Mon May 25 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 16 Feb 2026

2026-02-16 08:23:55
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

2026-02-16 18:46:12

પીએમ મોદી બે દિવસના ઇઝરાયલ પ્રવાસે જશે, નેતન્યાહૂએ કહ્યું ભારત એક શકિતશાળી દેશ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી  25 ફેબ્રુઆરીથી બે દિવસની ઇઝરાયલ પ્રવાસે જવાના છે. આ  અંગે સમાચાર એજ્ન્સીએ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી હતી. તેમજ ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ એમ પણ કહ્યું હતું કે પીએમ મોદી આવતા અઠવાડિયે ઇઝરાયલની મુલાકાત લેશે.

2026-02-16 17:55:05

જમ્મુ કાશ્મીરમાં 14 પર્યટન સ્થળો ફરીથી ખોલવાની જાહેરાત

જમ્મુ કાશ્મીરમાં પહલગામ આતંકી હુમલા બાદ  બંધ કરવામાં આવેલા 14 4 પર્યટન સ્થળો ફરીથી ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. આ સ્થળોની  સુરક્ષા સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ જાહેરાત કરી છે

2026-02-16 17:15:06

દેશમાં મોંધવારી વધી, ફુગાવો સતત ત્રીજા મહિને વધીને 1.81 ટકા થયો

દેશમાં જાન્યુઆરી 2026 માં જથ્થાબંધ ફુગાવો સતત ત્રીજા મહિને વધીને 1.81 ટકા થયો છે. જે ડિસેમ્બરમાં 0.83 ટકા હતો. આ વધારો મુખ્યત્વે ખાદ્ય, બિન-ખાદ્ય અને ઉત્પાદિત ચીજવસ્તુઓ, ખાસ કરીને મૂળભૂત ધાતુઓ અને કાપડના ભાવમાં વધારાને કારણે  નોંધાયો છે.

2026-02-16 16:47:18

સબરીમાલામાં મહિલાઓને પ્રવેશ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં 7 એપ્રિલથી સુનાવણી શરુ કરશે

કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ મુદ્દે ઉભા થયેલા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટ સુનવણી શરુ કરશે. જેની માટે સુપ્રીમ કોર્ટે નવ જજની બેન્ચની રચના કરવામાં આવી છે.  તેમજ સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને 14 માર્ચ સુધી તમામ પક્ષોને તેમની દલીલો લેખિતમાં જમા કરવા આદેશ આપ્યો છે.
 
સુપ્રીમ કોર્ટ 7 એપ્રિલથી આ કેસની વિગતવાર સુનાવણી કરશે.

2026-02-16 15:36:00

મુંબઈન બોમ્બ વિસ્ફોટ કેસના આરોપી અબુ સાલેમની મુકિતની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

મુંબઈના વર્ષ 1993 બોમ્બ વિસ્ફોટ કેસમાં  દોષિત ગેંગસ્ટર અબુ સાલેમને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટ અબુ સાલેમની  મુક્ત થવાની અરજી ફગાવી દીધી છે. બોમ્બે  હાઈકોર્ટે પણ અબુ સલેમની જામીન અરજી 10 દિવસ પૂર્વે ફગાવી દીધી હતી.

2026-02-16 15:32:06

મુંબઈન બોમ્બ વિસ્ફોટ કેસના આરોપી અબુ સાલેમની મુકિતની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

મુંબઈના વર્ષ 1993 બોમ્બ વિસ્ફોટ કેસમાં  દોષિત ગેંગસ્ટર અબુ સાલેમને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટ અબુ સાલેમની  મુક્ત થવાની અરજી ફગાવી દીધી છે. બોમ્બે  હાઈકોર્ટે પણ અબુ સલેમની જામીન અર જી 10 દિવસ પૂર્વે ફગાવી દીધી હતી.

