Fri Apr 17 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 14 April 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-04-14 07:27:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-04-14 22:08:46

ઇટલીના વડાપ્રધાન મેલોની પોપના સમર્થનમાં આવ્યા, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા

ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની પોપના સમર્થનમાં આવ્યા છે. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. પોપ લીઓ XIV એ અમેરિકા-ઇઝરાયલ નીતિઓ અને હુમલાની આકરી  ટીકા કરી હતી.

2026-04-14 21:36:12

ચેન્નઈની એકેય હાફ સેન્ચુરી નહીં છતાં ટોટલ 200 રનની નજીક

કોલકાતા સામે ચેન્નઈએ પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 192 રન કર્યા છે. પાંચ ટાઇટલ જીતી ચૂકેલી આ ટીમના એકેય ખેલાડીને હાફ સેન્ચુરી નહોતી કરવા મળી છતાં ટોટલ 200 રનની આસપાસ પહોંચ્યું છે અને હવે કોલકાતાના બૅટ્સમેન (ખાસ કરીને કૅપ્ટન રહાણે, ફિન ઍલન, અંગક્રિશ રઘુવંશી, કૅમેરન ગ્રીન, રિન્કુ અને પૉવેલ)ની કસોટી થશે. પાછલી મૅચનો સેન્ચુરિયન સૅમસન ત્રણ સિક્સર, ચાર ફોરની મદદથી બનેલા 48 રન પર વિકેટ ગુમાવી બેઠો હતો. તેને કાર્તિક ત્યાગીએ ક્લીન બોલ્ડ કર્યો હતો. બ્રેવિસે બે છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે 41 રન, આયુષ મ્હાત્રેએ બે છગ્ગા અને છ ચોગ્ગા સાથે 38 રન, સરફરાઝે બે છગ્ગા અને એક ચોગ્ગા સાથે 23 રન તેમ જ શિવમ દુબેએ અણનમ 13 રન કર્યા હતા. કોલકાતાના ત્યાગીએ સૌથી વધુ બે વિકેટ તેમ જ નારાયણ, અનુકૂલ રૉય અને વૈભવ અરોરાએ એક-એક વિકેટ મેળવી હતી.

2026-04-14 21:21:20

યુદ્ધ વચ્ચે ઇઝરાયલને મોટો આંચકો, ઇટલીએ સંરક્ષણ કરાર સ્થગિત કર્યો

અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. જેમાં ઇટલીએ ઇઝરાયલ સાથેના તેના સંરક્ષણ કરારને સ્થગિત કરી દીધો છે. જેમાં લશ્કરી સાધનો અને ટેકનોલોજી સંશોધનનું આદાન પ્રદાન સામેલ હતું. ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની અને રાજદ્વારી સૂત્રોએ મંગળવારે આ વાતની પુષ્ટિ કરી હતી.

2026-04-14 21:18:32

મુંબઈનો પાણીપુરવઠો ખોરવાયો: પિસે-પાંજરાપોળમાં વીજપુરવઠો ખંડિત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈમાં બુધવારે પાણીપુરવઠાને મોટો ફટકો પડયો હતો. અનેક વિસ્તારમાં સાંજના સમયે પાણીપુરવઠો થઈ શક્યો નહોતા. પાલિકાના જણાવ્યા મુજબ પડધા વીજ સબસ્ટેશનથી પિસે અને પાંજરાપોળ વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં કરવામાં આવતો વીજપુરવઠો ખંડિત થવાથી મંગળવારે  સાંજના ૫.૪૫ વાગ્યાથી ૬.૧૫ વાગ્યાસુધીના સમયગાળામાં વોટર ફિલ્ટરેશન પ્લાન્ટને અસર થઈ હતી. તેને પરિણામે પિસે અને પાંજરાપોળથી મુંબઈને થતો પાણીપુરવઠો બંધ થઈ ગયો હતો. તેથી  માસ્ટર બેલેન્સિગ રિર્ઝવિયરમાં પાણીપુરવઠો પૂર્વવત્ થાય નહીં ત્યાં સુધી પાણીપુરવઠામાં રાતના નવ વાગ્યા સુધી ૨૦થી ૨૫ ટકા કાપ કરવામાં આવ્યો હતો. તેથી મુંબઈના અનેક વિસ્તારનો પાણીપુરવઠો ખોરવાઈ ગયો હતો. પાલિકાના જણાવ્યા મુજબ મુંબઈમાં બુધવારે પણ કદાચિત પાણીપુરવઠાને થોડી અસર વર્તાઈ શકે છે.

