છે અને એમાં યજમાન કોલકાતાએ ગુજરાતને જીતવા માટે 248 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો છે. ગુજરાતે સત્તાવાર રીતે પ્લે-ઑફમાં પ્રવેશ કરવાનો બાકી છે ત્યારે એના બૅટ્સમેનોએ કોલકાતા સામે મોટી પરીક્ષા આપવી પડશે. ગુજરાતે ખાસ તો ટૉપ-ઑર્ડરના બૅટ્સમેનો (ગિલ, બટલર, સુદર્શન)ના જોરે અત્યાર સુધીમાં ટૉપ-ફોરમાં સ્થાન મેળવ્યું છે. આજે કોલકાતાએ 20 ઓવરમાં માત્ર બે વિકેટના ભોગે 247 રન કર્યા જેમાં ફિન ઍલન (93 રન, 35 બૉલ, દસ સિક્સર, ચાર ફોર), અંગક્રિશ રઘુવંશી (82 અણનમ, 44 બૉલ, સાત સિક્સર, ચાર ફોર) અને કૅમેરન ગ્રીન (બાવન અણનમ, 28 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર)ના સૌથી મોટા યોગદાન હતા. આખી ઇનિંગ્સમાં કુલ બાવીસ છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. ગુજરાતના છ બોલરમાંથી સિરાજ અને સાઇ કિશોરને એક-એક વિકેટ મળી હતી.
પશ્ચિમ બંગાળના સીએમ સુવેન્દુ અધિકારી પર હુમલો ઇમેલ, આરોપીની ધરપકડ
પશ્ચિમ બંગાળના નવનિયુક્ત મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર આત્મઘાતી હુમલો કરવાના કાવતરાનો આરોપ લગાવતા એક ઈમેલથી કોલકાતા પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, ત્યારબાદની તપાસમાં આ મામલો ખોટો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ કેસમાં માત્ર બે દિવસમાં આરોપીની ધરપકડ કરી હતી. તેમજ આરોપીએ આ ઇમેલ મહિલાને ફસાવવા માટે કર્યો હોવાનો ખુલાસો થયો છે.
ઍલન આતશબાજી પછી સાત રન માટે બીજી સદી ચૂક્યો
કોલકાતાનો ઓપનર ફિન ઍલન (93 રન, 35 બૉલ, દસ સિક્સર, ચાર ફોર) આ વખતની આઇપીએલમાં શનિવારે બીજી સેન્ચુરી ફક્ત સાત રન માટે ચૂકી ગયો હતો. તેને ગુજરાતના લેફ્ટ-આર્મ સ્પિનર સાઇ કિશોરે ડીપ મિડવિકેટ બાઉન્ડરી પાસે રાશીદ ખાનના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. તેણે કૅપ્ટન રહાણે સાથે 44 રનની ઓપનિંગ પાર્ટનરશિપ અને ત્યાર બાદ અંગક્રિશ રઘુવંશી સાથે બીજી વિકેટ માટે 95 રનની ભાગીદારી કરી હતી. ઍલને આઠમી મેએ દિલ્હી સામે અણનમ 100 રનની મદદથી કોલકાતાને જિતાડ્યું હતું. 18મી ઓવરને અંતે કોલકાતાનો સ્કોર 2/210 હતો. રઘુવંશી 53 રને અને કૅમેરન ગ્રીને 45 રને રમી રહ્યો હતો.

