Fri May 01 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 11 April 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-04-11 08:34:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-04-11 21:31:35

બિહારના કટિહારમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, 10 લોકોના મોત 30 ઘાયલ

બિહારના કટિહારમાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં 10 લોકોના મોત થયા છે. આ અકસ્માત એક બસ અને પિકઅપ વાન વચ્ચે થયો હતો. આ અકસ્માતમાં 30 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે.

2026-04-11 20:57:08

હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયું ભારતનું LPG જહાજ જગ વિક્રમ

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતીય LPG જહાજ  જગ વિક્રમ  હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયું છે.જે  20,400 મેટ્રિક ટન LPG લઈને  15 એપ્રિલે મુંબઈ પહોંચવાની સંભાવના છે. જોકે, બીજા  ઘણા ભારતીય અને વિદેશી જહાજો આ વિસ્તારમાં હજુ પણ ફસાયેલા છે.

2026-04-11 20:56:23

આશા ભોંસલેને હાર્ટ અટેક આવ્યો

સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેની તબિયત લથડી હોવાના અહેવાલ છે. આશા ભોંસલેને હાર્ટ અટેક આવ્યો હતો અને હાલ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

2026-04-11 19:33:47

લાલુ પ્રસાદ યાદવે સુપ્રીમ કોર્ટમાં  દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી કરી

આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે લેન્ડ ફોર જોબ ભ્રષ્ટાચાર કેસમાં દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અંગે સુપ્રીમ કોર્ટની બેન્ચ 13 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરશે.

2026-04-11 18:39:02

ચાગોસ ટાપુ મુદ્દે બ્રિટન અને મોરેશિયસ વચ્ચેનો કરાર સ્થગિત

અમેરિકાએ સમર્થન પરત લેતા બ્રિટન અને મોરેશિયસ વચ્ચે ચાગોસ ટાપુઓ અંગે  થયેલા કરારને હવે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યો છે. આ ટાપુ પર  યુએસ-યુકેનો મુખ્ય લશ્કરી બેઝ આવેલો છે.

2026-04-11 16:13:15

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે કતરની ભારતને ઈંધણ પૂરું પાડવાની ખાતરી

મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે ભારત માટે સારા સમચાર આવ્યા છે. જેમાં કતરે જણાવ્યું છે કે ભારતને એલપીજી અને ક્રૂડ ઓઇલનો પૂરતો પૂરવઠો પહોંચાડવામાં આવશે. આ અંગે કતરના ઊર્જા મંત્રી સાદ શેરીદા અલ-કાબી અને ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી વચ્ચે દોહામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન  બંને રાષ્ટ્રોએ ઊર્જા, વેપાર, રોકાણ અને દ્વિપક્ષીય સંબંધો પર વિગતવાર ચર્ચા કરી હતી. આ બેઠક બાદ, ભારતે આશા વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પરત ફરશે.

2026-04-11 15:39:32

ઇરાને શાંતિ મંત્રતા પૂર્વે મૂકી બે શરતો, કહ્યું આ સ્વીકારાશે તો જ વાતચીત સંભવ

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ દરમિયાન પણ તણાવ ચાલુ છે. જેમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા પાકિસ્તાનના ઇસ્લામાબાદ બે દેશોના પ્રતિનિધીઓ વચ્ચે યોજાવાની છે. જેની માટે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ પણ પાકિસ્તાન પહોંચ્યા છે.જોકે, ઈરાને જણાવ્યું છે કે જો અમેરિકા તેની બે શરતો સ્વીકારે તો જ શાંતિ મંત્રણા થશે.

2026-04-11 11:05:34

ફોર્મ ભરવા માટે રાજ્યમાં કલેક્ટર કચેરીઓ પર ઉમેદવારો ઉમટ્યા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસો નજીક હોવાથી અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહાનગરોમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. વિવિધ પક્ષોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને શક્તિપ્રદર્શન કરી વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

2026-04-11 08:36:10

અમદાવાદમાં ભાજપ બાદ કોંગ્રેસે પણ મોડી રાત્રે 132 ઉમેદવાર જાહેર કર્યા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માહોલ વચ્ચે ભાજપ બાદ હવે અમદાવાદ મહાનગર પાલિકા માટે કોંગ્રેસે મોડી રાતે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. કુલ 132 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા.

2026-04-11 08:35:16

પાકિસ્તાનમા મંત્રણા પહેલા શું બોલ્યા ટ્રમ્પ

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં મંત્રણા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, હોર્મુઝ સ્ટ્રેટ આપમેળે ખૂલી જશે. જો ઈરાન સાથે વાતચીત દ્વારા પણ કોઈ ઉકેલ નહીં આવે તો તેના પર સૌથી ઘાતક હુમલો કરવામાં આવશે. ઈરાનનું પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ પહોંચી ચુક્યું છે. તેનું સ્વાગત પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિમ મુનીરે કર્યું હતું.