2026-04-14 21:02:56

ગૌતમ ગંભીર 2028ના વર્લ્ડ કપ સુધી કૉન્ટ્રૅક્ટ ઇચ્છે છે

2028નો ટી-20 વર્લ્ડ કપ ઑસ્ટ્રેલિયામાં રમાવાનો છે અને ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ ગૌતમ ગંભીર ત્યાં સુધી કૉન્ટ્રૅક્ટ લંબાવવા ઇચ્છે છે એવું કેટલાક અહેવાલો પરથી જાણવા મળ્યું છે. તાજેતરમાં જ તેના કોચિંગમાં ભારત ટી-20નો વિશ્વ કપ જીત્યું અને એ સાથે તેના કોચિંગની ટીકા કરનારાઓની બોલતી બંધ થઈ ગઈ છે. હાલમાં ગંભીરનો કરાર 2027ના વન-ડે વર્લ્ડ કપ સુધીનો છે. 2028ની સાલ સુધી ટી-20ના કૅપ્ટનપદે સૂર્યકુમાર યાદવ જ ગંભીરની `ફર્સ્ટ ચોઇસ' હોવાનું જાણવા મળે છે.

2026-04-14 20:13:00

અમેરિકા  ઈરાન યુદ્ધ વચ્ચે ચીનનું પ્રથમ નિવેદન, કહ્યું દરેક દેશની સાર્વભૌમત્વનું સન્માન કરવું જોઇએ

અમેરિકા અને ઈરાન વચ્ચે સતત  તણાવ વધી રહ્યો છે. તેમજ હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાની નાકાબંધીએ વિસ્તારમાં વધુ વિકટ સ્થિતી ઉભી કરી છે. ત્યારે પ્રથમ વાર ચીન તરફ આ મુદ્દે નિવેદન આવ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયા અને ખાડી દેશોની સાર્વભૌમત્વ, સુરક્ષા અને પ્રાદેશિક અખંડિતતાનું સંપૂર્ણ સન્માન કરવું જોઈએ.

2026-04-14 20:10:11

કેપ્ટન ઋતુરાજ પાંચમી મૅચમાં પણ ફ્લૉપ

ચેન્નઈ સુપર કિંગ્સના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે આ વખતે ફરી એક વખત સસ્તામાં વિકેટ ગુમાવી છે. ચેન્નઈમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામેના મુકાબલામાં તે ફક્ત સાત રનના પોતાના સ્કોર પર લેફ્ટ-આર્મ સ્પિનર અનુકૂલ રૉયના બૉલમાં ડીપ મિડવિકેટ પર રૉવમૅન પૉવેલને કૅચ આપી બેઠો હતો. યુવાન બૅટ્સમૅન આયુષ મ્હાત્રે 38 રન બનાવીને પેસ બોલર વૈભવ અરોરાના બૉલમાં આઉટ થયો હતો, પણ પાછલી મૅચનો સેન્ચુરિયન સંજુ સૅમસન 23 રને રમી રહ્યો હતો. છ ઓવરને અંતે ચેન્નઈનો સ્કોર 2/72 હતો. ગાયકવાડ પાછલી ચારેય મૅચમાં સારું નહોતો રમી શક્યો. રાજસ્થાન સામે છ રન, પંજાબ સામે 28 રન, બેંગ્લૂરુ સામે સાત રન અને દિલ્હી સામે 15 રન કર્યા હતા.