સિરાજની 200મી વિકેટ, રહાણેનું સ્ટમ્પ ઉખેડી નાખ્યું
ઈડનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મૅચમાં ગુજરાત ટાઇટન્સના પેસ બોલર મોહમ્મદ સિરાજે ટી-20 કરીઅરની 200મી વિકેટ લીધી. તેણે કોલકાતાના કૅપ્ટન અજિંક્ય રહાણે (14 રન)નું મિડલ સ્ટમ્પ ઉખેડી નાખ્યું હતું. તેની વિકેટ વખતે કોલકાતાનો સ્કોર પાંચ ઓવરમાં 1/44 હતો. આ વિકેટ પહેલાં રહાણેએ એક સિક્સર અને એક ફોર ફટકારી હતી, પણ સાથી ઓપનર ફિન ઍલને જોરદાર ફટકાબાજી કરી હતી. તેણે બે છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 29 રન કર્યા હતા. છઠ્ઠી ઓવરમાં કોલકાતાનો સ્કોર એક વિકેટે 50 રન પર પહોંચ્યો હતો.

ગુજરાતે ફીલ્ડિંગ લીધી, કોલકાતાની ટીમમાં વરુણનું કમબૅક
ઈડન ગાર્ડન્સમાં ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. કોલકાતાની ટીમમાં સ્પિનર વરુણ ચક્રવર્તીનું પુનરાગમન થયું છે. ગુજરાત આ મૅચ જીતીને સત્તાવાર રીતે પ્લે-ઑફમાં જવા ઉપરાંત ટૉપ-ટૂમાં સ્થાન મજબૂત કરશે, જ્યારે કોલકાતાને આજે જીતીને પ્લે-ઑફની રેસમાં ટકી રહેવાનો મોકો મળશે. ગુજરાતની ટીમઃ ગિલ (કૅપ્ટન), સુદર્શન, બટલર (વિકેટકીપર), હોલ્ડર, સુંદર, નિશાંત સિંધુ, રાશીદ ખાન, અર્શદ ખાન, રબાડા, સાઇ કિશોર, સિરાજ. ઇમ્પૅક્ટ પ્લેયર્સઃ તેવાટિયા, ફિલિપ્સ, રાવત, પ્રસિદ્ધ અને કુશાગ્ર. કોલકાતાની ટીમઃ રહાણે (કૅપ્ટન), ઍલન, ગ્રીન, અંગક્રિશ રઘુવંશી, મનીષ પાન્ડે, રિન્કુ, સુનીલ નારાયણ, અનુકૂલ રૉય, વરુણ, સૌરભ દુબે, કાર્તિક ત્યાગી. ઇમ્પૅક્ટ પ્લેયર્સઃ અરોરા, રમણદીપ, તેજસ્વી, પૉવેલ અને પથિરાના.

પશ્ચિમ બંગાળમાં અભિષેક બેનર્જીની કંપનીઓ પર તપાસના આદેશ
પશ્ચિમ બંગાળમાં સીએમ સુવેન્દુ અધિકારી સરકાર રચના બાદ સતત એક્શન મોડમાં છે. તેમણે મમતા બેનર્જીની ટીએમસી વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. તેમજ અભિષેક બેનર્જીની કંપનીઓ પર તપાસના આદેશ આપ્યા છે. તેમજ ઉપદ્રવીઓ પાસેની નુકસાન વસૂલી માટે પણ આદેશ આપ્યા છે.
યુપીમાં યોગી સરકારનો મોટો નિર્ણય,અઠવાડિયામાં બે દિવસ વર્ક ફ્રોમ હોમ વ્યવસ્થા લાગુ
ઉત્તર પ્રદેશમાં ઇંધણની બચત માટે યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. આ અંગે શ્રમ વિભાગની બેઠકમાં ઉર્જા વપરાશ ઘટાડવા અને ઉદ્યોગોને રાહત આપવા માટે અઠવાડિયામાં બે દિવસ વર્ક ફ્રોમ હોમ વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
NEET 2026 પેપર લીક કેસમાં બીજા માસ્ટર માઇન્ડની ધરપકડ
NEET 2026 પેપર લીક કેસમાં સીબીઆઇની કાર્યવાહી સતત ચાલુ છે. જેમાં સીબીઆઇએ આ કેસમાં બીજા માસ્ટર માઇન્ડની ધરપકડ કરી છે. સીબીઆઇએ પૂણેની શિક્ષિકા મનીષા ગુરુનાથ મંધારેની દિલ્હીથી ધરપકડ કરી છે. જેની એનટીએ દ્વારા પરીક્ષાના નિષ્ણાત તરીકે નિમણૂક કરી હતી.