2026-02-16 14:24:39

રાજપાલ યાદવને કોર્ટનો ઝટકો

જાણીતા અભિનેતા રાજપાલ યાદવ 9 કરોડ રૂપિયાના જૂના ચેક બાઉન્સ કેસમાં કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. દિલ્હી હાઈકોર્ટમાં તેમની વચગાળાના જામીન અરજી પર સુનાવણી ચાલી રહી છે, જ્યાં કોર્ટે કડક શરત મૂકી છે. હાઈકોર્ટે રાજપાલ યાદવના વકીલને આજે બપોરે 3 વાગ્યા સુધીમાં 1.5 કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવવા માટેનો સમય આપ્યો છે. જો આ રકમ નિયત સમયમાં જમા કરવામાં નહીં આવે, તો તેમની જામીન અરજી પર સંકટ આવી શકે છે.

2026-02-16 13:45:55

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદી બહુમતીથી ચૂંટાયા

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદી બહુમતીથી ચૂંટાયા છે. દિનેશ ઠાકોરે શૈલેષ પરમારના નામે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જ્યારે જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. મતવિચારણા દરમિયાન શૈલેષ પરમારના પ્રસ્તાવને બહુમતી ધારાસભ્યોએ અસ્વીકાર કર્યો હતો અને પૂર્ણેશ મોદીના સમર્થનમાં બહુમતી મળી હતી.

2026-02-16 12:21:58

કીર્તિ પટેલ વિવાદ પર જૂનાગઢના ધારાસભ્યનું નિવેદન

કીર્તિ પટેલે મૃગીકુંડમાં ડૂબકી લગાવતા થયેલા વિવાદ પર જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, સંતોની સ્નાન કરવાની પરંપરા રહી છે. કીર્તિ સામે જોગવાઈ પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ. મેં એસપી અને કલેકટર સાથે ચર્ચા કરી છે. દરેકે મર્યાદા જાળવવી જોઈએ.

2026-02-16 11:59:52

રાજકોટ શહેર નજીક વધ્યો દીપડાનો આતંક

રાજકોટ શહેર નજીક દીપડાનો આતંક વધ્યો છે. મનહરપુર ગામમાં 7 દિવસમાં 8 મારણ કર્યા છે. જેના કારણે પશુપાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેમજ માલઢોરને સીમમાં લઈ  જતાં ફફડી રહ્યા છે.

2026-02-16 11:03:36

સોના-ચાંદીમાં ઘટાડો આગળ વધ્યો

વાયદા બજારમાં સોમવારની કડાકા સાથે શરૂઆત થઈ હતી. ચાંદીમાં ₹8500 અને સોનામાં ₹1500નો ઘટાડો થયો હતો. આજે બજાર ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો હતો.

2026-02-16 09:20:23

અમદાવાદ-વડોદરાની 7 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

વડોદરાની જાણીતી ડી.આર. અમીન, ઉર્મિ અને નાલંદા સ્કૂલને ઈ-મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદની 4 સ્કૂલને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. અમદાવાદ શહેરની મકરબામાં આવેલી DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુરમાં આવેલી એશિયા સ્કૂલ અને સેટેલાઇટમાં આવેલી A વન સ્કૂલને ઇમેલ દ્વારા.બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. હાલ બૉમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સ્કલમાં તપાસ કરવામાં આવી રહી છે.

2026-02-16 08:49:26

ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ એક્સપોનું પીએમ મોદી કરશે ઉદ્ઘાટન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારત મંડપમમાં સાંજે 5 કલાકે ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ એક્સપો 2026નું ઉદ્ઘાટન કરશે. પીએમઓ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ એક્સપોનું આયોજન 16 થી 20 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે. આ એક્સપોમાં 13 દેશોના પેવેલેયિન હશે.
 

2026-02-16 08:24:43

બંગાળમાં ચૂંટણી પંચની કડક કાર્યવાહી

બંગાળમાં ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરતાં 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. એસઆઈઆરની કામગીરીમાં કરેલા છબરડાંને લઈ આ પગલું લેવામાં આવ્યું હોવાનું હાલ જણાવવામાં આવ્યું છે.