2026-04-14 19:16:47

અમેરિકા ચીન આપશે સંદેશ, ફિલીપાઇન્સ સાથે કરશે યુદ્ધાઅભ્યાસ

મિડલ ઈસ્ટ યુદ્ધમાં અમેરિકાની પીછેહઠ અને  હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાની નાકાબંધીએ વિસ્તારમાં તણાવ વધારી  દીધો છે. તેમજ એક તરફ ચીને અમેરિકાની નાકાબંધીને ગેરકાયદે ગણાવી છે. ત્યારે અમેરિકા હવે એશિયામાં શકિત પ્રદર્શન કરવા અને ચીનને સંદેશ આપવા માટે ફિલીપાઇન્સ સાથે સૈન્ય અભ્યાસ કરશે. જેમાં બંને દેશોના 17,000 સૈનિકો સામેલ થશે.

2026-04-14 19:09:05

ચેન્નઈ સામે કોલકાતા પહેલા ફીલ્ડિંગ કરશે

ચેન્નઈમાં કોલકાતાના કૅપ્ટન અજિંક્ય રહાણેએ ટૉસ જીતીને પહેલા ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. કોલકાતાએ નવદીપ સૈનીના સ્થાને વરુણ ચક્રવર્તીને ઇલેવનમાં સમાવ્યો છે. ઋતુરાજ ગાયકવાડે કહ્યું હતું કે તેણે ચેન્નઈની ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો. હાલમાં પૉઇન્ટ્સ-ટેબલમાં કોલકાતા 10મા સ્થાને અને ચેન્નઈ નવમા નંબરે છે.

2026-04-14 18:30:28

વિસ્ડનના નવમાંથી સાત અવૉર્ડ ભારતીય ક્રિકેટરોને, દીપ્તિ અને અભિષેક અગ્રેસર

2026ના વિસ્ડન ઑલ્મનૅક અવૉર્ડ વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં નવમાંથી સાત પુરસ્કાર ભારતીયોએ જીતી લીધા છે. ઑલરાઉન્ડર દીપ્તિ શર્માએ ગયા વર્ષે વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ બાવીસ વિકેટ લીધી એ બદલ તેના માટે વિમેન્સ ક્રિકેટર ઑફ ધ યરનો અવૉર્ડ જાહેર થયો છે અને અભિષેક શર્માએ 2025માં 193.00ના સ્ટ્રાઇક-રેટથી કુલ 859 રન કર્યા એ બદલ તેને ટી-20 ક્રિકેટર ઑફ ધ યરનો પુરસ્કાર વિજેતા ઘોષિત કરાયો છે. વિસ્ડનના પાંચ ક્રિકેટર ઑફ ધ યરમાં ઑસ્ટ્રેલિયાના મિચલ સ્ટાર્ક ઉપરાંત શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ, રિષભ પંત અને રવીન્દ્ર જાડેજા સામેલ છે.

2026-04-14 18:30:02

ઈરાને હવે પાંચ આરબ દેશો પાસે કરી વળતરની માંગ

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ દરમિયાન ઇરાને તેની આસપાસના પાંચ આરબો દેશો પર મોટો આરોપ મૂક્યો છે. તેમજ કહ્યું ઈરાન પર હુમલો કરવા અમેરિકા અને ઇઝરાયલને હુમલો કરવા આ દેશોએ બેઝ પૂરો પાડ્યો છે. જેના લીધે આ દેશો પાસેથી ઈરાને નુકસાની વળતરની માંગ કરી છે.

2026-04-14 17:49:35

છત્તીસગઢના વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર વિસ્ફોટના નવમાં મોત, અનેક લોકો ઘાયલ

છત્તીસગઢના સિંઘીતરાઈમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં મળતી માહિતી મુજબ વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટવાથી  નવ લોકોનાં મોત થયા છે અને અનેક  લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ બાદ સમગ્ર પરિસરમાં નાસભાગ  મચી છે.

