Wed Jul 15 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:15 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-07-15 07:43:42
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-07-15 10:49:08

ગુજરાતમાં બે કલાકમાં 17 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં ગઈકાલથી ફરી ચોમાસું સક્રિય થયું છે. આજે સવારે 8 થી 10 કલાકના સમયગાળામાં 17 તાલુકામાં વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સુરતના માંડવીમાં બે કલાકમાં સૌથી વધુ 0.83 ઇંચ વરસાદ નોંધાયો છે.

2026-07-15 10:01:53

સૌરાષ્ટ્રમાં જીવલેણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી

સૌરાષ્ટ્રમાં જીવલેણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ છે. મળતી વિગત પ્રમાણે રાજકોટ તાલુકામાં 1 બાળક અને સુરેન્દ્રનગરના 1 બાળકમાં લક્ષણ દેખાયા છે. જે બાદ સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે.

2026-07-15 10:00:52

PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલને પાઠવી જન્મ દિવસની શુભેચ્છા

PM મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જન્મ દિવસની શુભેચ્ઠા પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ. તેઓ ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા અને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવામાં અગ્રેસર છે. હું તેમના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.

2026-07-15 08:44:36

સવારે 2 કલાકમાં 5 તાલુકામાં મેઘમહેર

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે સવારે 6 થી 8 ના સમયગાળામાં રાજ્યમાં 5 તાલુકામાં મેઘમહેર થઈ છે. ગીર સોમનાથના તાલાલામાં 0.31 ઇંચ, અમરેલીના કુંકાવાવ વડિયામાં 0.20 ઇંચ, સુરતના ઉમરપાડામાં 0.20 ઇંચ, જામનગરના લાલપુરમાં 0.12 ઇંચ તથા સુરતના અરેઠમાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો છે.

2026-07-15 07:44:48

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 તાલુકામાં વરસાદ

રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. છેલ્લા 24 કલાકમાં 17 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે એક પણ જગ્યાએ ભારે વરસાદ પડ્યો નહોતો.