એનસીબી પ્રથમ વાર કેપ્ટાગોન ડ્રગનો મોટો જથ્થો જપ્ત કર્યો
દેશમાં ડ્રગ્સ વિરુદ્ધ નેશનલ નાર્કોટિક્સ બ્યૂરો દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે માહિતી શેર કરતા જણાવ્યું છે કે, ઓપરેશન રેગપીલ હેઠળ પ્રથમવાર અંદાજિત રૂપિયા 182 કરોડના 'કેપ્ટાગોન' તરીકે ઓળખાતા ડ્રગનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
કોરોના, યુદ્ધ અને ઉર્જા સંકટના કારણે વિશ્વ ગરીબી તરફ ધકેલાશેઃ નેધરલેન્ડમાં પીએમ મોદી
નેધરલેન્ડમાં બોલતાં પીએમ મોદીએ કહ્યું કે આજે વિશ્વ માનવતા ઘણા મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરી રહ્યું. પહેલા કોરોના, પછી યુદ્ધ અને હવે ઉર્જા સંકટનો સામે ઝઝુમી રહી છે. આ દાયકો વિશ્વ માટે આફતોનો દાયકો બની ગયો છે. જો પરિસ્થિતિ બદલાશે નહીં અનેક દાયકાઓના કામ પર પાણી ફરી જશે. વિશ્વની મોટી વસ્તી ગરીબી તરફ ધકેલાશે.
આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી
સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપવાનું અને ભારત વિરુદ્ધ કાવતરું ઘડવાનું ચાલુ રાખશે તો તેણે મોટો નિર્ણય લેવો પડશે. પાકિસ્તાને નક્કી કરવું પડશે કે તે ભવિષ્યમાં વિશ્વના નકશા પર રહેવા માંગે છે કે ઇતિહાસનો ભાગ બનવા માંગે છે.
ટ્રમ્પની હત્યા પર 50 મિલિયન યુરોનું ઈનામ, ઈરાની સંસદમાં રજૂ કરાશે પ્રસ્તાવ
ઈરાની મીડિયામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશેના એક સમાચારે તમામનું ધ્યાન ખેંચ્યું છે. તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાની સરકાર ટ્રમ્પની હત્યા માટે 50 મિલિયન યુરોનું ઈનામ આપવાની દરખાસ્ત સંસદમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે.
ટ્રમ્પ ટીમે ચીન તરફથી મળેલી તમામ ભેટો બેઇજિંગ એરપોર્ટ પર કચરાપેટીમાં ફેંકી દીધી..!!
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની ટીમે પરત ફરતી વખતે ચીન તરફથી મળેલી બધી ભેટો કચરાપેટીમાં ફેંકી દીધી હતી. અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની ટીમ એક પણ ભેટ સાથે એરફોર્સ વનમાં ચઢ્યા ન હતા, જે ચીનનું ગંભીર અપમાન છે. અહેવાલો અનુસાર, બેઇજિંગ એરપોર્ટ પર એરફોર્સ વનમાં ચઢતા પહેલા, યુએસ પ્રતિનિધિમંડળે ચીન તરફથી મળેલી બધી ભેટો, જેમાં મોબાઇલ ફોનથી લઈને વિવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે તેને કચરાપેટીમાં ફેંકી દીધી હતી.
હૈદરાબાદ: મલેશિયાથી આવી રહેલા એર એશિયાના વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
મલેશિયાથી હૈદરાબાદ આવી રહેલી એર એશિયાની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા એરપોર્ટ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી.આ ધમકી મળતા જ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. એરપોર્ટ સિક્યોરિટી, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યા હતા.