2026-04-14 15:58:27

હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધી મુદ્દે ઈઝરાયલ અને ભારતના વિદેશ મંત્રી વચ્ચે વાતચીત

મિડલ ઈસ્ટમાં હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ઉભી થયેલી સ્થિતી અંગે ઇઝરાયલે પણ ચિંતા વ્યક્ત કરી છે. આ અંગે ઈઝરાયલના વિદેશ મંત્રી ગિડીઓન સાઆરે ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. જેમાં ઈરાન, લેબનોન અને હોર્મુઝ સ્ટ્રેટમાં ઉભા થયેલા સુરક્ષા પડકારો અને ચર્ચા કરવામાં આવી  હતી.

2026-04-14 15:38:36

કેસરીસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષમાં જોડાયા

માતરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા કેસરીસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

2026-04-14 15:35:52

પીએમ મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની સંસદ પરિસરમાં મુલાકાત

ડો. ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિના અવસરે સંસદ ભવનના પ્રેરણા સ્થળ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેની મુલાકાત થઇ હતી.આ બે નેતા વચ્ચે  સંસદમાં રજૂ થનારા મહિલા અનામત બિલ અંગે વાતચીત થઇ હતી. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે પીએમ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેને મહિલા અનામત બિલ મુદ્દે સમર્થન આપવા જણાવ્યું હતું.

2026-04-14 12:37:13

ઉમરગામના મામલતદારે ટ્રેન નીચે પડતું મૂક્યું

વલસાડથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઉમરગામના મામલતદાર દલપતભાઈ છોટુભાઈએ ઉમરગામ રેલવે સ્ટેશન પર પુરપાટ ઝડપે આવતી ટ્રેન સામે ઝંપલાવ્યું હતું. જેના કારણે તેમનું કમકમાટીભર્યું મોત થયું હતું. રાત્રે 11:40 કલાકની આસપાસ બની હતી. મામલતદારે આ રીતે આપઘાત કરતા અનેક પ્રકારની ચર્ચા વહેતી થઈ હતી.

2026-04-14 10:39:58

અમેરિકા - ઈરાન વચ્ચે ફરી થશે મંત્રણા

ઈસ્લામાબાદમાં અમેરિકા - ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ બંને દેશો વચ્ચે ફરી વાતચીત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુરુવારથી વાતચીતનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે.

2026-04-14 09:26:57

રાષ્ટ્ર નિર્માણમાં ડૉ.આંબેડકરનું મોટું યોગદાનઃ પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંબેડકર જયંતીના અવસર પર બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્ર નિર્માણમાં ડૉ. આંબેડકરના યોગદાનને યાદ કરતા તેમને મહાન પ્રેરણાસ્રોત ગણાવ્યા હતા.

2026-04-14 08:49:06

હોર્મુઝ બ્લોકથી ઈરાનને દરરોજ 4000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન

અમેરિકા સાથેના યુદ્ધમાં ઈરાન  અડગ દેખાઈ રહ્યું છે. પરંતુ પાકિસ્તાનમાં શાંતિ વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવેલા હોર્મુઝ નાકાબંધીના નિર્ણયથી તેની ટ્રેડ લાઈફલાઈન  સંકટમાં હોય તેવું લાગી રહ્યું છે. રિપોર્ટ અનુસાર અમેરિકા દ્વારા હોર્મુઝ બ્લોક કરવાને કારણે ઈરાનને દરરોજ 435 મિલિયન ડોલર (આશરે 4000 કરોડ રૂપિયાથી વધુ) નું નુકસાન સહન કરવું પડી શકે છે.

2026-04-14 08:34:03

ઈરાને મિડલ ઈસ્ટના 5 દેશો પાસે વળતરની માંગ કરી

ઈરાન પર અમેરિકા-ઈઝરાયલે કરેલા હુમલાથી મોટું નુકસાન થયું છે. ઈરાનને યુદ્ધ દરમિયાન મરણતોલ ફટકો લાગ્યો છે અને કંગાળ બની ગયું હોવાના અહેવાલ છે. આ દરમિયાન ઈરાન મિડલ ઈસ્ટના 5 દેશો પાસેથી વળતરની માંગ કરી છે.